લંકા પ્રિમીયર લીગમાં ખરાબ પ્રદર્શનને લઇને ટ્રોલ થયો ઇરફાન પઠાણ, 2 ઓવર પણ પુરી ના કરી શક્યો પઠાણ

|

Nov 27, 2020 | 5:08 PM

શ્રીલંકામાં લંકા પ્રિમીયર લીગની શરુઆત થઇ ચુકી છે. પ્રથમ મેચમાં જ કોલંબો કિંગ્સનનો સામનો ટીમ કેંડી ટસ્કરથી થયો હતો. સુપર ઓવરમાં પહોંચેલી આ મેચમાં કોલંબો કિંગ્સની ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત દર્જ કરાવી ચુકી છે. કેંડી ટસ્કરે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતા. જવાબમાં કોલંબોની ટીમે પણ 20 ઓવરમાં […]

લંકા પ્રિમીયર લીગમાં ખરાબ પ્રદર્શનને લઇને ટ્રોલ થયો ઇરફાન પઠાણ, 2 ઓવર પણ પુરી ના કરી શક્યો પઠાણ

Follow us on

શ્રીલંકામાં લંકા પ્રિમીયર લીગની શરુઆત થઇ ચુકી છે. પ્રથમ મેચમાં જ કોલંબો કિંગ્સનનો સામનો ટીમ કેંડી ટસ્કરથી થયો હતો. સુપર ઓવરમાં પહોંચેલી આ મેચમાં કોલંબો કિંગ્સની ટીમ ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત દર્જ કરાવી ચુકી છે. કેંડી ટસ્કરે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 219 રન બનાવ્યા હતા. જવાબમાં કોલંબોની ટીમે પણ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. આમ મેચ ટાઇ થતા સુપર ઓવર રમાઇ હતી. ભારતના પુર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ આ મેચમાં કેંડી ટસ્કર્સ તરફ થી મેદાનમાં ઉતર્યો હતો. પરંતુ હેમસ્ટ્રીંગની સમસ્યાને લઇને તે બે ઓવર પણ ફેંકી શક્યો નહોતો. જે પછી તો ટ્વીટર પર લોકોએ તેને મનમુકીને ટ્રોલ કર્યો હતો.

ઇરફાન પઠાણે આ મેચમાં માત્ર 1.5 ઓવર જ નાંખી હતી. વિના કોઇ વિકેટ મેળવીને તેણે 25 રન આપ્યા હતા. પોતાની બીજી ઓવર નાંખવા દરમ્યાન પઠાણને હેમસ્ટ્રીંગની સમસ્યાથી પીડાતો જોવા લાગ્યો હતો અને તેની ઓવરની આખરી બોલ પણ નહોતો નાંખી શક્યો. ઇરફાન પઠાણ પોતાના આ ખરાબ પ્રદર્શન પછી ટ્વીટર પર લોકોના નિશાના પર રહ્યો હતો અને ટ્રોલ કર્યો હતો. ઇરફાન પઠાણ આઇપીએલ દરમ્યાન ધોનીની ફીટનેસ પર સવાલ ઉભા કર્યા હતા અને તેની નિંદા પણ કરી હતી. 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કેંડી ટસ્કરની તરફ થી કેપ્ટન કુશલ પરેરાએ શાનદાર બેટીંગ કરતા 52 બોલમાં 87 રનની આતશી ઇનીંગ રમી હતી. જ્યારે રહેમાન ઉલ્લાહ ગુરબાજ એ પણ જોરદાર બેટીંગ કરીને 22 બોલમાં 53 રન ફટકાર્યા હતા. કોલંબો તરફ થી દિનેશ ચાંદીમલે 46 બોલમાં 80 રનની તોફાની ઇનીંગ રમી હતી. જ્યારે ઇસુરુ ઉડાનાએ આખરી ઓવરોમાં 12 બોલમાં ચાર છગ્ગા ની મદદ થી 34 રન બનાવ્યા હતા. 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Next Article