AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni Birthday: કરોડો ચાહકો ધરાવતા ધોનીનો આજે 41મો જન્મદિવસ, જાણો તેમના જીવનના સંઘર્ષની કહાણી

કરોડો ચાહકો ધરાવનાર ભારતના ભૂતપૂર્વ કેપ્તન એમએસ ધોનીનો આજે 41મો જન્મદિવસ (M S Dhoni 41st birthday) છે.ચાલો જાણીએ એમએસ ધોનીના જન્મથી અત્યાર સુધીની સંપૂર્ણ કહાણી.

MS Dhoni Birthday: કરોડો ચાહકો ધરાવતા ધોનીનો આજે 41મો જન્મદિવસ, જાણો તેમના જીવનના સંઘર્ષની કહાણી
M S Dhoni Image Credit source: wikibio
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2022 | 8:30 AM
Share

Mahendra Singh Dhoni: કરોડો ચાહકો ધરાવનાર ભારતના ભૂતપૂર્વ કેપ્તન એમએસ ધોનીનો આજે 41મો જન્મદિવસ (M S Dhoni 41st birthday) છે. તેમની ફેન ફોલોઈગ વિશે આજે સૌ કોઈ જાણે છે. નિવૃતિ પછી પણ એમએસ ધોનીના (M S Dhoni) આજે દુનિયાભરમાં કરોડો ચાહકો છે. તેની એક ઝલક મેળવવા માટે લોકો અધીરા રહે છે. તેમણે ભારતીય ટીમ અને આઈપીએલમાં ચેન્નાઈનું નેતૃત્વ કરીને અનેક રેકોર્ડ બનાવીને પોતાની અલગ ઓળખ બનાવી છે. ચાલો જાણીએ એમએસ ધોનીના જન્મથી હમણા સુધીની સંપૂર્ણ કહાણી.

જન્મ, કુટુંબ અને શિક્ષણ

મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ, 1981ના રોજ રાંચી, બિહાર (હાલનું ઝારખંડ)માં એક હિંદુ રાજપૂત પરિવારમાં પાન સિંહ અને દેવકી દેવીને ત્યાં થયો હતો. તેમનું પૈતૃક ગામ ઉત્તરાખંડમાં છે. તેમના પિતા પાન સિંહ ઉત્તરાખંડથી રાંચી ગયા અને MECONમાં જુનિયર મેનેજમેન્ટ હોદ્દા પર કામ કર્યું. ધોનીને એક બહેન અને એક ભાઈ છે – જયંતિ ગુપ્તા (બહેન) અને નરેન્દ્ર સિંહ ધોની (ભાઈ). ધોનીએ તેનું શાળાકીય શિક્ષણ DAV જવાહર વિદ્યા મંદિર, રાંચી, ઝારખંડમાં કર્યું હતું અને બેડમિન્ટન, ફૂટબોલ અને ક્રિકેટ જેવી રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તે તેની ફૂટબોલ ટીમ માટે ગોલકીપર તરીકે રમ્યો હતો. તે સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમ્યો હતો.

ધોનીએ 1995-98 દરમિયાન કમાન્ડો ક્રિકેટ ક્લબમાં પ્રભાવશાળી વિકેટ-કિપિંગ કુશળતા દર્શાવી હતી અને તેને 1997-98 સત્ર માટે વિનુ માંકડ ટ્રોફી અંડર-16 ચેમ્પિયનશિપ માટે લેવામાં આવ્યો હતો અને તે સારું રમ્યો હતો. ધોનીએ હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 2001-2003 દરમિયાન, ધોની પશ્ચિમ બંગાળમાં દક્ષિણ પૂર્વીય રેલ્વે હેઠળના ખડગપુર રેલ્વે સ્ટેશન પર TTE (ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર) હતો.

ધોનીનું અંગત જીવન

એમએસ ધોની પ્રિયંકા ઝા સાથે પ્રેમમાં પડ્યો હતો. તે સમયે વર્ષ 2002માં ધોની ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો. એ જ વર્ષે તેની ગર્લફ્રેન્ડનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ધોનીએ દક્ષિણ ભારતીય અભિનેત્રી લક્ષ્મી રાયને પણ ડેટ કરી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 4 જુલાઈ, 2010ના રોજ ડીએવી જવાહર વિદ્યા મંદિરની તેની શાળાની મિત્ર સાક્ષી સિંહ રાવત સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન સમયે સાક્ષી કોલકાતામાં તાજ બંગાળ ખાતે ટ્રેની તરીકે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. 6 ફેબ્રુઆરી, 2015ના રોજ તેમણે ઝિવા નામની એક બાળકીને જન્મ આપ્યો.

ધોનીની કારકિર્દી

ટેસ્ટ ડેબ્યૂ – MA ચિદમ્બરમ સ્ટેડિયમ, શ્રીલંકા ડિસેમ્બર 02, 2005

છેલ્લી ટેસ્ટ- મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઑસ્ટ્રેલિયા, 26 ડિસેમ્બર, 2014

વન ડે ડેબ્યૂ – બાંગ્લાદેશમાં અઝીઝ સ્ટેડિયમ, 23 ડિસેમ્બર, 2004

છેલ્લી વન ડે- ન્યૂઝીલેન્ડ સામે અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ, 09 જુલાઈ, 2019

T20 ડેબ્યૂ – દક્ષિણ આફ્રિકા સામે ધ વેન્ડરર્સ સ્ટેડિયમ ખાતે, 01 ડિસેમ્બર, 2006

છેલ્લી T20 – ઓસ્ટ્રેલિયા સામે ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે, 27 ફેબ્રુઆરી, 2019

IPL ડેબ્યૂ- પંજાબ ક્રિકેટ એસોસિએશન IS બિન્દ્રા સ્ટેડિયમ ખાતે, 19 એપ્રિલ, 2008

ધોનીની નેટવર્થ

2012માં ફોર્બ્સ મેગેઝિને ધોનીને વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંના એક તરીકે સ્થાન આપ્યું હતું. ધોની રાંચીમાં માહી રેસિડેન્સી નામની હોટલ ધરાવે છે. વર્ષ 2012, 2013, 2014 માટે તેઓ ભારતમાં સૌથી વધુ ટેક્સ આપનાર સ્પોર્ટ્સપર્સન પણ બન્યા હતા. કેટલાક સ્ત્રોતો અનુસાર તેમની કુલ સંપત્તિ આશરે US$ 103 મિલિયન છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">