મેચ દરમિયાન અકસ્માત થતા લોહીથી લથપથ થયો ખેલાડી, વર્લ્ડકપ રમવા પર લટકી તલવાર

|

Sep 18, 2022 | 4:02 PM

વર્લ્ડ કપ પહેલા સ્ટાર ખેલાડી માર્કો રુઈસ પર આભ તુટી પડ્યું છે. ભૂતકાળમાં પણ તે ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે.મેચ દરમિયાન તેને ઈજા થતાં જ તેના પગની ઘૂંટીમાંથી લોહી વહેવા લાગ્યું હતુજર્મનીનો સ્ટાર માર્કે રુઈસ વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે.

મેચ દરમિયાન અકસ્માત થતા લોહીથી લથપથ  થયો ખેલાડી, વર્લ્ડકપ રમવા પર લટકી તલવાર
મેચ દરમિયાન અકસ્માત
Image Credit source: Video Screenshot

Follow us on

Football News : આ વર્ષ ક્રિકેટ અને ફૂટબોલ (Football) બંને માટે ખાસ છે. આગામી 2 મહિનામાં 2 વર્લ્ડ કપ રમાશે. પહેલો T20 ક્રિકેટ વર્લ્ડ કપ UAEમાં રમાશે અને પછી કતારમાં ફીફા વર્લ્ડ કપ રમાશે. બંને રમતના ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે. આ દરમિયાન ઈજાના કારણે ઘણા ખેલાડીઓનું વર્લ્ડ કપ (World Cup) રમવાનું સપનું પણ તૂટી ગયું છે. ભારતની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાંથી બહાર છે. પાકિસ્તાનનો ફખર ઝમાન પણ ઘાયલ છે. હવે વધુ એક સ્ટારની ઈજાએ વર્લ્ડકપ રમવા પર તલવાર લટકી રહી છે, પરંતુ આ વખતે ઈજાએ ક્રિકેટર નહીં પણ ફૂટબોલર માટે મુશ્કેલી ઊભી કરી છે.

મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો

જર્મનીનો સ્ટાર માર્કે રુઈસ વર્લ્ડકપમાંથી બહાર થઈ શકે છે. બોરુસિયા ડોર્ટમંડના કેપ્ટન 33 વર્ષના માર્કો શાલ્કે વિરુદ્ધ એક મેચમાં અકસ્માતનો શિકાર બન્યો હતો. પ્રથમ હાફમાં તે ઈજાગ્રસ્ત થયો છે. ત્યારબાદ તેને સ્ટ્રેચર પરથી મેદાનમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો. મેચ દરમિયાન તેને ઈજા થતાં જ તેના પગની ઘૂંટીમાંથી લોહી વહેવા લાગ્યું હતુ. તેની ઇજાઓને કારણે તે જર્મન આંતરરાષ્ટ્રીય ત્રણ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ચૂકી ગયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જર્મન કોચ હૈંસ ફ્લિકે માર્કેને હંગરી અને ઈંગ્લેન્ડ વિર્દ્ધ રમાનાર ઈન્ટરનેશનલ મેચ માટેટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વર્લ્ડકપ ટીમનો પણ મહત્વનો સભ્ય હતો પરંતુ ફરી એક વખત ઈજાગ્રસ્ત થતા ઐતિહાસિક મેચનો હિસ્સો બનતા પહેલા જ બહાર થઈ ગયો છે. આ પહેલા 2014માં વોર્મઅપ મેચમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે જર્મની વર્લ્ડકપ જીતનો ભાગ બની શક્યો ન હતો. 2016માં જંઘામૂળની ઇજા થતા યૂરોપિયન ચેમ્પિયનશીપમાંથી બહાર થયો હતો.

 

શનિવારે, તેણે ઇસ્ટાગ્રામ પર ચાહકોનો તેમની શુભેચ્છાઓ માટે આભાર માનતા કહ્યું, “હું ટૂંક સમયમાં પરત ફરીશ ટીમને અભિનંદન, તેણે કહ્યું, હું ક્યારેય હાર નહિ માનું.”

Published On - 4:01 pm, Sun, 18 September 22

Next Article