બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ખોટું બોલે છે? એશિયન ચેમ્પિયન રેસલરે બ્રિજ ભૂષણને સાથ આપ્યો

દિવ્યા કાકરાને (Divya Kakran) WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે, કોઈ છોકરી સાથે કંઈ ખોટું કર્યું નથી. વિનેશ ફોગાટે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ખોટું બોલે છે? એશિયન ચેમ્પિયન રેસલરે બ્રિજ ભૂષણને સાથ આપ્યો
એશિયન ચેમ્પિયન રેસલરે બ્રિજ ભૂષણને સાથ આપ્યોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 4:24 PM

દેશ માટે લડતા કુસ્તીબાજો હવે પોતાના જ અધિકારીઓ સાથે લડતા જોવા મળે છે. ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયા છે. દેશની મોટી રેસલર વિનેશ ફોગાટે તો તેના પર યૌન શોષણ જેવા ગંભીર આરોપો પણ લગાવ્યા છે. બીજી તરફ ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ સમગ્ર મેનેજમેન્ટમાં ફેરફારની માગ કરી છે. આ જ કારણ છે કે કુસ્તીબાજોનું એક મોટું જૂથ હાલમાં દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહ્યું છે.

પરંતુ એક કુસ્તીબાજ એવો પણ છે જે આ સમયે બ્રિજ ભૂષણ સાથે ઉભો રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપની ગોલ્ડ મેડલિસ્ટ દિવ્યા કકરાન  જેણે બ્રિજ ભૂષણ પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.

કોઈ છોકરી સાથે કંઈ ખોટું થયું નથી

દિવ્યા કકરાને એક વીડિયો જાહેર કરતા વિનેશ ફોગાટના તમામ આરોપોને ફગાવી દીધા હતા. બ્રિજ ભૂષણનો બચાવ કરતાં તેણે કહ્યું કે, હું 2013થી કેમ્પમાં જઈ રહી છું. હું છેલ્લા 10 વર્ષથી જોઈ રહી છું. મારી સાથે કે અન્ય કોઈ છોકરી સાથે કંઈ ખોટું થયું નથી. તેના બદલે જેઓ અન્ય રાજ્યોમાંથી આવે છે, બ્રિજ ભૂષણ તેમના પર ધ્યાન આપે છે. તેઓ વારંવાર ટ્રાયલ કરાવે છે જેથી કરીને કોઈ ભેદભાવ ન થાય.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બ્રિજ ભૂષણના આગમનથી સુવિધાઓમાં સુધારો થયો છે

દિવ્યા કકરાને કહ્યું કે, બ્રિજ ભૂષણના આગમનથી કુસ્તીને જ ફાયદો થયો છે. કાકરાને કહ્યું, પીએમ મોદીએ પણ સરના વખાણ કર્યા છે. અગાઉ જ્યારે અમે વિદેશ જતા હતા ત્યારે અમને કોઈ સુવિધા મળતી નહોતી. 2012માં જ્યારે હું મંગોલિયા ગઈ હતી ત્યારે ત્યાં ન તો કીટ હતી કે ન તો ખાવાનું સારું હતું. અમને કહેવામાં આવ્યું હતું કે ફેડરેશને પૈસા આપ્યા નથી. હવે 2017થી અમારી સાથે ટાટા જેવી મોટી કંપની જોડાયેલી છે. બ્રિજ ભૂષણ મોટી કંપનીને લઈને આવે છે અને કિટ અને કેમ્પ પર વધુ પૈસા ખર્ચા થાય છે.

બ્રીજ ભૂષણ પાસેથી જવાબ માંગ્યો

દિવ્યા કાકરાને કહ્યું કે, આજે એ જ રેસલર્સ તેના પર આરોપ લગાવી રહ્યા છે જે 2 મહિના પહેલા ટ્વિટ કરીને તેના વખાણ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે રમત મંત્રાલયે આ મામલે બ્રિજ ભૂષણનો જવાબ મંગાવ્યો છે. તેમને 72 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">