LSG vs RCB IPL Match Result: બેંગ્લોરે આસાન સ્કોર બચાવી 18 રનથી મેળવી જીત, લખનૌ 108 રનમાં જ સમેટાયુ
Lucknow Super Giants vs Royal Challengers Bangalore IPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. લખનૌ સામે બેંગ્લોરે 9 વિકેટ ગુમાવીને માત્ર 126 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

IPL 2023 ની 43મી મેચ સોમવારે અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરેનો 18 રનથી વિજય થયો હતો. લખનૌ ઘર આંગણે જ આસાન લક્ષ્યને પાર કરવામાં અસફળ રહેતા સમેટાઈ ગયુ હતુ. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના હોમ ગ્રાઉન્ડ પર બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 126 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બેંગ્લોરે લખનૌ સામે આસાન સ્કોર નોંધાવ્યો હતો. આરસીબીના સુકાની ફાફ ડુ પ્લેસિસે સૌથી વધારે 44 રન નોંધાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 31 રન નોંધાવ્યા હતા.
બેંગ્લોર અને લખનૌ બંને માટે સોમવારની મેચ મહત્વની હતી. બંને માટે પ્લેઓફની નજરથી આ મેચ મહત્વની હતી. પરંતુ બેંગ્લોરની ટીમ આસાન સ્કોર પર જ રોકાઈ ગઈ હતી. બેંગ્લોર તરફથી માત્ર 6 ચોગ્ગા અને 2 છગ્ગા પુરી ઈનીંગમાં જોવા મળ્યા હતા.
લખનૌની ખરાબ શરુઆત
કેએલ રાહુલ ઈજાને લઈ શરુઆતમાં મેદાનમાં ઉતર્યો નહોતો. લખનૌને માટે આ મોટી ખોટ શરુઆતમાં વર્તાઈ હતી. આમ ઓપનર તરીકે કાઈલ માયર્સ સાથે આયુષ બડોની ઓપનિંગ કરવા માટે ઉતર્યો હતો. પરંતુ શરુઆતે જ લખનૌને મોટો ઝટકો લાગ્યો હતો. માયર્સ શૂન્ય રને જ ઈનીંગના બીજા બોલ પર વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. મોહમ્મદ સીરાજે તેને અનુજ રાવતના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ચોથી ઓવરમાં 19 રનના સ્કોર પર કૃણાલ પંડ્યાએ વિકેટ ગુમાવી દીધી હતી. તેણે જોકે 3 ચોગ્ગાની મદદ વડે 14 રન નોંધાવ્યા હતા. ત્રીજી વિકેટના રુપમાં ઓપનિંગ કરવા આવેલ આયુષ બડોની આઉટ થયો હતો. તે માત્ર 4 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. દીપક હુડ્ડા ચોથી વિકેટના રુપમાં આઉટ થયો હતો. તે માત્ર 1 જ રન નોંધાવીને હસારંગાનો શિકાર થયો હતો.
લખનૌએ આસાન સ્કોરનો પિછો કરતા માત્ર 38 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. આમ લખનૌની શરુઆત ઘર આંગણે જ ખરાબ થઈ ગઈ હતી. છઠ્ઠી વિકેટ નિકોલસ પૂરનના રુપમાં ગુમાવી હતી. પૂરને 9 રન એક છગ્ગાની મદદ વડે નોંધાવ્યા હતા. જ્યારે 7મી ઓવરના રુપમાં કૃષણપ્પા ગૌતમ આઉટ થયો હતો. રવિ બિશ્નોઈ રન આઉટ થઈને પરત ફર્યો હતો. તે માત્ર 5 જ રન નોંધાવીને પરત ફર્યો હતો. નવીન ઉલ હક 13 બોલમાં 13 રન નોંધાવીને પરત ફર્યો હતો. કેપ્ટન કેએલ રાહુલ અંતિમ વિકેટના રુપમાં રમત માટે મેદાને ઉતર્યો હતો.
આ પણ વાંચોઃ IPL 2023: અક્ષર પટેલને સમજવામાં કરેલી ‘ભૂલ’ દિલ્હી કેપિટલ્સને ભારે પડી, DC નુ ‘ગણિત’ થઈ રહ્યુ છે ફેલ!
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
