
મુંબઈ ઈન્ડિયન્સમાંથી હાર્દિક પંડ્યા રિલીઝ થયા બાદ, હવે આવી સ્થિતિમાં, IPLની આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન કોણ બની શકે છે, તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકોનું માનવું છે કે તિલક વર્માના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેને નેતૃત્વ સોંપવામાં આવી શકે છે. જોકે, આ વાત પર આકાશ ચોપરાનો મત અલગ છે. ભારતના ભૂતપૂર્વ ઓપનરનું માનવું છે કે તિલકને જવાબદારી આપવાને બદલે, મુંબઈની ટીમે રોહિત શર્માને વધુ એક સીઝન માટે કેપ્ટનસી આપવી જોઈએ.
‘જીઓ હોટસ્ટાર’ (JIO Hotstar) ના એક ઇન્ટરવ્યુમાં આકાશ ચોપરાએ કહ્યું, “કેપ્ટનસીની વાત કરીએ તો, તેમની પાસે એક વર્ષની યોજના માટે રોહિત શર્મા છે. મુંબઈ પાસે વિકલ્પોની કોઈ કમી નથી. પણ આગામી સીઝન માટે કેપ્ટનસી રોહિતને સોંપવામાં આવે. જ્યારે મેગા ઓક્શન આવશે, ત્યારે લગભગ તિલક વર્મા મુંબઈ ઈન્ડિયન્સની જવાબદારી સંભાળવા માટે તૈયાર હશે.”
આકાશે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વિશે પણ વાત કરી. મુંબઈની ટીમે અલ્લાહ ગઝનફર અને મયંક માર્કંડે સહિતના અનેક સ્પિનરોને રિલીઝ કરી દીધા છે. આવી સ્થિતિમાં, આકાશનું માનવું છે કે મુંબઈની ટીમે ઓક્શનમાં સારા સ્પિનરોને પોતાની ટીમમાં સામેલ કરવા પર ધ્યાન આપવુ પડશે. તેમની પાસે પૈસા તો હશે, પરંતુ અસલી સમસ્યા પ્રતિભાશાળી ખેલાડીઓની ઉપલબ્ધતાની છે, કારણ કે મિની ઓક્શનમાં હંમેશા આવું જ જોવા મળે છે. અહીં માંગની સરખામણીમાં પુરવઠો ઓછો હોય છે, જેના કારણે ખેલાડીઓની કિંમતો અસાધારણ રીતે વધી જાય છે. મને લાગે છે કે મુંબઈને એક કે બે ભારતીય ફાસ્ટ બોલરોની પણ જરૂર છે.