AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nicholas Pooran: અબુધાબીમાં જાણે તોફાન સર્જી દીધુ, 26 બોલમાં 89 રન, 12 છગ્ગા ફટકાર્યા

નિકોલસ પૂરને (Nicholas Pooran) અબુધાબીમા ચાલી રહેલી T10 લીગમાં તોફાન સર્જી દીધુ હતુ. નોર્ધન વોરિયર્સ (Northern Warriors) ની કેપ્ટનશીપ કરતા તેણે 26 બોલમાં 89 રન ની ઇનીંગ રમી હતી. આ પારીમાં તેણે ફક્ત ત્રણ જ ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે 12 છગ્ગા લગાવ્યા હતા.

Nicholas Pooran: અબુધાબીમાં જાણે તોફાન સર્જી દીધુ, 26 બોલમાં 89 રન, 12 છગ્ગા ફટકાર્યા
પૂરનનો સ્કોર 18 બોલમાં 56 રન થી 24 બોલમાં સીધો 88 રન થઇ ગયો હતો.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 02, 2021 | 9:54 AM
Share

નિકોલસ પૂરને (Nicholas Pooran) અબુધાબીમા ચાલી રહેલી T10 લીગમાં તોફાન સર્જી દીધુ હતુ. નોર્ધન વોરિયર્સ (Northern Warriors) ની કેપ્ટનશીપ કરતા તેણે 26 બોલમાં 89 રન ની ઇનીંગ રમી હતી. આ પારીમાં તેણે ફક્ત ત્રણ જ ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે 12 છગ્ગા લગાવ્યા હતા. પૂરનની ધુંઆધાર બેટીંગના કારણે વોરિયર્સ એ બાંગ્લા ટાઇગર્સ (Bangla Tigers) ની સામે ચાર વિકેટ પર 162 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જે T10 ક્રિકેટનો સૌથી મોટો બીજો સ્કોર છે. બાંગ્લાં ટાઇગર્સના જોર્ડ ગાર્ટને તેની બે ઓવરમાં જ 48 રન લુટાવ્યા હતા.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા માટે મેદાનમાં આવેલી વોરિયર્સની પારીની હાઇલાઇટ નિકોલસ પૂરનની કેપ્ટનશીપ પારી રહી હતી. ઓપનર વાસિમ મહંમદના આઉટ થવા બાદ તે ક્રિઝ પર આવ્યો હતો. તેણે તેના ચોથા બોલે પ્રથમ છગ્ગો લગાવ્યો હતો. પરંતુ પારીની ચોથી ઓવરમાં કૈસ અહમદના બોલ પર ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો લગાવીને ઓવરમાં 23 રન કરી લીધા હતા. ત્યાર બાદ મહંમદ ઇરફાનની બોલીંગ પર તેણે લગાતાર ત્રણ છગ્ગા લાગી દીધા હતા. મુજીબ ઉર રહેમાનની ઓવર દરમ્યાન છગ્ગા સાથે 17 બોલમાં અર્ધ શતક પુરુ કર્યુ હતુ.

નોર્ધનની ટીમની આઠમી ઓવરમાં જોર્ડ ગાર્ટનની બોલીંગ માં તો જાણે કે રીતસરની આતશબાજી કરી દીધી હચી. પુરને ચોગ્ગા અને છગ્ગાની રમત થી ઓવરમાં 32 રન કર્યા હતા. જેમાં પ્રથમ અને અંતિમ બોલમાં ચોગ્ગા અને વચ્ચેના ચાર બોલમાં ચાર છગ્ગા લગાવી દીધા હતા. આમ પૂરનનો સ્કોર 18 બોલમાં 56 રન થી 24 બોલમાં સીધો 88 રન થઇ ગયો હતો. પૂરન શતક થી બસ બે છગ્ગા દુર રહી હતો. તે નવમી ઓવરમાં કરિમ જનતની ઓવરમાં મોટા શોટ ને રમવા જતા આંદ્રે ફ્લેચરના હાથે કેચ આઉટ થયો હતો. આમ 26 બોલમાં 89 રન પર તે પેવિલીયન પરત ફર્યો હતો.

https://twitter.com/T10League/status/1356137316419571712?s=20

પૂરને પોતાની રમત દરમ્યાન 12 છગ્ગા લગાવ્યા હતા. આ ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર લગાવવાના પોતાના જ રેકોર્ડને પોતે જ તોડી દીધો હતો. આ પહેલા તેણે વર્ષ 2018માં 10 છગ્ગા લગાવ્યા હતા. જ્યારે આ ફોર્મેટમાં સૌથી વધારે રન નો રેકોર્ડ ક્રિસ લીનના નામે છે. તેણે 2019માં અણનમ 91 રન બનાવ્યા હતા. નિકોલસ પૂરન તે રેકોર્ડ તોડવા થી સહેજ માટે ચૂકી ગયો હતો.

https://twitter.com/T10League/status/1355900047339171841?s=20

g clip-path="url(#clip0_868_265)">