Swiss Open Badminton: શ્રીકાંત અને સાયના નેહવાલે જીત સાથે શરુઆત કરી, ચિરાગ અનવે સાત્વિકે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનને હરાવ્યા

|

Mar 24, 2022 | 9:57 AM

રવિવાર 20 માર્ચે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ રમનાર યુવા ભારતીય શટલર લક્ષ્ય સેન આ ટૂર્નામેન્ટમાં નથી રમી રહ્યો, જેના કારણે શ્રીકાંત અને કશ્યપ જેવા સિનિયર્સની નજર પ્રદર્શન પર છે.

Swiss Open Badminton: શ્રીકાંત અને સાયના નેહવાલે જીત સાથે શરુઆત કરી, ચિરાગ અનવે સાત્વિકે ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનને હરાવ્યા
Kidambi Srikanth ટૂર્નામેન્ટમાં ટોપ પર છે

Follow us on

સ્વિસ ઓપન સુપર 300 બેડમિન્ટન (BWF Swiss Open Badminton) એ ભારતના ટોચના શટલરો માટે સારી શરૂઆત કરી છે. મહિલા સિંગલ્સથી લઈને પુરૂષ સિંગલ્સ અને ડબલ્સ સુધી, ભારતના અગ્રણી ખેલાડીઓએ પોતપોતાના પ્રથમ રાઉન્ડની મેચો જીતીને આગલા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. બુધવાર 23 માર્ચે બેસેલમાં શરૂ થયેલી ટૂર્નામેન્ટના પ્રથમ દિવસે સાતમા સ્થાને ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) અને સાયના નેહવાલે (Saina Nehwal) પુરૂષ અને મહિલા સિંગલ્સમાં જીત સાથે શરૂઆત કરી હતી. મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીએ 3 દિવસ પહેલા ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ જીતનાર મોહમ્મદ શોહિબુલ ફિકરી અને બગાસ મૌલાનાને હરાવીને મજબૂત શરૂઆત કરી હતી.

પુરૂષ સિંગલ્સમાં ભારતના અગ્રણી ખેલાડીઓમાંના એક બી સાઈ પ્રણીતને હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તેણે અન્ય અનુભવી ભારતીય ખેલાડી એચએસ પ્રણયનો સામનો કર્યો હતો. બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો અને પ્રણોયે 25-23, 21-17 થી જીત મેળવી. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ભારતના ટોચના ક્રમાંકિત શ્રીકાંતે ડેનમાર્કના મેડ્સ ક્રિસ્ટોફરસનને સીધી ગેમમાં હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તેણે ડેનિશ હરીફને 21-16, 21-17 થી હરાવ્યો હતો. તેના સિવાય પારુપલ્લી કશ્યપે પણ સારી શરૂઆત કરી અને ફ્રાન્સના ઈનોગત રોયને 21-17, 21-9 થી હરાવ્યો.

સાયનાએ આસાન જીત મેળવી

મહિલા સિંગલ્સમાં ભારતની સૌથી વધુ આશા બીજા ક્રમાંકિત પીવી સિંધુ પર છે, પરંતુ તેની મેચ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે યોજાવાની હતી. તેમના સિવાય અનુભવી ખેલાડી સાઈના નેહવાલ પર પણ મોટી જવાબદારી હતી અને તેણે સારી શરૂઆત કરી હતી. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈનાએ ફ્રેન્ચ ખેલાડી યેલે હોયાઉને 21-8, 21-13થી હરાવ્યો હતો. તેના સિવાય અશ્મિતા ચલિહાએ સિંગલ્સમાં ફ્રાન્સની લિયોનીસ હ્યુટને 19-21, 21-10, 21-11 થી હરાવ્યો હતો. બીજી તરફ માલવિકા બંસોડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે સૈયદ મોદી ઈન્ટરનેશનલની ફાઇનલમાં પહોંચેલી 20 વર્ષની માલવિકાને ફ્રાન્સની ક્વિ ઝુફેઈએ 21-16, 21-17થી હાર આપી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સાત્વિક-ચિરાગનો મોટો વિજય

ભારતીય શટલરોમાં શ્રેષ્ઠ પરિણામ પુરુષોની ડબલ્સમાં આવ્યું, જ્યાં ત્રીજી ક્રમાંકિત ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીએ ઈન્ડોનેશિયાના મોહમ્મદ શોહિબુલ ફિકરી અને બાગાસ એમને 17-21, 21-11, 21-18 થી હરાવ્યા. ઈન્ડોનેશિયાની જોડીએ માત્ર ત્રણ દિવસ પહેલા જ બર્મિંગહામમાં પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ સપ્તાહ ઓલ ઈંગ્લેન્ડ સુપર 1000 ટાઈટલ જીત્યું હતું. બીજી તરફ, મિક્સ્ડ ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને સુમિત રેડ્ડી પ્રથમ મેચ હારી ગયા હતા. જ્યારે ત્રિસા જોલી અને ગાયત્રી ગોપીચંદને મહિલા ડબલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જોડી ઓલ ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય જોડી બની હતી.

 

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે

 

Published On - 9:55 am, Thu, 24 March 22

Next Article