Lok Sabha Elections 2024 : કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયો બોક્સર વિજેન્દ્ર કુમાર
બોક્સર વિજેન્દ્ર સિંહ આજે ભાજપમાં જોડાયો. તેઓ આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી.
આંતરરાષ્ટ્રીય બોકસર વિજેન્દ્ર કુમારને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે આજે ભાજપમાં સામેલ થયા છે. વિજેન્દ્ર સિંહને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો.બોક્સર વિજેન્દ્ર સિંહ આજે ભાજપમાં જોડાયો. તેઓ આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયો છે. તેમણે વર્ષ 2019માં કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. બોકસર વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયો છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક લાઈન પોસ્ટ કરી હતી. ત્યારબાદ એવી અટકળો થઈ રહી હતી કે, વિજેન્દ્ર સિંહ ભાજપમાં સામેલ થઈ શકે છે.
#WATCH | Boxer & Congress leader Vijender Singh joins BJP at the party headquarters in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/5fqOt9KIcp
— ANI (@ANI) April 3, 2024
લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી
વિજેન્દ્ર કુમારે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તેમણે કોંગ્રેસની ટિકિટ પરથી દક્ષિણ દિલ્હીથી ચૂંટણી લડી હતી. તે ભાજપના રમેશ બિધૂડી સામે ચૂંટણી હારી ગયો હતો. બિધૂડીને 6 લાખ 87 હજારથી વધારે મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાધવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ મત મળ્યા હતા. તો વિજેન્દ્ર કુમારને 1 લાખ 64 હજારથી વધારે મત મળ્યા હતા.
View this post on Instagram
વિજેન્દ્ર કુમાર મુળ હરિયાણા જિલ્લાના ભિવાનીનો રહેવાસી છે. તે જાટ સમુદાયમાંથી આવે છે. ત્યારે પશ્ચિમી યુપી અને હરિયાણાની સીટ પર ભાજપ માટે ફાયદો થઈ શકે છે. વિજેન્દ્રે 2008માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં 7મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે અને 4 જૂનના રોજ પરિણામ આવશે. લોકસભાની ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ મહેનતમાં લાગી ચૂકી છે.
આ પણ વાંચો : IPL 2024 : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટકકર ,અહિ ફ્રીમાં જુઓ ગુજરાતીમાં કોમેન્ટ્રી સાથે લાઈવ મેચ