કોરોના વાઈરસને લઈને એક માસ માટે ટોક્યોમાં ઈમરજન્સી લાગૂ, ઓલમ્પિક પર આફત!

|

Jan 09, 2021 | 9:58 AM

કોરોના વાઈરસ (Corona virus)ને લઈને એક વર્ષ માટે મોકૂફ કરવામાં આવેલા ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) પર ફરી એકવાર કોરોનાની આફત મંડરાઈ છે.

કોરોના વાઈરસને લઈને એક માસ માટે ટોક્યોમાં ઈમરજન્સી લાગૂ, ઓલમ્પિક પર આફત!
Tokyo Olympics 2021

Follow us on

કોરોના વાઈરસ (Corona virus)ને લઈને એક વર્ષ માટે મોકૂફ કરવામાં આવેલા ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) પર ફરી એકવાર કોરોનાની આફત મંડરાઈ છે. ટોક્યોમાં હાલમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યુ છે. જેને લઈને જાપાન (Japan)ના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા (PM Yoshihide Suga)એ આપાતકાળ (Emergency) એલાન કરી દીધો છે. ટોક્યો ઓલમ્પિકના છ મહિના પહેલા જ લગાવવામાં આવેલા આપાતકાળને લઈને ટોકિયો ઓલમ્પિકના આયોજન પર ફરી એકવાર સંભાવનાઓ પર સવાલો ઉભા કર્યા છે. ટોકિયોમાં આ વર્ષે 23 જુલાઈથી ઓલમ્પિક રમતોનું આયોજન શરુ થનારુ છે. જે ઓગષ્ટ 8 સુધી ચાલનાર છે.

 

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

હાલમાં મળતી તાજા જાણકારી મુજબ ટોક્યોમાં ગુરુવાર 7 જાન્યુઆરીએ કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવ્યા છે. દેશની રાજધાનીમાં તાજેતરના દિવસોમાં 1,500થી વધુ કેસ પ્રતિદીનના ધોરણે આવી રહ્યા છે. જોકે ગુરુવારે 2,447 નવા કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષે કોરોના મહામારીની શરુઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા દ્વારા ટોક્યો સહિત 4 શહેરોમાં આપાતકાળનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. જે એક મહિના સુધી જારી રહેશે. એટલે કે આગામી માસની 7મી ફેબ્રુઆરી માસ સુધી અમલમાં રહેશે. આમ તો આ પ્રકારની સ્થિતી ગત વર્ષે એપ્રિલમાં લગાવવામાં આવી હતી, જોકે તે હાલમાં તેટલુ સખ્ત નહીં હોય.

 

 

અહેવાલ મુજબ વર્તમાન આપાતકાળ હેઠળ પ્રભાવિત વિસ્તારોમાં રહેનારા લોકો રાત્રીના આઠ વાગ્યા બાદ પોતાના ઘરેથી બહાર નહીં નિકળી શકે. જ્યારે રેસ્ટોરન્ટ, કેફે અને શરાબ વેચનારા પબ પણ રાત્રીના આઠ વાગ્યે બંધ થઈ જશે. જોકે શાળાઓ ખુલ્લી રહેશે. પરંતુ જીમ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર સહિત અન્ય સુવિધાઓ કેટલાક કલાકો સુધી જ ખુલ્લી રાખવાની મંજૂરી મળી શકશે. કારણ કે હાલમાં ટોક્યોમાં હાલમાં ના માત્ર કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ સાથે જ કોરોનાનો નવો સ્ટ્રેન પણ સામે આવવા લાગ્યો છે. જોકે આ દરમ્યાન તાજેતરમાં પ્રધાનમંત્રી સુગાએ ભરોસો આપ્યો હતો કે ટોકિયો ઓલમ્પિક અને પેરાલિંપિક રમતો તેના નિયત સમાયાનુસાર જ અને પુરી રીતે સુરક્ષિત વાતાવરણમાં આયોજીત કરવામાં આવશે.

 

 

ટોક્યો ઓલમ્પિકનું આયોજન આમ તો ગત વર્ષે જુલાઈ 2020માં નક્કી કરવામાં આવેલુ હતુ. પરંતુ દુનિયાભરમાં કોરોના વાઈરસની વધતી અસરને ધ્યાને રાખીને તેને સ્થગિત કરી દેવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. માર્ચ 2020ના અંતિમ સપ્તાહ દરમ્યાન જ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટી અને જાપાન સરકાર દ્વારા મળીને એક વર્ષ માટે મોકુફની ઘોષણા કરવામાં આવી હતી. આમ ત્યારબાદ તેને 23 જૂલાઈ 2021થી આયોજીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જ્યારે પેરાલિંપિકનું આયોજન 24 ઓગષ્ટથી 5 સપ્ટેમ્બર દરમ્યાન કરવાનો નિર્ણય કર્યો હતો.

 

આ પણ વાંચો: PM મોદીએ દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી અભિપ્રાય મેળવ્યા, જાણો ક્યાં મુદ્દાઓ ઉપર ભાર મુકાયો

Next Article