છોકરીઓ માટે શેરીઓમાં ક્રિકેટ રમવાનું સામાન્ય બનાવવામાં મેં ભૂમિકા ભજવી હશેઃ Mithali Raj

Mithali Raj: નિવૃતી બાદ પહેલીવાર મીડિયા સમક્ષ આવી મિતાલી રાજ (Mithali Raj). ડોમેસ્ટિક ક્રિકેટ (Domestic Cricket) રમતી વખતે એવું લાગતું હતું કે જુસ્સો હવે પહેલા જેવો રહ્યો નથી અને મેં નક્કી કર્યું કે હવે મારે વિદાય લેવી પડશે.

છોકરીઓ માટે શેરીઓમાં ક્રિકેટ રમવાનું સામાન્ય બનાવવામાં મેં ભૂમિકા ભજવી હશેઃ Mithali Raj
Mithali Raj (File Photo)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jun 16, 2022 | 1:28 PM

ભારતના ‘પૂર્વ સુકાની’ તરીકે ઓળખવામાં મિતાલી રાજ (Mithali Raj) ને થોડો સમય લાગશે. પરંતુ ગયા અઠવાડિયે તેણે 23 વર્ષની સુવર્ણ કારકિર્દીને અલવિદા કહેનાર મિતાલી રાજને આશ્વાસન છે કે તેણે દેશમાં છોકરીઓના ક્રિકેટ(Cricket)ને સામાન્ય બનાવવામાં પણ યોગદાન આપ્યું છે. મિતાલી રાજને 2022 ના વર્લ્ડ કપ પછી જ ખબર પડી કે હવે તેના ક્રિકેટને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. પરંતુ ક્યારેય ઉતાવળમાં મોટા નિર્ણયો ન લેનારી મિતાલીએ થોડો સમય રાહ જોઈ. પીટીઆઈ સાથેની વાતચીતમાં તેણે તેની કારકિર્દી, બીસીસીઆઈ પહેલા અને પછીના યુગમાં રમવાનો અનુભવ, છેલ્લા પાંચ વર્ષમાં ટીમની સતત નિષ્ફળતા અને વર્લ્ડ કપ 2022 દરમિયાન ડ્રેસિંગ રૂમમાં તફાવતો વિશે ખુલીને વાત કરી હતી.

આ કારણથી મિતાલી રાજે નિવૃતી લેવાનો નિર્ણય કર્યો

નિવૃત્તિની જાહેરાત પર મિતાલી રાજે કહ્યું કે, “પ્રથમ વખત નિવૃત્તિનો વિચાર મારા મગજમાં આવ્યો જ્યારે રાહુલ દ્રવિડે ક્રિકેટને અલવિદા કહ્યું (2012). મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ જે ખૂબ જ ભાવુક હતી અને મેં વિચાર્યું કે જો હું નિવૃત્ત થઈશ તો કેવું લાગશે.” તેણે કહ્યું, “મને લાગ્યું કે આવી ભાવનાત્મક ક્ષણ નહીં હોય. હું જાણતી હતી કે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે. પરંતુ હું લાગણીના ઉતાર-ચઢાવ સાથે નિર્ણય લેતી નથી. પછી ડોમેસ્ટિક ક્રિકેટ રમતી વખતે એવું લાગતું હતું કે જુસ્સો હવે પહેલા જેવો રહ્યો નથી અને મેં નક્કી કર્યું કે હવે મારે વિદાય લેવી પડશે.’’

મેં જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે છોકરીઓ ક્રિકેટ રમે તે સમાન્ય ન હતુંઃ મિતાલી

ક્રિકેટમાં તેમના યોગદાન વિશે પૂછવામાં આવતા, તેણે કહ્યું, “લોકો મને મારા વારસા વિશે પૂછે છે. પરંતુ મારી પાસે સારો જવાબ નથી. છોકરીઓ માટે શેરીઓમાં ક્રિકેટ રમવું અને એકેડેમીમાં પ્રવેશ મેળવવો તે સામાન્ય બનાવવા માટે કદાચ મારી ભૂમિકા હતી. જ્યારે મેં રમવાનું શરૂ કર્યું ત્યારે તે સામાન્ય ન હતું.”

મેં સામાન્ય મુસાફરીથી લઇને બિઝનલ ક્લાસની હવાઇ મુસાફરીની સફર જોઇ છેઃ મિતાલી

તેણે રિઝર્વ્ડ ટિકિટ વગરની મુસાફરીથી લઈને બિઝનસ ક્લાસમાં હવાઈ મુસાફરી સુધીની સફર જોઈ છે. BCCI પહેલા અને પછી મહિલા ક્રિકેટ વિશે પૂછવામાં આવતા મિતાલીએ કહ્યું, “બંનેનો પોત પોતાનો ચાર્મ છે. હું પહેલા તેનો ઘણો આનંદ લેતી હતી. તે સમયે ત્યાં કોઈ સુવિધાઓ ન હતી. પરંતુ અન્ય પાસાઓ હતા જેનો અમને ખરેખર આનંદ હતો. ’’

“BCCIની છત્રછાયામાં આવ્યા પછી, મહિલા ક્રિકેટમાં વ્યાવસાયિકતા આવી. સ્થિરતા, સુરક્ષા અને પ્રગતિ આવી. હવે રમત રમ્યા બાદ બધાં જ ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં જાય છે. મોટાભાગની છોકરીઓ ફોન પર હોય છે. હું એમ નથી કહેતી કે તે ખોટું છે પણ સમય બદલાઈ ગયો છે.”

સુકાની તરીકે મારૂ કામ હતું કે ટીમનુ વિઝન સ્પષ્ટ રાખવુંઃ મિતાલી

વર્લ્ડ કપ દરમિયાન ટીમમાં મતભેદોના અહેવાલો પર તેણે કહ્યું, “ટીમની રમતમાં મતભેદો રહે છે અને તે સ્વાભાવિક છે. દરેક વ્યક્તિ સારું રમવા માંગે છે પરંતુ દરેકનો અભિપ્રાય અલગ છે. સુકાની તરીકે મારું કામ છે કે હું ગુસ્સે થયા વગર ટીમનું વિઝન સ્પષ્ટ રાખવું.”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati