International Yoga Day 2022 પર યોગા કરતા જોવા મળ્યા ખેલાડીઓ, મિતાલી રાજથી લઇને મયંક અગ્રવાલે શેર કર્યા ફોટો

|

Jun 21, 2022 | 2:34 PM

International Yoga Day 2022 : 21મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને ભારતના દરેક ખૂણે, પછી તે રમતનું મેદાન હોય કે ઓફિસ, તે ખૂબ જ ઉષ્મા સાથે ઉજવે છે. મિતાલી (Mithali Raj) થી લઈને મયંક અગ્રવાલ (Mayank Agarwal) સુધીના યોગ કરતા જોવા મળ્યા હતા.

International Yoga Day 2022 પર યોગા કરતા જોવા મળ્યા ખેલાડીઓ, મિતાલી રાજથી લઇને મયંક અગ્રવાલે શેર કર્યા ફોટો
Mithali Raj (PC: Twitter)

Follow us on

શરીર અને મનને ફિટ રાખવા માટે યોગ એ શ્રેષ્ઠ માર્ગ કહેવાય છે. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yog Day) તરીકે ઉજવવામાં આવે છે અને ભારતના દરેક ખૂણે, પછી તે રમતનું મેદાન હોય કે ઓફિસ, તે ખૂબ જ ઉષ્મા સાથે ઉજવે છે. આ ખાસ અવસર પર આજે પૂર્વ ભારતીય મહિલા કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) થી લઈને પુરૂષ ટીમના ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) યોગ કરતા જોવા મળ્યા હતા.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભારતના ખેલાડીઓએ તેમના પોતાના ઘરે અથવા જ્યાં તેમને અનુકૂળ હોય તે જગ્યા પર યોગના આસનો કર્યા હતા. હાલમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂકેલી મિતાલી રાજ (Mithali Raj) એ યોગ કરતી વખતે એક તસવીર શેર કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

ભારતના ઓપનર મયંક અગ્રવાલ (Mayank Agarwal) એ પણ યોગ કરતી વખતે ચાહકો સાથે તસવીરો શેર કરી હતી. યોગ કરતી વખતે તસ્વીર શેર કરતા તેણે લખ્યું કે, યોગ થી જ થશે.

 


અંડર 19 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર પૂર્વ ક્રિકેટર ઉન્મુક્ત ચંદ (Unmukt Chand) એ પણ યોગ કરતી વખતેની તસવીર શેર કરી છે.

 


ભારતની સ્ટાર મહિલા ચેમ્પિયન શૂટર મનુ ભાકર (Manu Bhaker) એ પણ આ ખાસ દિવસે તેના ચાહકો સાથે યોગ કરતા તેની તસવીર શેર કરી હતી.

 


ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ બજરંગ પુનિયા (Bajarang Punia) એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર તેના તમામ સાથી ખેલાડીઓ સાથે ખુલ્લા મેદાનમાં યોગ કરતા તેની તસવીર શેર કરી છે.

 

 


ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે છે અને ત્યાં જોરદાર પ્રેક્ટિસ કરી રહી છે. ટીમ ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પ્રેક્ટિસ કરતી પણ જોવા મળી હતી.

Next Article