વિનેશ ફોગાટ માટે પેરિસ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું. ફાઈનલમાં પહોંચીને તેને મેડલની ખાતરી હતી. જોકે ફાઈનલ પહેલા વિનેશનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું અને તેને ગેરલાયક ઠેરવવામાં આવી. પરિણામી તે મેડલ જીતી ન શકી. CASમાં તેની અરજી ફગાવી દેવામાં આવી. છતાં વિનેશ ખુશ છે, કારણ કે આ દુ:ખની વચ્ચે તેને પેરિસમાં કંઈક એવું મળ્યું, જેની તે જીવનભર ઉજવણી કરતી રહેશે.
પેરિસ ઓલિમ્પિકમાં નિરાશા બાદ વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે સવારે 10 વાગ્યે ભારત પરત ફરી રહી છે. ભારતમાં તેના ભવ્ય સ્વાગત માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. પેરિસમાં મેડલ ગુમાવ્યા બાદ ભારતીય કુસ્તીબાજો દેશ પરત ફરી રહ્યા છે. જોકે, ખાલી હાથે પરત ફરવા છતાં વિનેશ ઉદાસ નથી. તેનું કારણ ક્વાર્ટર ફાઈનલ મેચમાં વિશ્વના નંબર 1 રેસલર યુઈ સુસાકી સામેની જીત છે.
વિનેશના કોચ વૂલર અકોસે ખુલાસો કર્યો છે કે મેડલ ન મળવા છતાં તે ખુશ છે. તેમણે કહ્યું કે “વિનેશે નિરાશ ન થવું જોઈએ. વિનેશે વિશ્વના શ્રેષ્ઠ કુસ્તીબાજને હરાવ્યા છે. તેણે મોટું લક્ષ્ય હાંસલ કર્યું છે. વિનેશે સાબિત કર્યું છે કે તે શ્રેષ્ઠ કુસ્તીબાજોમાંનો એક છે. અમારો ગેમ પ્લાન કામ કરી ગયો છે. મેડલ માત્ર એક વસ્તુ છે, પ્રદર્શન મહત્વનું છે. આના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે વિનેશને પેરિસમાં એવી ખુશી મળી છે, જે તે ક્યારેય ભૂલી શકશે નહીં.
વિનેશ ફોગટના ભવ્ય સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે. રેસલર બજરંગ પુનિયાએ આ જાણકારી આપી છે. પુનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ દ્વારકા એક્સપ્રેસથી વિનેશના ગામ એટલે કે હરિયાણાના ચરખી દાદરીના બલાલી ગામ સુધી રોડ શો કરવામાં આવશે.
વિનેશના સ્વાગત કાર્યક્રમ માટે રૂટ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. વિનેશ ફોગટના ગામ બલાલીના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પણ સન્માન સમારોહ યોજાશે. આ માટે ખાપ પંચાયતો અને નજીકના ગ્રામજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, આ સમય દરમિયાન, ફંક્શનમાં ભાગ લેનારા લોકોને દેશી ઘીની વાનગીઓ પીરસવામાં આવશે.
આ પણ વાંચો: IPLમાં ધોની માટે BCCI લાવશે આ નિયમ, મેગા ઓક્શન પહેલા CSKને મળશે સારા સમાચાર