Breaking News Asian Games 2026 : ટ્રક ડ્રાઈવરની દીકરીએ કર્યો કમાલ, રિલે રેસમાં ભારતે જીત્યો સિલ્વર મેડલ
એશિયન ગેમ્સ 2026માં પાંચમાં દિવસે ભારતીય દોડવીરો શાનદાર પ્રદર્શન કર્યું હતું. 4x400 મીટર મિક્સ્ડ રિલેમાં ભારતે સિલ્વર મેડલ જીત્યો હતો. 4 દોડવીરો વામ્મા માચેટ્ટીરા, વિશાલ થેન્નારાસુ, વિથ્યા રામરાજ અને મનુ થેક્કિનાલિલે સંયુક્ત રીતે દેશ માટે મેડલ જીતી ઇતિહાસ રચ્યો હતો. ટ્રક ડ્રાઈવરની દીકરીએ કમાલ પ્રદર્શન કરી ભારતનો મેડલ નિશ્ચિત કર્યો હતો.

2026 એશિયન ગેમ્સનો પાંચમો દિવસ ભારત માટે સારા સમાચાર સાથે સમાપ્ત થયો. ભારતની મિક્સ રિલે ટીમે એથ્લેટિક્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને સિલ્વર મેડલ જીત્યો હતો. પૂવમ્મા માચેટ્ટીરા, વિશાલ થેન્નારાસુ, વિથ્યા રામરાજ અને મનુ થેક્કિનાલિલે 4×400 મીટર રિલે રેસમાં ભારતને વિજય અપાવ્યો હતો.
4×400 મીટર મિક્સ્ડ રિલેમાં સિલ્વર મેડલ
એશિયન ગેમ્સમાં રિલે રેસની ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ વિયેતનામી ખેલાડીઓને હરાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. બહેરીને 3:12.87 ના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીઓએ 3:14.46 ના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. વિયેતનામની ટીમે 3:14.54 ના સમય સાથે રેસ પૂર્ણ કરી હતી.
SILVER-STRUCK ON THE TRACK!
What a charge from Manu TS, Poovamma MR, Vishal TK & Vithya Ramraj (TOPS Development Athletes) as the Indian quartet stormed to SILVER in the Mixed 4×400m Relay Final at #AsianGames2026 with a blazing 3:14.46!
Bahrain took GOLD in 3:12.87,… pic.twitter.com/5Tp8kMvBxh
— SAI Media (@Media_SAI) September 24, 2026
વિથ્યા રામરાજ એક ટ્રક ડ્રાઈવરની પુત્રી છે
ભારતની સિલ્વર મેડલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિથ્યા રામરાજ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે. તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. તેની જોડિયા બહેન, નિત્ય પણ એક રમતવીર છે. વિથ્યા શરૂઆતમાં હોકી રમતી હતી પરંતુ બાદમાં એથ્લેટિક્સ પસંદ કરી. 2023માં વિથ્યાએ 200 મીટર હર્ડલ્સમાં 55.42 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી પીટી ઉષાના 1984 ના નેશનલ રેકોર્ડની બરાબરી કરી હતી. હવે તેણીએ સિલ્વર મેડલ જીત્યો છે.
વિશાલ થેન્નારાસુનો સંઘર્ષ
વિશાલ થેન્નારાસુની વાત કરીએ તો, તેનું બાળપણ સંઘર્ષોથી ભરેલું હતું. તેના ઘૂંટણ એકબીજા સાથે જોડાયેલા હતા, જેના કારણે ચાલવામાં મુશ્કેલી પડતી હતી. તેના પિતા ડેરી ખેડૂત હતા. પગની સમસ્યાઓ દૂર કરવા માટે, તેમણે વિશાલને સ્ટેડિયમમાં દાખલ કરાવ્યો. બાદમાં, વિશાલે એથ્લેટિક્સ અપનાવ્યું, અને આ વર્ષના મે મહિનામાં, તેણે 44.98 સેકન્ડમાં 400 મીટરની દોડ પૂર્ણ કરીને નોંધપાત્ર સફળતા મેળવી. હવે તેણે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
2ND CONSECUTIVE MEDAL IN ATHLETICS!
India’s Mixed 4x400m Relay team of Vishal T.K., Vithya Ramraj, Manu T.S. and Poovamma clocked 3:14.46 to clinch the Silver Medal at #AsianGames2026.
Another podium finish for India in Athletics! #Cheer4Bharat #TeamIndia pic.twitter.com/v9DTz2t31d
— Doordarshan Sports (@ddsportschannel) September 24, 2026
પૂવમ્માની ઈજા સામેની લડાઈ
પૂવમ્માની કારકિર્દી પણ ઇજાઓથી ઘેરાયેલી રહી છે. 2012 માં તેણીને ગંભીર ઈજા થઈ હતી, પરંતુ તેણીએ 2014 એશિયન ગેમ્સમાં 4×400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીતીને વાપસી કરી અને 2015 માં અર્જુન એવોર્ડ પણ જીત્યો. હવે, આ ખેલાડીએ ફરી એકવાર એશિયન ગેમ્સમાં ભારતનું ગૌરવ વધાર્યું છે.
