ગૌતમ ગંભીરે આજે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ અગાઉ ક્યા ક્રિકેટરોએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને હાલ તેમની શું છે સ્થિતિ ?

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવતાં ખેલાડીઓથી લઇ અભિનેતાઓ રાજનીતિમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી રહ્યા છે. શુક્રવારે ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપની સાથે જોડાયા છે. જ્યાં તેઓ પોતાની નવી ઇનિંગ શરૂ કરશે. 2007ના T-20 વર્લ્ડ કપ અને 2011 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર બેટિંગ કરનાર ગંભીર લાંબા સમયથી […]

ગૌતમ ગંભીરે આજે ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે ત્યારે આ અગાઉ ક્યા ક્રિકેટરોએ રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે અને હાલ તેમની શું છે સ્થિતિ ?
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 9:35 AM

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવતાં ખેલાડીઓથી લઇ અભિનેતાઓ રાજનીતિમાં પ્રવેશ કરવાની શરૂઆત કરી રહ્યા છે. શુક્રવારે ભૂતપૂર્વ ભારતીય ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે 2019ની લોકસભાની ચૂંટણી માટે ભાજપની સાથે જોડાયા છે. જ્યાં તેઓ પોતાની નવી ઇનિંગ શરૂ કરશે.

2007ના T-20 વર્લ્ડ કપ અને 2011 ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર બેટિંગ કરનાર ગંભીર લાંબા સમયથી ચર્ચામાં હતા. જેમણે આખરે ભાજપનો સાથ મેળવી લીધો છે. આ ઉપરાંત પણ ઘણાં ખેલાડીઓ છે જેમણે ક્રિકેટની સાથે રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે.

ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન અને અગાઉ પાકિસ્તાનના બોલર ઈમરાન ખાન ક્રિકેટની સાથે સાથે રાજકીય રીતે પણ ઘણાં સક્રિય રહ્યા છે. 1992માં પાકિસ્તાનને વર્લ્ડ કપ ટીમના ઈમરાન ખાન કેપ્ટન હતા. જે બાદ 2018માં ઈમરાન ખાન પાકિસ્તાનની ભાગદોડ સંભાળી છે. તેઓ પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ પક્ષની રચના કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મોહમ્મદ અઝરુદ્દીન

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન ક્રિકેટના મેદાન પર સૌથી સફળ કેપ્ટનોમાં સ્થાન મેળવી ચુક્યા છે. તેઓ 2009માં કોંગ્રસની મુરાદાબાદ સાંસદ બન્યા હતા. જો કે તેમને કોઇ પણ મંત્રી પદ મળ્યું ન હતું.

અર્જુના રણતુંગા

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન જેના નેતૃત્વમાં 1996માં શ્રીલંકાની ટીમ વિશ્વ વિજેતા બની હતી. તેઓ લાંબા સમયથી રાજકારણમાં પ્રવેશ મેળવ્યો છે. તેઓ 2015થી શ્રીલંકા સરકારમાં પોર્ટ અને શિપિંગ મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેઓ સક્રિય રાજકારણમાં ઉત્તમ કામગીરી કરી રહ્યા છે.

સનથ જ્યસૂર્યા

શ્રીલંકામાં 1996માં વર્લ્ડ કપ ટીમના સહભાગી હતા. જેઓ પોતાના બેટિંગના કારણે ઘણાં ચર્ચામાં રહ્યા છે. આ સાથે જ રાજકીય ક્ષેત્રમાં પણ સનથ જ્યસૂર્યાએ પોતાની સારી પકડ રાખી છે. તેઓ શ્રીલંકાના કેન્દ્રીય મંત્રીના પદ પર રહ્યા છે.

નવજોતસિંહ સિધ્ધુ

હાલમાં ભારતીય રાજકારણનું સૌથી ચર્ચાસ્પદ નામ જેણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ બે વખત સાંસદ પણ રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટમાં એક સમયના ઓપનિંગ બેટ્સમેન તરીકે ઘણી નામનાં મેળવી ચુક્યા છે.

મોહમ્મદ કૈફ

125 વનડે રમી ચુકેલા અને એક ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સ્થાન મેળવનાર કૈફ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી ચુક્યા છે. પરંતુ તેઓ ક્યારેય ચૂંટણીમાં જીત મેળવી નથી. ઉત્તર પ્રદેશના ફુલપૂરથી ચૂંટણી લડી ચુક્યા છે.

કીર્તિ આઝાદ

1983માં વર્લ્ડ કપ વિજેતાં ભારતની ક્રિકેટ ટીમના ખેલાડી આઝાદ લાંબા સમય સુધી રાજકીય ઇનિંગ રમી રહ્યા છે. તેઓ 3 વખતના ભાજપના બિહારના સાંસદ દરભંગાથી રહ્યા છે. આ પછી 2019માં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.

ચેતન ચૌહાણ

ટેસ્ટ મેચમાં સુનિલ ગાવસ્કરના જોડીદાર અને સફળ બેટ્સમેનમાં ચેતન ચૌહાણ સ્થાન ધરાવે છે. તઓ ઉત્તર પ્રદેશના અમરોહાથી બે વખત સંસદ રહ્યા છે. જેમને ક્યારેય મંત્રી પદ આપવામાં આવ્યું ન હતું.

આ ઉપરાંત મનસૂર અલી ખાન પટોડી, વિનોદ કાંબલી, મનોજ પ્રભાકર અને પાકિસ્તાનના અમીર સોહેલ પણ ચૂંટણી લડ્યા છે. જો કે તેમની હાર થઇ છે. જે ઉપરાંત સચિન તેંડુલકરને પણ કોંગ્રેસ માનદ સાંસદ બનાવ્યા હતા. પરંતુ તેમને પણ કોઇ સત્તા આપવામાં આવી ન હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">