National Games 2022 : સાબરમતી રિવરફન્ટ ખાતે ટેનિસની સાથે કેનોઈંગની પણ ટક્કર જોવા મળશે

ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games )ની વિવિધ 36 જેટલી ઈવેન્ટમાં અલગ-અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ખેલાડીઓ શાનદાર પર્ફોમન્સ આપી રહ્યા છે. ત્યારે આજે પણ અનેક ઈવેન્ટમાં મેડલ દાવ પર છે

National Games 2022 : સાબરમતી રિવરફન્ટ ખાતે ટેનિસની સાથે કેનોઈંગની પણ ટક્કર જોવા મળશે
ગુજરાતના નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 43 મેડલ Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2022 | 9:49 AM

National Games 2022 : ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સ (National Games 2022)નું આયોજન 6 શહેરોમાં કરવામાં આવ્યું હતુ. ત્યારે હવે નેશનલ ગેમ્સ પુરી થવાને માત્ર એક દિવસનો સમય વધ્યો છે અને હજુ પણ અનેક રમતોમાં મેડલ દાવ પર છે. તો આજના શેડ્યુલની વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરના સંસ્કાર ધામ ખાતે મલખમની ઈવેન્ટ રમાશે. કેરલા અને વેસ્ટ બંગાળની ફુટબોલની ફાઈનલ ટક્કર જોવા મળશે. યોગાસનની ઈવેન્ટ પણ મહિલા અને પુરુષ વર્ગમાં ટક્કર થશે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર કનોંઈગમાં મહિલા અને પુરુષ વર્ગની ફાઈનલ ટક્કર જોવામ ળશે. આ ઈવેન્ટ સવારના 10 30થી શરુ થશે. સાબરમતી રિવરફન્ટ ખાતે સોફ્ટ ટેનિસની ઈવેન્ટ રમાશે જેમાં મિક્સ ડબલ્સની સ્પર્ધા પણ રમાશે.

બોકિંસગમાં મહિલા ઈવેન્ટનો દબદબો

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બોકિંસગમાં મહિલા ઈવેન્ટનો દબદબો જોવા મળશે આ સાથે પુરષ વર્ગમાં પણ ઈવેન્ટ રમાશે. મહાત્મા મંદિર એક્ઝિબિશન હોલ ખાતે જુડો તેમજ વુશુ રમાશે. તો ભાવનગર શહેરમાં વૉલીબોલની ઈવેન્ટ રમાશે. ગાંધીનગરના આઈઆઈટી ખાતે ટ્રાથલોન અને સોફ્ટ બોલમાં ફાઈનલ મેચ રમાશે. રાજકોટ શહેરમાં ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે હોકીની ફાઈનલ ટક્કર હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ અને કર્ણાટક વચ્ચે જોવા મળશે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

ગુજરાતે સોમવારના રોજ નેશનલ ગેમ્સ (National Games 2022)માં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા. સોફ્ટ ટેનિસમાં મહિલા એકલ વર્ગમાં ગુજરાતની હેતવી ચૌધરીએ તો પુરૂષ વર્ગમાં અનિકેત ચિરાગ પટેલે જીત્યો બ્રોન્ઝ મેડલ. મલખંભમાં ગુજરાતના શૌર્યજીત ખૈરે જીત્યો બ્રોન્ઝ મેડલ.

ગુજરાતના નેશનલ ગેમ્સમાં અત્યાર સુધી કુલ 43 મેડલ

36 મી નેશનલ ગેમ્સનું આયોજન ગુજરાત ખાતે થઇ રહ્યું છે. જેમાં વિવિધ રમતોનું આયોજન ગુજરાતના 6 મુખ્ય શહેર અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભાવનગર, રાજકોટ અને વડોદરા ખાતે થઇ રહ્યું છે. નેશનલ ગેમ્સ 2022 (National Games 2022)માં ગુજરાતનો મેડલ આંક 43 પર પહોંચી ગયો છે. જેમાં કુલ 13 ગોલ્ડ મેડલ 12 સિલ્વર મેડલ અને 17 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ આંક 43 પર પહોંચ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">