Cristiano Ronaldoની ટીમ પર કોરોનાનો કહેર, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ પોઝિટિવ, મેચ સ્થગિત

|

Dec 14, 2021 | 9:56 AM

ખેલાડીઓ અને સ્ટાફના કોરોના પોઝિટિવ હોવાની જાણ રવિવારે સવારે ટ્રેનિંગ પહેલા કરવામાં આવેલા ફ્લો ટેસ્ટથી થઈ હતી. કોરોનાની એન્ટ્રી બાદ ક્લબે તેની ટ્રેનિંગ પણ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી છે.

Cristiano Ronaldoની ટીમ પર કોરોનાનો કહેર, ઘણા ખેલાડીઓ અને સ્ટાફ પોઝિટિવ, મેચ સ્થગિત
ફુટબોલ ખેલાડી

Follow us on

Cristiano Ronaldo : કોરોનાએ ફરી એક વખત રમતગમતમાં સ્થાન જમાવવાનું શરૂ કર્યું છે. આ વખતે સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) ની નવી ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ (Manchester United)તેની પકડમાં આવી ગઈ છે. અહેવાલ છે કે આ ક્લબના ઘણા ખેલાડીઓ અને સ્ટાફ પોઝિટિવ જોવા મળ્યા છે, જેના પછી પ્રીમિયર લીગમાં બ્રેન્ટફોર્ડ (Brentford) સામેની તેમની મેચ પણ સ્થગિત કરવામાં આવી હતી.

માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ(Manchester United club)ના  ખેલાડીઓ અને સ્ટાફ રવિવારે સવારે ટ્રેનિંગ પહેલા કરવામાં આવેલા ફ્લો ટેસ્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોનાની એન્ટ્રી બાદ ક્લબે તેની ટ્રેનિંગ (Training) પણ તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી છે. જોકે, ખતરો હજુ ટળ્યો નથી. હવે કોરોના વધવાનો ડર છે, કારણ કે માન્ચેસ્ટર યુનાઈટેડને હવે આગામી મેચ રમવા માટે લંડન જવું પડશે.

ક્લબે સોમવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, “માન્ચેસ્ટર યુનાઇટેડ પુષ્ટિ કરે છે કે મંગળવાર, 14 ડિસેમ્બરના રોજ બ્રેન્ટફોર્ડ (Brentford) સામેની તેમની પ્રીમિયર લીગ મેચ હાલ માટે મુલતવી રાખવામાં આવી છે.” અને, તે ટૂંક સમયમાં ફરીથી શરુ કરવામાં આવશે. ખેલાડીઓ અને સ્ટાફના કોરોના પોઝિટિવ જણાયા બાદ આપણે સાવચેતી રાખવાની જરૂર છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પ્રીમિયર લીગના પ્રોટોકોલ હેઠળ જે લોકો પોઝિટિવ મળ્યા છે તેઓને અલગ કરી દેવામાં આવ્યા છે. અમે ખેલાડીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટ્રેનિંગ રદ્દ કરવાનો નિર્ણય પણ લીધો છે. ક્લબ પ્રીમિયર લીગ બોર્ડને મેચ ફરીથી શેડ્યૂલ કરવા વિનંતી કરશે. માન્ચેસ્ટર યુનાઈટેડ બ્રેન્ટફોર્ડ ક્લબ અને તેના પ્રશંસકોને થયેલી તમામ મુશ્કેલીઓ માટે માફી માંગે છે.”

જુલાઈમાં પણ ક્લબના 9 લોકો પોઝિટિવ આવ્યા હતા

માન્ચેસ્ટર યુનાઈટેડ શનિવારે નોર્વિચમાં એક મેચ રમી હતી, જ્યારે ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફ નિયમિત ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હતા. જો કે, રવિવારે સવારે કરવામાં આવેલ નવીનતમ ફ્લો ટેસ્ટમાં તેમાંથી કેટલાક ખેલાડીઓ અને સ્ટાફમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.

જે ખેલાડીઓ પોઝિટિવ આવ્યા છે તેમને પ્રીમિયર લીગને જાણ કરીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. માન્ચેસ્ટર યુનાઇટેડમાં કોરોનાનો આ નવો કેસ નથી. અગાઉ જુલાઈમાં પણ ક્લબના ખેલાડીઓ અને સ્ટાફ સહિત 9 લોકોનો ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને, જે પછી પ્રેસ્ટન નોર્થ એન્ડ સાથે રમાયેલી મેચ મુલતવી રાખવામાં આવી હતી.

 

આ પણ વાંચો : IND vs SA: 100 ફર્સ્ટ ક્લાસ મેચ રમી, ટ્રિપલ સેન્ચુરી ફટકારી, 13 વર્ષ બાદ ભારતીય ટીમમાં આ ખેલાડીને મળ્યુ સ્થાન!

Next Article