Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

લવલીનાએ સેમિફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર બુસ્નાઝ લોવલિનાએ હાર આપી છે.લોવલીના ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત માટે મેડલ જીતનારી ત્રીજી બોક્સર છે.

Lovlina Borgohain : ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી, ભારતીય બોક્સર લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ત્રીજો મેડલ પણ ભારતની દિકરી જ લાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 12:35 PM

Lovlina Borgohain :ભારતીય મહિલા બોક્સર (Boxer) લવલીના બોરગોહેન (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિક (Olympic)ની બોક્સિંગ રિંગમાં પોતાના મેડલનો રંગ બદલવામાં નિષ્ફળ રહી હતી. સેમિફાઇનલ મેચમાં તેણીને વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બોક્સર બુસેનાજ હરાવી હતી. આ હાર સાથે તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે.

લવલીના (Lovlina) ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારત માટે મેડલ જીતનાર ત્રીજી અને બીજી મહિલા બોક્સર છે. તેમના પહેલા વિજેન્દર સિંહે 2008 ના બેઇજિંગ ઓલિમ્પિક (Olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે પછી મેરી કોમે 2012 લંડન ઓલિમ્પિક (Olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લવલીના માટે આશ્ચર્યજનક બાબત એ હતી કે, તેણીએ પ્રથમ ઓલિમ્પિક્સ રમતી વખતે મેડલ પોતાને નામ કર્યો છે.

તુર્કીની બોક્સર (Boxer) શરૂઆતથી જ મેચ પર શાનદાર પંચ મારી રહી હતી. તેના વજન વર્ગમાં બુસેનાજ ટોચનું સ્થાન ધરાવતી હતી, તેણે ત્રણેય રાઉન્ડમાં રેફરીની નિર્ણયથી જીત મેળવી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

વિશ્વ ચેમ્પિયનશિપમાં બે વખત બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના (Lovlina)પાસે વિજેન્દર અને મેરી કોમને પાછળ છોડી ટોક્યો રિંગમાં તેના મેડલનો રંગ બદલવાની દરેક તક હતી. પરંતુ, તે બંનેને પાછળ છોડી શકતી નહિ. ભારતને ફરી એક વખત ઓલિમ્પિક બોક્સિંગ રિંગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. ગત્ત શુક્રવારે લવલીનાએ ચાઈનીઝ તાઈપેઈ બોક્સરને 4-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ પાક્કો કર્યો હતો.

ગામલોકો હવે તેમની લાડલી લવલીનાની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ ભારત પરત ફરી PV Sindhu, એરપોર્ટ પર ઢોલ નગાડા વગાડી સ્વાગત કરાયું

g clip-path="url(#clip0_868_265)">