MS Dhoni Bollywood Debut :શું ધોની બોલિવૂડમાં પગ મૂકશે? ક્રિકેટરે આ સવાલનો રમૂજી જવાબ આપ્યો

|

Oct 06, 2021 | 12:14 PM

બહુ ઓછા લોકો જાણે છે કે ધોની (MS Dhoni) એ બોલિવૂડ ફિલ્મમાં કેમિયો કર્યો હતો, પરંતુ તેની ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ ન હતી. આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત 'હૂક યા ક્રૂક' હતી.

MS Dhoni Bollywood Debut :શું ધોની બોલિવૂડમાં પગ મૂકશે? ક્રિકેટરે આ સવાલનો રમૂજી જવાબ આપ્યો
MS Dhoni

Follow us on

MS Dhoni Bollywood Debut : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના કેપ્ટન કૂલ, મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ગયા વર્ષે ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

જો કે, તે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Superkings) તરફથી રમવાનું ચાલુ રાખ્યું છે. ક્રિકેટ ઉપરાંત ધોની જાહેરાતોમાં પણ ઘણો જોવા મળે છે.

તાજેતરમાં રિલીઝ થયેલી IPL 2021 ની જાહેરાતમાં ધોનીની સ્ટાઇલ જોવા મળી હતી. ધોનીના ઘણા ચાહકોએ તેને બોલીવુડમાં આવવાની સલાહ પણ આપી હતી, પરંતુ ધોની(MS Dhoni) ના બોલિવુડમાં પ્રવેશ વિશે શું વિચારે છે તે તાજેતરમાં ધોનીએ જાહેર કર્યું છે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

ધોની(MS Dhoni)ની બાયોપિક બનાવવામાં આવી છે, જેમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) તેની ભૂમિકા ભજવી હતી. ઘણા લોકો તે સમયે માંગ કરી રહ્યા હતા કે, ધોનીએ પોતાની બાયોપિકમાં પોતાનું પાત્ર ભજવવું જોઈએ, પરંતુ ક્રિકેટર માટે પોતાની જાતને લાંબા સમય સુધી કેમેરા સામે રાખવી ખૂબ જ મુશ્કેલ છે, જે ધોની(MS Dhoni) ને પણ લાગે છે. એક અહેવાલ મુજબ, ધોની કહે છે કે, તે નિવૃત્તિ પછી બોલિવૂડમાં પગ મૂકવાનો વિચાર પણ કરતો નથી, કારણ કે તેને લાગે છે કે અભિનય સરળ નથી.

જાણો બોલિવૂડમાં પગ મૂકવા પર ધોનીએ શું કહ્યું?

રિપોર્ટ અનુસાર, ધોનીએ કહ્યું- તમે જાણો છો કે, બોલીવુડ ખરેખર મારું કામ નથી. જ્યાં સુધી કમર્શિયલનો સવાલ છે, હું તે કરવામાં ખૂબ ખુશ છું. જ્યારે ફિલ્મોની વાત આવે છે, ત્યારે મને લાગે છે કે, તે ખૂબ જ અઘરો વ્યવસાય છે અને તેને સંભાળવો ખૂબ જ મુશ્કેલ છે. હું તેને ફિલ્મ સ્ટાર્સ પર છોડી દઈશ, કારણ કે તેઓ તેમાં ખરેખર સારા છે. હું ક્રિકેટ (Cricket) સાથે જોડાઈશ. હું માત્ર જાહેરાતો દ્વારા અભિનયની નજીક આવી શકું છું, પરંતુ તેનાથી વધુ નહીં.

બહુ ઓછા લોકો જાણે છે કે, ધોનીએ બોલિવૂડ ફિલ્મ (Bollywood movie)માં કેમિયો કર્યો હતો, પરંતુ તેની ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ ન હતી. આ ફિલ્મ ડેવિડ ધવન દ્વારા નિર્દેશિત ‘હૂક યા ક્રૂક’ હતી. આ ફિલ્મમાં જોન અબ્રાહમ (John Abraham)કેટલાક કારણોસર શૂટિંગ પાછળથી પૂરું થઈ શક્યું નહીં અને ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં ગઈ.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં હરભજન સિંહ અને ઈરફાન પઠાણ જેવા ક્રિકેટરોએ તેમની નિવૃત્તિ બાદ ફિલ્મની શરૂઆત કરી હતી. હરભજન સિંહની ફિલ્મ ફ્રેન્ડશિપ ગયા મહિને રિલીઝ થઈ હતી. તે જ સમયે, ઇરફાન પઠાણ પણ ફિલ્મ કોબ્રામાં જોવા મળ્યો હતો. આ બે ખેલાડીઓ પહેલા વિનોદ કાંબલી, અજય જાડેજા અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર (Former Australian cricketer)બ્રેટ લી પણ ફિલ્મોમાં દેખાયા છે. આવી સ્થિતિમાં ધોનીના ચાહકો પણ તેને સિનેમાના રૂપેરી પડદે જોવા માટે તલપાપડ છે.

આ પણ વાંચો : LPG Cylinder Price Hike : પેટ્રોલ – ડીઝલ અને CNG બાદ હવે LPG સિલિન્ડરના ભાવ આમ આદમીની કમર તોડશે, જાણો કેટલો મોંઘો થયો રાંધણ ગેસ

Next Article