Michael Bracewell, ODI World Cup 2023: ન્યુઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મહત્વનો ઓલરાઉન્ડર નહીં રમે વનડે વિશ્વકપ

New Zealand in ODI World Cup 2023: ન્યુઝીલેન્ડને વિશ્વકપની તૈયારીઓ પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ વનડે વિશ્વકપ રમશે નહીં. આ માટે ઈજાનુ કારણ હોવાનુ સામે આવ્યુ છે.

Michael Bracewell, ODI World Cup 2023: ન્યુઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મહત્વનો ઓલરાઉન્ડર નહીં રમે વનડે વિશ્વકપ
Follow Us:
| Updated on: Jun 14, 2023 | 10:55 AM

વન ડે વિશ્વકપ 2023 ને લઈ તૈયારીઓ તમામ દેશોએ શરુ કરી દીધી છે. આ તૈયારીઓ પહેલા જ હવે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડનો સ્ટાર ઓલ રાઉન્ડર ખેલાડી માઈકલ બ્રેસવેલ વનડે વિશ્વકપ રમશે નહીં. ઈજાને લઈ તે વનડે વિશ્વકપથી હટી જવા માટે મજબૂર બન્યો છે. બ્રેસવેલ ઈજાને લઈ સર્જરી કરાવશે અને જેના દ્વારા સ્વસ્થ થવાને સમય લાગશે. આમ તે સંપૂર્ણ ફિટ ચાર મહિનામાં થઈને વિશ્વ કપ માટે તૈયાર થઈ શકે એવી સંભાવનાઓ ઘણી ઓછી છે. આવી સ્થિતીમાં તે બહાર થવા માટે મજબૂર રહ્યો છે.

વનડે વિશ્વકપ આડે હવે માત્ર ચારેક મહિનાનો જ સમય રહ્યો છે. આગામી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતના આંગણે વિશ્વકપનુ આયોજન થનારુ છે. લગભગ દોઢેક મહિનો એટલે કે 45 દિવસ ભારતમાં ક્રિકેટનો મહાસંગ્રામ ચાલશે. આ માટે દુનિયાભરની ટીમો એક બીજા સામે ટકરાશે અને ચેમ્પિયન બનવા માટે ઈરાદો રાખશે. અમદાવાદમાં વિશ્વકપની ઓપનિંગ મેચ અને ફાઈનલ મેચ રમાશે એવી સંભાવનાઓ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

માઈકલ બ્રેસવેલ બ્રિટનમાં કરાવશે સર્જરી

ઈજાને લઈ સર્જરી બ્રેસવેલ બ્રિટનમાં કરાવશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ તરફથી આ અંગે એક નિવેદન દ્વારા જાણકારી આપવામાં આવી હતી જે મુજબ તે બ્રેસવેલ ઈજાને લઈ બ્રિટનમાં સર્જરી કરાવશે. સર્જરી બાદ તેને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં લગભગ 6 થી 8 મહિના જેટલો સમય લાગી શકે છે. આમ 32 વર્ષના સ્ટાર ઓલરાઉન્ડરને વિશ્વકપ રમવાથી દૂર રહ્યુ છે. બ્રેસવેલને ઈંગ્લેન્ડમાં T20 બ્લાસ્ટમાં વોર્સેસ્ટરશર રેપિડ્સ માટે રમતા ઈજા પહોંચી હતી.

બ્રેસવેલ નિરાશ

ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે, ઈજા રમત અને ખેલાડી સાથે જોડાયેલી બાબત છે. માઈકલ બ્રેસવેલ પોતાની ઈજા માટે દિલગીર છે. તે એ વાતથી વધુ નિરાશ છે કે તે ODI વર્લ્ડ કપ નહીં રમી શકે. ઓપરેશન બાદ તે હાલમાં પોતાના રિહેબ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આઈપીએલ રમવા માટે બ્રેસવેલ ભારતમાં હતો અને બાદ ઈંગ્લેંડમાં ટી20 બ્લાસ્ટ માટે ઈંગ્લેંડમાં હતો. જ્યાં તે સર્જરી કરાવશે અને બાદમાં ન્યુઝીલેન્ડ પરત ફરશે. આમ એપ્રિલ થી ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમથી બ્રેસવેલ દૂર રહ્યો છે, હવે ફરીથી ટીમ સાથે જોડાવવામાં લાંબો સમય લાગી જશે.

આ પણ વાંચોઃ Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">