T-20 લીગઃ CSK માટે રાહતના સમાચાર, બે સ્ટાર ખેલાડી હૈદરાબાદ સામે રમશે

|

Sep 30, 2020 | 4:45 PM

ભારતીય ટી20ની લીગ મેચમાં સૌથી વધુ આઠ વાર ફાઈનલ રમનાર, ચેન્નાઈ સુપર કિગ્સ માટે સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે સ્ટાર ખેલાડીઓ આગામી મેચ રમી શકશે. મહેન્દ્રસિંહ ધોનની આગેવાનીની, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલ ટી20 લીગ મેચના, પોઈન્ટ ટેબલમાં તળીયે છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સે ત્રણ મેચ રમી છે. જેમાં બે મેચ હાર્યુ […]

T-20 લીગઃ CSK માટે રાહતના સમાચાર, બે સ્ટાર ખેલાડી હૈદરાબાદ સામે રમશે

Follow us on

ભારતીય ટી20ની લીગ મેચમાં સૌથી વધુ આઠ વાર ફાઈનલ રમનાર, ચેન્નાઈ સુપર કિગ્સ માટે સારા સમાચાર છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે સ્ટાર ખેલાડીઓ આગામી મેચ રમી શકશે. મહેન્દ્રસિંહ ધોનની આગેવાનીની, ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હાલ ટી20 લીગ મેચના, પોઈન્ટ ટેબલમાં તળીયે છે. વર્તમાન સિઝનમાં ચેન્નાઈ સુપર કિગ્સે ત્રણ મેચ રમી છે. જેમાં બે મેચ હાર્યુ છે. અને એક મેચ જીત્યુ છે. પણ હવે એવુ માનવામા આવી રહ્યુ છે કે, હવે સીએસકેના સંધર્ષના દિવસો પૂરા થઈ ગયા છે. ચેન્નાઈ સુપર કિગ્સના બે ખેલાડીઓ પરત ફરી રહ્યા છે.

ચેન્નાઇની પહેલી મેચમાં જ જે ખેલાડીએ ટીમને, મુંબઇ ઇન્ડીયનના વિરુદ્ધ જીત મેળવવામાં, મહત્વની ભુમીકા નિભાવી હતી, તે પણ હવે આગામી મેચમાં પરત ફરશે. આ એ જ ખેલાડી છે કે જેણે વિશ્વકપ ૨૦૧૯ દરમ્યાન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા વાળા અંબાતી રાયડુ હતો. પ્રથમ મેચમાં જ અંબાતી રાયડુએ 48 બોલમાં 71 રનની પારી રમી હતી, જેને લઇને તેને મેન ઓફ ધ મેચનો પુરસ્કાર પણ મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જો કે ત્યાર બાદ રાયડુની માંસપેશી ખેંચાઇ જવાને લઇને, તે ચેન્નાઇની બે મેચ રમી શક્યો નહોતો. પરંતુ હવે તે ટીમમાં ચોથા ક્રમાંક પર, રમવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ચૈન્નાઇ તેની આગળની મેચ બીજી ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે.

સીએસકેના સીઇઓ કેએસ વિશ્વનાથને કહ્યુ છે કે રાયડુને હવે નેટ પ્રેકટીશ દરમ્યાન દોડવામાં કોઇજ પ્રકારની સમસ્યા જણાતી નથી. સાથે જ ટીમ માટે બીજા પણ સારા સમાચાર એ છે કે ઓલરાઉન્ડર ડ્રેન બ્રાવો પણ તેની ઇજાથી હવે સ્વસ્થ થઇ ચુક્યો છે, આગળની મેચમાં મેદાન પર તે હવે રમવા માટે તૈયાર છે. અંબાતી રાયડુ ટીમના મધ્યમક્રમને મજબુત રાખવા મહત્વનો મદદરુપ છે. તો વળી વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્રેન બ્રાવો ટીમને બોલીંગ અને નિચલા ક્રમની બેટીંગ એમ બંને તરફ થી સંતુલન કરતી રામત દાખવે છે.

અંબાતી રાયડુ એ વર્ષ 2019ના વિશ્વકપમાં પસંદ કરેલી ટીમમાં સમાવેશ નહોતો કરાયો. જેને લઇને નારાજ થઇને રાયડુએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ થી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, ત્યારે તેના આ પગલા થી ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઇ હતી. જોકે બાદમાં તેણે પોતાની જાહેરાત પરત ખેંચી હતી.

આ પણ વાંચોઃકોરોનાની કોલર ટ્યુનથી કંટાળીને, ટેલિફોન સલાહકાર સમિતિના સભ્યે, પ્રસારણ મંત્રાલયને લખી કાઢ્યો પત્ર, હવે બંધ કરો આ ટ્યુન

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article