All England Championship, Final: ઈતિહાસ રચવા તૈયાર લક્ષ્ય સેન, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી

|

Mar 20, 2022 | 1:47 PM

વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને ડિફેન્ડિંગ ચેમ્પિયન મલેશિયાના લી જી જિયાને હરાવી ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ (Championship)ની ફાઈનલમાં પ્રવેશ કર્યો.

All England Championship, Final: ઈતિહાસ રચવા તૈયાર લક્ષ્ય સેન, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોવી
લક્ષ્ય સેને ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો
Image Credit source: BAI

Follow us on

All England Championship, Final: ભારતના યુવા સ્ટાર લક્ષ્ય સેને (Lakshya Sen) શનિવારે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ (All England Championship)ની ફાઈનલમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી સતત પ્રદર્શન કરી રહેલા લક્ષ્ય સેન માટે રવિવાર ઈતિહાસ રચવાની તક હશે. વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા લક્ષ્ય સેને ડિફેન્ડિંગ ચેમ્પિયન મલેશિયાના લી જી જિયાને હરાવી ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ (Championship)ની ફાઈનલમાં પ્રવેશ કર્યો.

સેન પ્રકાશ નાથ, પ્રકાશ પાદુકોણ (Prakasha Padukone) અને પુલેલા ગોપીચંદ પછી ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર ચોથો ભારતીય પુરૂષ ખેલાડી બન્યો. લક્ષ્યે સેમિફાઈનલ મેચમાં એક કલાક અને 16 મિનિટ સુધી પરસેવો પાડ્યો હતો. 21-13થી લી, 12 . 21, 21-19. પાદુકોણે 1980માં અને ગોપીચંદે 2001માં ખિતાબ જીત્યો હતો, જ્યારે મહિલા વિભાગમાં નાથ 1947માં અને સાયના નેહવાલ 2015માં ફાઈનલમાં હારી ગયા હતા. ફાઈનલમાં પહોંચનાર લક્ષ્ય સેનનો મુકાબલો ડેનમાર્કના દિગ્ગજ વિક્ટર એક્સેલસન સામે થશે. લક્ષ્યે તેને જર્મન ઓપનમાં હરાવ્યો હતો. વિક્ટર સામે સેનની આ પ્રથમ જીત હતી.

સેન ભારતની છેલ્લી આશા

સેને કહ્યું, ‘હું નર્વસ હતો પરંતુ માત્ર મેચ વિશે વિચારતો હતો. તે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ સેમીફાઈનલ હતી અને મારા મગજમાં ઘણા વિચારો આવી રહ્યા હતા, પરંતુ મેં મેચ પર ફોક્સ રાખ્યું હતું, આવી સ્થિતિમાં, ફેન્સની તમામ આશાઓ લક્ષ્ય પર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યારે રમાશે?

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ 20 માર્ચ (રવિવાર)ના રોજ રમાશે.

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ ક્યાં રમાશે?

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચેની આ મેચ બર્મિંગહામના યુટિલિટા એરેનામાં રમાશે.

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચે ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ ફાઈનલ કયા સમયે શરૂ થશે?

ફાઇનલ મેચો સાંજે 7.30 કલાકે શરૂ થશે. લક્ષ્ય દિવસની છેલ્લી મેચમાં કોર્ટમાં ઉતરશે.

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચેની ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલ આપણે ક્યાં જોઈ શકીએ?

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચેની ફાઈનલ મેચ MTV, VH1 અને H18 પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચેની ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશીપ ફાઈનલનું ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં કરવામાં આવશે

લક્ષ્ય સેન અને વિક્ટર એક્સેલસન વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Voot Select પર થશે.

 

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ઓલ રાઉન્ડર હજુ સુધી પહોંચી શક્યો નથી ભારત, ધોનીની ટીમનુ આ કારણ થી વધ્યુ ટેન્શન

Next Article