Mary Kom Injury: ઇજા બાદ મેરી કોમની મુશ્કેલી વધી ગઇ, ડોક્ટરોએ સર્જરી કરવાની સલાહ આપી

|

Jun 13, 2022 | 9:43 AM

Mary Kom Injury Update: છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ (Mary Kom) ને એન્ટીરિયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL) ઈજા થઈ છે અને તેને સાજા થવા માટે સર્જરી કરાવવી પડશે.

Mary Kom Injury: ઇજા બાદ મેરી કોમની મુશ્કેલી વધી ગઇ, ડોક્ટરોએ સર્જરી કરવાની સલાહ આપી
Mary Kom (PC: The Hindu)

Follow us on

ભારતની સ્ટાર બોક્સર એમસી મેરી કોમ (Mary Kom) મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તેની ઈજા બાદ હવે ડોક્ટરે તેને સર્જરીની સલાહ આપી છે. આવી સ્થિતિમાં તેને લાંબા સમય સુધી બોક્સિંગથી દૂર રહેવું પડી શકે છે. છ વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમને એન્ટીરિયર ક્રુસિએટ લિગામેન્ટ (ACL) ઈજા થઈ છે અને તેને સાજા થવા માટે એક જટીલ સર્જરી કરાવવી પડશે.

ઓલિમ્પિક મેડલ વિજેતાએ ગુરુવારે દિલ્હીમાં મહિલા ભારતીય બોક્સિંગ કોમનવેલ્થ ગેમ્સ 2022ના સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન હરિયાણાની નીતુ સામેની 48 કિગ્રાની સેમિ ફાઇનલ મુકાબલામાં મેરી કોમનું ડાબા ઘૂંટણ વળી ગયું હતું. જેના કારણે તેને ફરીથી તકલીફ ઉભી થઈ હતી. ભારતીય બોક્સિંગ સ્ટાર મહિલા ખેલાડી મેરી કોમે શનિવારે એક સ્કેન કરાવ્યું હતું. તેની સારવાર કરી રહેલા ડોક્ટરે તેને ફરીથી સર્જરી કરાવવાનું સૂચન કર્યું છે.

મેરી કોમ ગોલ્ડ કોસ્ટ 2018 માં CWG ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બોક્સર બની હતી. ઓલિમ્પિક્સ ડોટ કોમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, લંડન 2012 બ્રોન્ઝ મેડલ વિજેતા મેરી કોમને દવા ઉપરાંત બરફ અને ઘૂંટણનો ટેકો આપવાની સૂચના આપવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મેરી કોમે છેલ્લે ટોક્યો ઓલિમ્પિકમાં મેદાન પર ઉતરી હતી

મેરી કોમની છેલ્લી ટુર્નામેન્ટ ટોક્યો ઓલિમ્પિક હતી. જેમાં તે પ્રી-ક્વાર્ટરમાં પહોંચી હતી અને સખત પડકાર બાદ હારી ગઈ હતી. ઘણીવારની એશિયન ગોલ્ડ મેડલ વિજેતા મેરી કોમે પણ ગયા મહિને સમાપ્ત થયેલી વિશ્વ ચેમ્પિયનશિપ અને બર્મિંગહામમાં આગામી મહિને યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુલતવી રાખવામાં આવેલી એશિયન ગેમ્સમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો હતો.

મેરી કોમની કારકિર્દી તેના અંતિમ તબક્કા પર થે તેવું નિષ્ણાંતોનું માનવું છે

ઈજાની ગંભીરતા 39 વર્ષીય મેરી કોમ માટે મોટો આંચકા સમાન છે. મહત્વનું છે કે ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરી કોમની કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં છે. મેરી કોમે એક ખાનગી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “મારી સાથે આ પહેલા ક્યારેય આવું બન્યું નથી અને હું તેમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહી છું. મને ખાતરી છે કે હું જલ્દી જ મારા જૂના ફોર્મમાં પાછી આવીશ.”

Next Article