AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naman Ojha Retirement: યુવા ક્રિકેટર નમન ઓઝાએ ભીની આંખે ક્રિકેટને કહ્યું અલવિદા, જુઓ VIDEO

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 15, 2021 | 9:37 PM
Share

ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન Naman Ojhaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

Naman Ojha Retirement:  ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન Naman Ojhaએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેણે સોમવારે સાંજે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં પોતાની નિવૃતિ અંગેના નિર્ણય અંગેની માહિતી આપી હતી.

 

 

રડી પડ્યો નમન ઓઝા

જે ઉપરના વિડીયોમાં જોઈ શકાય છે તે રીતે આ પ્રસંગે, નમન ઓઝા ભાવુક બની ગયો હતો અને તેની આંખમાંથી રીતસર આંસુ સારી પડ્યા હતા. 37 વર્ષીય વિકેટકીપર બેટ્સમેને કહ્યું કે હવે તે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીને વધુ ધપાવી શકે તેમ નથી, કમરનો દુખાવો પણ સતત પરેશાન કરી રહ્યો છે, જ્યારે કે હવે પોતાના પરિવારને સમય આપવો તે સૌથી મોટી પ્રાથમિકતા છે. જણાવી દઈએ કે નમન મધ્યપ્રદેશના રતલામ શહેરના નિવાસી છે.

 

 

રણજી ટ્રોફીમાં વિકેટની પાછળ સૌથી વધુ કર્યા શિકાર

MS Dhoniનું ટીમ ઈન્ડિયામાં આગમન થયા બાદ પછી આ વિકેટકિપર બેટ્સમેનને ફરીથી ટીમમાં ચાન્સ મળી શક્યો નહીં.આપણે જણાવી દઈએ કે ઓઝાએ 17 વર્ષની ઉંમરે મધ્યપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે બે દાયકાથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ વિકેટકીપર બેટ્સમેન રહ્યો હતો. ઓપનિંગની સાથે જ કોઈ પણ સ્થાન પર રમી શકવાની ક્ષમતાના આધારે જ તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા હતા.

 

આ પણ વાંચો: અમદાવાદના બાળકો હવે ધોની અને રૈના પાસેથી લેશે Cricket Training, જાણો વિગત

g clip-path="url(#clip0_868_265)">