AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Cup Qualifiers: ભારતે એશિયન કપ ક્વોલિફાયરમાં કંબોડિયાને હરાવ્યું, સુનીલ છેત્રીના 2 ગોલ

Football : એશિયન કપ ક્વોલિફાયર (Asian Cup Qualifiers) માં ભારતે કંબોડિયાને 2-0થી હરાવ્યું. ભારત તરફથી બંને ગોલ કરિશ્માઈ સ્ટ્રાઈકર સુનીલ છેત્રી (Sunil Chhetri) એ કર્યા હતા. છેત્રીએ પ્રથમ ગોલ 14મી મિનિટે અને બીજો ગોલ 60મી મિનિટે કર્યો હતો. હવે 11 જૂને ભારત અફઘાનિસ્તાન સામે ટકરાશે.

Asian Cup Qualifiers: ભારતે એશિયન કપ ક્વોલિફાયરમાં કંબોડિયાને હરાવ્યું, સુનીલ છેત્રીના 2 ગોલ
Sunil Chhetri (PC: Indian Football)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2022 | 6:46 AM
Share

બુધવારે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે AFC એશિયન કપ ક્વોલિફાયર્સ (Asian Cup Qualifiers) ના ત્રીજા રાઉન્ડની મેચમાં ભારતીય ફુટબોલ ટીમ (Indian Football) એ નીચલા ક્રમાંકિત કંબોડિયાને 2-0 થી હરાવતાં પ્રભાવશાળી સ્ટ્રાઈકર સુનીલ છેત્રી (Sunil Chhetri) એ બે ગોલ કર્યા હતા. શનિવાર 11 જૂને ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડની ગ્રુપ-ડીની બીજી મેચમાં ભારતીય ફુટબોલ ટીમનો મુકાબલો હવે અફઘાનિસ્તાન ફુટબોલ ટીમ સામે થશે. હાલ ફુટબોલ રેન્કિંગમાં અફઘાનિસ્તાનનો ક્રમ 150 નો છે.

કંબોડિયા ટીમ સામેના 2 ગોલમાંથી સુનીલ છેત્રી (Sunil Chhetri) એ 81 ગોલ કર્યા છે. તેણે 14મી મિનિટે પેનલ્ટીથી બીજો ગોલ કર્યો અને પછી 60મી મિનિટે હેડરથી 106 માં ક્રમે રહેલી ભારતીય ટીમને જીત અપાવી. જો કે પોતાનાથી 65 સ્થાન નીટે 171 માં સ્થાને રહેલ કંબોડિયાની ટીમ પર મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે ભારતની ફુટબોલ ટીમ મેદાન પર ઉતરી હતી. પરંતુ માત્ર બે ગોલના તફાવતથી તેને હરાવી શકી હતી.

કંબોડિયા સંઘર્ષ કરતું રહ્યું

ભારત સામે રમાયેલી આ મેચમાં કંબોડિયાની ટીમ ખાસ કઇ કરી શકી ન હતી. ભારતે શરૂઆતથી જ દબાણ બનાવ્યું હતું. જો કે વિપક્ષી ટીમે ઘણી વખત વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે ભારતની મજબૂત સંરક્ષણ રેખાને ભેદી શકી ન હતી. ટીમ ઈન્ડિયા (Indian Football Team) ને આ મેચમાં શરૂઆતથી જ એક ધાર મળી હતી. મહત્વું છે કે વર્ષ 2022 માં ભારતીય ફૂટબોલ ટીમની આ પ્રથમ જીત છે.

આ જીતથી ખુશ છુંઃ સુનિલ છેત્રી

જીત બાદ ભારતીય સુકાની સુનીલ છેત્રી (Sunil Chhetri) એ કહ્યું, ‘સારુ લાગે છે કે અમે જીત્યા છીએ. અમે હજુ વધુ સારૂ પ્રદર્શન કરી શક્યા હોત. અમે આખો સમય અમારી લય જાળવી શક્યા નહીં. સંજોગોને કારણે મેચમાં બહાનું આપવા માંગતો નથી. પહેલી મેચ જીત્યા બાદ ત્રણ પોઈન્ટ મેળવતા સારું લાગે છે. પરંતુ અમે મેચમાં મોટાભાગની તકોનો ફાયદો ઉઠાવ્યો ન હતો. એકંદરે જીતથી ખુશ.’

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">