Mohammed Rizwanના ઓશીકા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા, બેટ્સમેને આ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું

|

Nov 16, 2021 | 3:34 PM

મોહમ્મદ રિઝવાનને ICC T20 વર્લ્ડ કપ-2021ની સેમિફાઇનલ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે પુનરાગમન કર્યું અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર અડધી સદી ફટકારી.

Mohammed Rizwanના ઓશીકા સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતા, બેટ્સમેને આ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું
Mohammed Rizwan

Follow us on

Mohammed Rizwan : હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket Team)ના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) નો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટોમાં રિઝવાન પોતાની સાથે સફેદ ઓશીકું લઈને દુબઈ એરપોર્ટ જઈ રહ્યો છે. અહીંથી ટીમ બાંગ્લાદેશ જવા રવાના થઈ હતી. આ તસવીર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા (Social media) પર રિઝવાનને લઈને ચર્ચા ચાલી હતી. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કારણ આપી રહ્યા હતા કે રિઝવાન ( Mohammed Rizwan)આ ઓશીકું કેમ લઈ રહ્યો છે. હવે રિઝવાને પોતે આ મામલે ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે પોતાની સાથે ઓશીકું કેમ લઈ ગયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

રિઝવાને એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તે શા માટે ઓશીકું લઈ રહ્યો હતો. આ ઈન્ટરવ્યુ પાકિસ્તાન ક્રિકેટે પોતાના ઓફિશિયલ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કહ્યું, “ઓશીકાના મુદ્દા પર, આ મારું મેડિકલ ઓશીકું છે જેનો ઉપયોગ હું મારી ગરદનને ટેકો આપવા માટે કરું છું કારણ કે, વિકેટકીપર તરીકે, મને હંમેશા ગરદનની સમસ્યા રહે છે કારણ કે હું વિકેટકીપિંગ અને બેટિંગ કરતી વખતે સતત હેલ્મેટ પહેરું છું. આના કારણે ઘણી વખત ગરદનના સ્નાયુઓમાં દુખાવો થાય છે. એટલા માટે હું મેડિકલ ઓશીકું વાપરું છું જેથી કરીને હું આરામથી સૂઈ શકું. તમે જાણો છો કે, જ્યારે તમે સ્વસ્થ થાઓ છો, ત્યારે સારી ઊંઘ લેવી મહત્વપૂર્ણ છે.”

કોઈ જોખમ લેવા માંગતા નથી

રિઝવાને કહ્યું કે, તે કોઈ જોખમ લેવા માંગતો નથી અને તેથી હંમેશા તેની સાથે ઓશીકું રાખે છે. તેણે કહ્યું, “ઘણી વખત, તમે મને તે ઓશીકા સાથે મુસાફરી કરતા જોશો કારણ કે હું કોઈપણ પ્રકારનું જોખમ લઈ શકતો નથી. હું આ તકિયા વિના એક રાત પણ પસાર કરી શકતો નથી. તેથી જ હું તેને હંમેશા મારી સાથે રાખું છું જેથી કોઈ સમસ્યા ન થાય.”

પ્રેક્ટિસ કરી નથી

T20 વર્લ્ડ કપ-2021ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ હતી. આ મેચ પહેલા રિઝવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેણે સેમીફાઈનલ રમી હતી અને 52 બોલમાં 67 રન બનાવ્યા હતા પરંતુ તેની ટીમ હારી ગઈ હતી. પરંતુ ટીમને જીત અપાવી શકી ન હતી. ટીમ બાંગ્લાદેશ પહોંચી ગઈ છે પરંતુ રિઝવાને સોમવારે ટીમના પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો. દુબઈમાં સેમિફાઈનલ પહેલા એક ભારતીય ડોક્ટરે રિઝવાનને ફિટ થવામાં મદદ કરી હતી.

તેણે તાજેતરમાં રિઝવાનની હિંમતની પણ પ્રશંસા કરી હતી. બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20I શ્રેણી પહેલા, રિઝવાને કહ્યું કે તે મંગળવારથી પ્રેક્ટિસ શરૂ કરશે. તેણે કહ્યું, “હવે હું સારો છું. દુબઈમાં શ્વાસ લેવામાં તકલીફ પડી હતી પરંતુ હવે હું ઠીક છું અને આવતીકાલથી પ્રેક્ટિસ શરૂ કરીશ. ડૉક્ટરો અને ફિઝિયોએ મને આરામ કરવાની સલાહ આપી છે અને હું તે જ કરી રહ્યો છું.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે 45 મેચ, T20 World Cup 2022 નું શેડ્યૂલ જાહેર, જાણો કયા દિવસે થશે ફાઈનલ?

Next Article