Neeraj chopra : ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ કર્યો ખુલાસો, ફાઇનલ બાદ પાકિસ્તાની ખેલાડીને કહ્યું..

|

Aug 12, 2021 | 3:29 PM

નીરજ ચોપરાને આદર્શ માનનારો પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે ફાઇનલમાં 5 માં સ્થાને રહ્યો હતો.

Neeraj chopra : ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ કર્યો ખુલાસો, ફાઇનલ બાદ પાકિસ્તાની ખેલાડીને કહ્યું..
ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપરાએ ખુલાસો કર્યો

Follow us on

neeraj chopra : ભારતના ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરા (neeraj chopra)એ ટોક્યો ઓલિમ્પિક (TokyOlympics)2020માં ઇતિહાસ રચ્યો હતો  જ્યારે તે એથલેટિક્સ (Athletics)માં ગોલ્ડ મેડલ જીતનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યો હતો. જો કે, તેના 100 વર્ષથી વધુના ઈતિહાસમાં ભારતે એથ્લેટિક્સમાં કોઈ મેડલ જીત્યો નથી.

નીરજ ચોપરા (neeraj chopra)એ પુરુષોની ભાલા ફેંકની ફાઇનલ જીતીને પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું અને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજને આદર્શ માનનારો પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમ ફાઇનલમાં 5 માં સ્થાને રહ્યો હતો.

નીરજ ચોપરા અને અરશદ નદીમ બંનેએ સાથે ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત કરી અને પોતપોતાના ગ્રુપમાં ટોપ રહ્યા હતા. ચોપરાએ 86.65 મીટરના થ્રો સાથે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેના ગ્રૂપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, જ્યારે નદીમે 85.16 મીટરના થ્રો સાથે ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ફાઇનલમાં નીરજ ચોપરા (neeraj chopra)એ 87.58 મીટરની શ્રેષ્ઠ થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે પાકિસ્તાની જેવેલિન સ્ટાર 84.62 મીટરના થ્રો સાથે 5 માં સ્થાને રહ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં નીરજ ચોપરાએ ખુલાસો કર્યો હતો કે, નદીમને ફાઇનલમાં જોઈને તે ખુશ છે. તેમણે કહ્યું કે, એશિયન જેવેલિન થ્રો રમત માટે આ એક સારો સંકેત છે, જે પરંપરાગત રીતે યુરોપિયન લોકોનું વર્ચસ્વ રહ્યું છે.તો નીરજ ચોપરાએ નદીમને આગમી વખતે મેડલ માટે સખત મહેનત કરવાનું કહ્યું છે.

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારતને ગોલ્ડ જીતનાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (neeraj chopra)વિશ્વ એથ્લેટિક્સ રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. 23 વર્ષના નીરજના 1315 પોઇન્ટ છે. જવેલિન થ્રોમાં જર્મનીનો જોહાન્સ વેટર (1396) ટોચ પર છે. પોલેન્ડના માર્સીન ક્રુકોવસ્કી ત્રીજા નંબર પર ચેક રિપબ્લિકના જેકોબ વાડલેજ ચોથા નંબર જર્મનીના જુલિયન વેબર પાંચમા ક્રમે છે.

નીરજ ચોપરાએ ટોક્યો ગેમમાં 87.58 મીટરના થ્રો સાથે દેશને એથ્લેટિક્સ (Athletics)માં પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવ્યો હતો. ઓલિમ્પિક  (Olympics)માં વ્યક્તિગત ગોલ્ડ જીતનાર તે માત્ર બીજો ભારતીય ખેલાડી છે.

આ પણ વાંચો : Troll : મીરાબાઈ ચાનુ સાથે મુલાકાત કર્યા બાદ સલમાન ખાન ટ્રોલ થયો, યુઝરે કહ્યું ‘શેતાન પાછળ હરણ, હરણ પાછળ શેતાન

Next Article