આર્જેન્ટીનાની ચલણી નોટ પર હશે મેસ્સીનો ફોટો, વર્લ્ડ કપ જીત બાદ સરકારનો પ્લાન!

|

Dec 22, 2022 | 3:34 PM

એવા અહેવાલો છે કે, આર્જેન્ટિનાની સરકાર ત્યાંની ચલણી નોટ પર મેસ્સીનો ફોટો લગાવવાનું વિચારી રહી છે. વર્લ્ડ કપમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવશે.

આર્જેન્ટીનાની ચલણી નોટ પર હશે મેસ્સીનો ફોટો, વર્લ્ડ કપ જીત બાદ સરકારનો પ્લાન!
આર્જેન્ટીનાની નોટ પર હશે મેસ્સીનો ફોટો
Image Credit source: Twitter

Follow us on

આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યા બાદ લિયોનેલ મેસીની લોકપ્રિયતામાં વધુ વધારો થયો છે. વિશ્વભરના ફૂટબોલ પ્રેમીઓમાં ક્રેઝ છે. વર્લ્ડ કપ ટ્રોફી સાથે આર્જેન્ટીના પહોંચતા તેનું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું તે આપણે બધાએ જોયું છે. કેવી રીતે લાખો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. આટલું જ નહીં, મેસ્સી તેના વતન પહોંચ્યા બાદ પણ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે જે સમાચાર આવી રહ્યા છે તે આ બધાથી અલગ છે. એવા અહેવાલો છે કે, આર્જેન્ટિનાની સરકાર ત્યાંની ચલણી નોટ પર મેસ્સીનો ફોટો લગાવવાના મૂડમાં છે.

જો આર્જેન્ટિનાની સરકાર પોતાનો વિચાર રજુ કર્યો છે અને મેસ્સીનો ફોટો બેંકનોટમાં છાપવામાં આવે છે તો, પ્રથમ વખત હશે કે, જ્યારે વર્લ્ડકપ જીત્યા બાદ કોઈ ખેલાડીનો ફોટો તેના દેશની કરન્સીમાં સ્થાન મળ્યું હોય. વર્લ્ડકપની ખુશીમાં દેશનું સૌથી મોટું સન્માન કે પછી મોટું ઈનામ મળતા તો જોયું હશે પરંતુ આ પ્રકારનું ઈનામ પ્રથમ વખત જોવા મળશે.

વર્લ્ડકપની સફળતા બાદ વિચાર-વિમર્શ શરુ

જો કે આ બાબત હજુ વિચારણા હેઠળ છે. પરંતુ, આ અંગે આર્જેન્ટિનાના સરકારી વિભાગમાં હંગામો પણ જોવા મળી રહ્યો છે. અહેવાલ છે કે ત્યાંની સરકાર અને ખાસ કરીને જે નાણાકીય બાબતોનું ધ્યાન રાખે છે, તેણે વર્લ્ડ કપમાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વિચારવાનું શરૂ કર્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

આર્જેન્ટિનાએ ત્રીજી વખત જીત્યો ફિફા વર્લ્ડકપ

ફિફા વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટિનાએ ફાન્સને હરાવી ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેમણે 1978 અને 1986માં જીત્યો હતો. એટલે કે, મેસ્સીનો આ પ્રથમ વર્લ્ડકપ ખિતાબ છે. આમ તો દુનિયાભરમાં ટ્રોફી જીતી ચુકેલો મેસ્સીના કેબિનેટમાં માત્ર આ એક ટ્રોફી ન હતી. હવે તેની પાસે ફુટબોલની દરેક ટ્રોફી છે અને આર્જેન્ટિના સરકાર જેવું વિચારી રહી છે જો આમ થયું તો મેસ્સીની આ જીતમાં ખુબ મોટો વધારો થશે.

ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાને લગભગ 347 કરોડ રુપિયા મળ્યા છે. જ્યારે ફિફા વર્લ્ડકપ 2022ની રનર અપ ટીમ ફ્રાન્સને લગભગ 247 કરોડ રુપિયા અને દરેક ખેલાડીને સ્લિવર મેડલ મળ્યો છે.કતારના લુસેલ સ્ટેડિયમમાં ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ફ્રાન્સ સામે આર્જેન્ટિનાની ટીમે રોમાંચક જીત મેળવી હતી.

 

Next Article