મેચ હાર્યા બાદ ઓલિમ્પિક ચેમ્પિયન એલેક્ઝેંડર જ્વેરેવે ગુસ્સામાં અમ્પાયરની ખુરશી પર રેકેટથી કર્યો હુમલો

|

Feb 23, 2022 | 9:15 PM

બુધવારે રમાયેલી આ મેચમાં એલેક્ઝેંડર જ્વેરેવ અને માર્સેલો મેલોની જોડીને 2-6, 6-4, 6-10થી હાર મળી, ત્યારબાદ જ્વેરેવ ગુસ્સે થતા પોતાના પરનો કાબુ ગુમાવ્યો.

મેચ હાર્યા બાદ ઓલિમ્પિક ચેમ્પિયન એલેક્ઝેંડર જ્વેરેવે ગુસ્સામાં અમ્પાયરની ખુરશી પર રેકેટથી કર્યો હુમલો
Alexander Zverev (PC: Twitte)

Follow us on

હાલ મેક્સિકન ઓપન ATP 500 ટુર્નામેન્ટ રમાઈ રહી છે. જેમાં વિશ્વના નંબર-3 ટેનિસ ખેલાડી એલેક્ઝેંડર જ્વેરેવ (Alexander Zverev) એ ડબલ્સ ઈવેન્ટમાં મેચમાં હાર બાદ પોતાના પરનો કાબુ ગુમાવી દીધો હતો. ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન જર્મનીના આ ખેલાડીને ગુસ્સો સાતમા આસમાન પર પહોંચી ગયો હતો અને તેણે પોતાના ગુસ્સાનો શિકાર અમ્પાયરને બનાવ્યો હતો. તેણે ગુસ્સામાં અમ્પાયરની ખુરશી પર ટેનિસ રેકેટ ફેક્યું હતું. તેના વિરૂદ્ધ કાર્યવાહી કરતા જ્વેરેવને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

આ મેચ બુધવારે 23 ફેબ્રુઆરીના રોજ રમાય હતી. ટુર્નામેન્ટમાં ડબલ્સની ઈવેન્ટમાં એલેક્ઝેંડર જ્વેરેવના જોડીદાર બ્રાઝીલના માર્સેલો મેલો (Marcelo Melo) હતા. તેની મેચ લોયડ ગ્લાસપુલ (Lloyd Glasspool) અને હૈરી હેલિઓવારસ (Harri Heliovaara) સામે હતી. લોયડ બ્રિટન અને હૈરી ફિનલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જ્વેરેવ અને મેલો આ રીતે ત્રણ સેટમાં મેચ હાર્યા

મેચમાં એલેક્ઝેંડર જ્વેરેવ અને માર્સેલો મેલોની જોડીની શરૂઆત સારી રહી ન હતી. પહેલો સેટ 2-6થી હારી ગયા હતા. જોકે આ જોડીએ ત્યારબાદ શાનદાર વાપસી કરી હતી અને બીજો સેટ 6-4થી જીતી લીધો હતો. ત્યારબાદ ત્રીજા સેટમાં તેણે ફરી 6-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ત્રણ સેટ ચાલેલ આ મેચને 2-6, 6-4, 6-10થી ગુમાવી દેવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ જ્વેરેવનો ગુસ્સો સાતમાં આસમાવે ચડી ગયો હતો અને તેણે પોતાના પરનો કાબુ ગુમાવી દીધો હતો.

આ રીતે તેણે અમ્પાયરની ખુરશી પર રેકેટ માર્યું

આ પુરી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મેચ પુરી થયા બાદ જ્વેરેવ પોતાની જગ્યા તરફ જતો હોય છે ત્યારે તે અમ્પાયર પાસેની ખુરશી તરફ પહોંચે છે અને તેના રેકેટથી હુમલો કરે છે. ત્રણ વાર ખુરશી પર જોરદાર હુમલો કર્યા બાદ જ્વેરેવ પોતાની જગ્યા પર બેસી જાય છે. ત્યારબાદ થોડીવાર પછી ફરીથી પોતાની જગ્યા પરથી ઉભો થાય છે અને ફરીથી અમ્પાયરની ખુરશી પર રેકેટથી હુમલો કરે છે. આ ઘટના બાદ અમ્પાયર કઈ પણ કર્યા વગર પોતાની ખુરશી પરથી ઉતરીને જતો રહે છે.

આ પણ વાંચો : ધોની બાદ હવે વિરાટ કોહલીની બોલબાલા, ટ્વિટર પર GOAT હેશટેગમાં આ દિગ્ગજોની લિસ્ટમાં જોડાયો

આ પણ વાંચો : IPL 2022: 29 મેના રોજ રમાઈ શકે છે લીગની ફાઈનલ મેચ, જાણો ક્યારથી શરૂ થશે મેચ

Next Article