All England Championship: લક્ષ્ય સેન ખિતાબથી ચુકી ગયો, ફાઇનલમાં વિક્ટર એક્સેલસેન સામે હાર્યો

21 વર્ષની રાહ જોયા પછી, લક્ષ્ય સેન ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ અને સૌથી યુવા ભારતીય શટલર બન્યો.

All England Championship: લક્ષ્ય સેન ખિતાબથી ચુકી ગયો, ફાઇનલમાં વિક્ટર એક્સેલસેન સામે હાર્યો
Lakshya Sen (PC: BAI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 11:57 PM

યુવા ભારતીય શટલર લક્ષ્ય સેનનું (Lakshya Sen) એક મોટું સપનું, જે બેડમિન્ટન કોર્ટ પર તેની આશ્ચર્યજનક રમતથી દિગ્ગજો પર પ્રભુત્વ જમાવી રહ્યો હતો, તે ચકનાચૂર થઈ ગયું છે અને તે ઇતિહાસ રચવાનું ચૂકી ગયો. લક્ષ્ય સેન, જે માત્ર 20 વર્ષની ઉંમરે પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી રહ્યો હતો, તે ખિતાબની ખૂબ નજીક આવ્યો અને તેને કબજે કરવાથી ચુકી ગયો હતો. ભારતીય સ્ટારને 20 માર્ચ, રવિવારના રોજ બર્મિંગહામ એરેના ખાતે રમાયેલી ઓલ ઈંગ્લેન્ડ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં વિશ્વના નંબર વન ડેનિશ દિગ્ગજ વિક્ટર એક્સેલસેન દ્વારા 21-10, 21-15 થી હરાવ્યો હતો. ભારતીય સ્ટારે પોતાના મજબૂત પ્રતિસ્પર્ધીને આસાનીથી જીતવા ન દીધી અને સખત સંઘર્ષ કર્યો. આ સાથે, આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં (All England Championship) ભારતીય વિજેતાને જોવાની રાહ 21 વર્ષ પછી પણ પૂર્ણ થઈ શકી નથી.

21-10, 21-15 – આ સ્કોરલાઇન સાથે, વિક્ટર એક્સેલસેને આ ટાઇટલ જીત્યું અને બીજી વખત આ ટુર્નામેન્ટનો ચેમ્પિયન બન્યો. પરંતુ આ સ્કોરલાઈન આ મેચની વાસ્તવિકતા જણાવતી નથી. કારણ કે લક્ષ્ય સેને પોતાના કરતા વધુ અનુભવી અને મજબૂત વિક્ટર એક્સેલસેનને સરળતાથી જીતવા દીધો ન હતો. પ્રથમ ગેમમાં 62 શોટની રેલી હતી, જે એક્સેલસેન જીતી હતી, જ્યારે બીજી ગેમમાં જ્યારે લક્ષ્ય હારની નજીક હતો, ત્યારે 70 શોટની સૌથી લાંબી રેલી લેવામાં આવી હતી અને તે લક્ષ્યે જીતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લક્ષ્ય સેને સરળતાથી વિક્ટરને જીતવા દીધો ન હતો

ગયા અઠવાડિયે જર્મન ઓપનમાં ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન એક્સેલસેનને હરાવવાના ધ્યેયથી ફરી એકવાર સારા પરિણામોની અપેક્ષા રાખવામાં આવી હતી. કારણ કે તેણે બર્મિંગહામમાં ફાઇનલમાં તેની મુસાફરી દરમિયાન ઘણા મોટા ખેલાડીઓને દંગ કરી દીધા હતા. લક્ષ્યે પણ એવું જ કર્યું, પરંતુ પરિણામ અપેક્ષા મુજબ આવ્યું ન હતું. જો કે, લક્ષ્યે સરળતાથી કોઈ પોઈન્ટ આપ્યો ન હતો અને લગભગ દરેક પોઈન્ટ માટે એક્સેલસેનનો પરસેવો છૂટી ગયો હતો.

લક્ષ્ય સેને પહેલો સેટ ગુમાવ્યો હતો

પ્રથમ ગેમનું પરિણામ એકદમ એકતરફી રહ્યું. એક્સેલસેનને શરૂઆતમાં મોટી લીડ મેળવી હતી. પ્રથમ ગેમમાં 6-0થી પાછળ રહ્યા બાદ, લક્ષ્યે સતત બે પોઈન્ટ મેળવીને પુનરાગમનની આશા જગાવી હતી. ત્યારબાદ એક્સેલસેને પુનરાગમન કર્યું અને આગામી 5 પોઈન્ટ લઈને 11-2 ની લીડ મેળવી લીધી. આ દરમિયાન 62 શોટની રેલી જોવા મળી હતી.

આ દરમિયાન, ઊંચા કદના વિક્ટર એક્સેલસેને ક્રોસ કોર્ટ શોટ્સ, શક્તિશાળી સ્મેશ અને ચતુર ડ્રોપ શોટ વડે લક્ષ્યનું પરીક્ષણ કર્યું અને ભારતીય સ્ટારે તેના મજબૂત સંરક્ષણ સાથે દરેક હુમલાનો જવાબ આપ્યો, પરંતુ આખરે તે એક્સેલસેનનો હાથ હતો. જો કે, આખી મેચ અંત સુધી રસપ્રદ રહી હતી. બીજી સેટમાં સ્પર્ધા વધુ કઠિન બની હતી. આમાં, શરૂઆતમાં 4-4 થી ડ્રો થયા પછી, એક્સેલસેને ગતિ વધારી અને 11-5 પર બ્રેક લીધો.

વિરામ બાદ પણ મેચ અઘરી બની ગઈ અને બંને વચ્ચે એક-એક પોઈન્ટ માટે રસપ્રદ લડાઈ જોવા મળી હતી. દરેક રેલીમાં એક્સેલસેનનો જોરદાર હુમલો દેખાતો હતો. તે જ સમયે, લક્ષ્ય સેને ઘણી વખત કોર્ટ પર ડાઇવ કરીને શોટ લગાવ્યા હતા અને પોતે ગેમમાં રહ્યો હતો. આખરે 53 મિનિટના રસાકસી ભરી મેચમાં વિક્ટર એક્સેલસેને ટાઇટલ જીતી લીધું હતું અને ભારતનું સપનું તુટી ગયું હતું.

આ પણ વાંચો : IPL 2022: ફરી સામે આવ્યો કોવિડ-19નો ખતરો, દર્શકો વિના IPLનું આયોજન થઈ શકે છે

આ પણ વાંચો : IPL 2022: એક સમયે પર્પલ કેપ વિજેતા ખેલાડી આજે ગુજરાત માટે નેટમાં બોલિંગ કરી રહ્યો છે

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">