Breaking News : Fifa World Cup 2026ની પહેલી મેચમાં થઈ બબાલ, જાણો કોણ જીત્યું કોણ હાર્યું
Fifa World Cup 2026ની શરુઆત ખુબ શાનદાર રહી છે. પહેલી જ મેચમાં મેજબાન મેક્સિકોની ટીમે સાઉથ આફ્રિકાને 2-0થી હાર આપી છે. તો આ મેચમાં 3-3 રેડ કાર્ડ રેફરી દ્વારા આપવામાં આવ્યા હતા.

મેક્સિકોએ ફીફા વર્લ્ડકપ 2026ની શરુઆત ધમાકેદાર જીતની સાથે થઈ છે. ચાહકોની સામે મેક્સિકોએ ટૂર્નામેન્ટની પહેલી ટકકરમાં સાઉથ આફ્રિકાને 2-0થી હરાવ્યું હતુ. એઝ્ટેકા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મેક્સિકોની ટીમનો દબદબો જોવા મળ્યો હતો. મેચની શરુઆત મેક્સિકોએ બોલ પર નિયંત્રણ રાખ્યું અને સતત સાઉથ આફ્રિકાને ડિફેન્સ પર દબાવ બનાવ્યો હતો.
જૂલિયન કિ્નોનેસે પહેલો ગોલ કર્યો
ફીફા વર્લ્ડકપ 2026 અને મેચનો પહેલો ગોલ જૂલિયન ક્વિનોનેસ કર્યો હતો. તેમણે ટૂર્નામેન્ટનો પહેલો ગોલ કરી ઈતિહાસમાં પોતાનું નામ નોંધ્યું છે. તેના ગોલથી સ્ટેડિયમાં આખું ઝુમી ઉઠ્યું હતુ. ક્વિનોનેસ આખી મેચમાં શાનદાર લયમાં જોવા મળ્યો હતો. પોતાની સ્પીડની સાથે શાનદાર મુવમેન્ટથી સાઉથ આફ્રિકાને ડિફેન્ડરોને સતત પરેશાન કરતો રહ્યો હતો. પહેલા હાફમાં તેની પાસે એક ગોલ કરવાની તક હતી પરંતુ સાઉથ આફ્રિકાની ટીમ આ ગોલને બચાવવામાં સફળ રહી હતી.
હાફ ટાઈમ સ્કોર 0-1
હાફ ટાઈમ સુધી મેક્સિકો 1-0થી આગળ હતી, બીજા હાફની શરુઆતમાં સાઉથ આફ્રિકાને મોટો ઝટકો લાગ્યો હતો. ટીમના ખેલાડીઓ યાયા સિથોલે ગોલ તરફ આગળ વધી રહેલા મેક્સિકોના બ્રાયન ગુટિરેજને રોકવાના ચકકરમાં નીચે પાડ્યો હતો. ત્યારબાદ રેફરીએ તરત તેને રેડ કાર્ડ આપ્યું હતુ. ગુટિરેજને રેડ કાર્ડ મળવાના કારણે સાઉથ આફ્રિકાને બીજા હાફમાં 10 ખેલાડીઓ સાથે રમવા પર મજબુર થવું પડ્યું હતુ.
Co-hosts off to a winning start! #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 11, 2026
રેડ કાર્ડ મળવાનો ફાયદો
એક ખેલાડીની લીડ લીધા પછી, મેક્સિકોએ પોતાનું દબાણ વધાર્યું. અનુભવી સ્ટ્રાઈકર રાઉલ જીમેનેઝે શાનદાર ગોલ કરીને તેમની લીડ 2-0 સુધી લંબાવી ત્યારે તેમને ફાયદો થયો. જીમેનેઝના ગોલે મેક્સિકોની જીત પર લગભગ મહોર લગાવી દીધી. સાઉથ આફ્રિકાની મુશ્કેલીઓનો અંત ત્યાં જ ન આવ્યો. ટીમના ખેલાડી થેમ્બા ઝ્વેનને હિંસક વર્તન માટે રેડ કાર્ડ બતાવવામાં આવ્યું.
આખી મેચમાં 3 રેડ કાર્ડ
ત્યારબાદ સાઉથ આફ્રિકાએ માત્ર 9 ખેલાડીઓ સાથે મેદાન પર રમવું પડ્યું હતુ. આટલી ઓછી સંખ્યામાં ખેલાડીઓની સાથે વાપસી કરવી ટીમ માટે અશક્ય હતુ. મેચની છેલ્લી ક્ષણમાં મેક્સિકોને ઝટકો લાગ્યો હતો. જ્યારે ડિફેન્ડર સીઝર મોટેસને એક પડકાર માટે રેડ કાર્ડ આપવામાં આવ્યું હતુ. આ નિર્ણયનો મેચના પરિણામ પર કોઈ અસર જોવા મળી ન હતી. મેક્સિકોની ટીમ મેચમાં 2-0થી પોતાને નામ કરવામાં સફળતા મેળવી હતી. જૂલિયન ક્વિનોનેસ અને રાઉલ જિમેનેઝ આ જીતનો હિરો રહ્યા હતા.
