BWF RANKING: ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન, લક્ષ્ય સેનની રેન્કિંગમાં મોટી છલાંગ, ટોપ 10માં પહોંચ્યો

|

Mar 22, 2022 | 11:04 PM

લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં ઓલિમ્પિક મેડાલિસ્ટ વિક્ટર સામે સીધા સેટમાં 21-10, 21-15થી હારી ગયો હતો અને રનર્સ અપ રહ્યો હતો.

BWF RANKING: ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન, લક્ષ્ય સેનની રેન્કિંગમાં મોટી છલાંગ, ટોપ 10માં પહોંચ્યો
Lakshya Sen (File Photo)

Follow us on

ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન (Lakshya Sen) ને તાજેતરમાં જ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. લક્ષ્ય સેન બેડમિન્ટન ફેડરેશન દ્વારા (BWF) જાહેર કરવામાં આવેલ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. લક્ષ્ય સેન હવે ટોપ 10માં આવી ગયો છે અને નવા રેન્કિંગ પ્રમાણે તે હવે 9માં સ્થાને પહોંચી ગયો છે. તાજેતરમાં જ લક્ષ્યે ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચીને ઈતિહાસ રચ્યો હતો. આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર તે 5મો ભારતીય ખેલાડી બન્યો છે. જોકે, તે ઓલિમ્પિક ચેમ્પિયન વિક્ટર એક્સેલસન સામે જીતી શક્યો ન હતો અને તેને રનર અપથી સંતોષ માનવો પડ્યો હતો.

ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચમાં તે હરીફ ખેલાડી વિક્ટર દ્વારા સીધા સેટમાં 21-10, 21-15થી હારી ગયો હતો. આ પહેલા પ્રકાશ પાદુકોણે 1980 માં અને 2001 માં પુલેલા ગોપીચંદે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યુ હતું. જ્યારે સાઈના નેહવાલ 2015 માં ફાઇનલમાં પહોંચી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લક્ષ્યની આ સિદ્ધિ પર તેને ચારે બાજુથી શુભેચ્છાઓ મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી, પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સુધી તેમના પ્રદર્શનથી પ્રોત્સાહિત થયા હતા. છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો, લક્ષ્ય સેને તેની રમતથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

ગાયત્રી ગોપીચંદ અને ટ્રેસા જાલીના રેન્કિંગમાં પણ સુધારો થયો

ગાયત્રી ગોપીચંદ અને ટ્રેસા જાલી ઓલ ઈંગ્લેન્ડમાં સેમિ ફાઈનલ સુધી પહોંચી હતી. તેની રેન્કિંગમાં પણ સુધાર થયો છે. બંનેએ 12 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તેઓ વિશ્વ રેન્કિંગમાં 34માં સ્થાને પહોંચી ગયા છે.

સ્વિસ ઓપનમાં નહીં રમે લક્ષ્ય સેન

જર્મન ઓપન અને ઓલ ઈંગ્લેન્ડમાં વ્યસ્ત કાર્યક્રમ બાદ લક્ષ્ય સેને સ્વિસ ઓપનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં જોવા નહીં મળે. જોકે, પીવી સિંધુ અને કિદામ્બી શ્રીકાંત જેવા ખેલાડીઓ ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં ભારતનો પડકાર રજૂ કરતા જોવા મળશે.

આ પણ વાંચો : IPL 2022 માં 5 વિદેશી ખેલાડીઓ ડેબ્યુ કરશે, જાણો કોણ છે આ લિસ્ટમાં

આ પણ વાંચો : IPL 2022: લીગ શરૂ થાય તે પહેલા દિલ્હી કેપિટલ્સની મુશ્કેલી વધી, આ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં નહીં રમે

Next Article