Koneru Humpy કોરોના વેક્સીન કોનેરુ હમ્પી માટે બની ચિંતાજનક, એક પછી એક ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી રહી છે

|

Oct 01, 2021 | 5:10 PM

દેશની નંબર વન ચેસ ખેલાડી કોનેરુ હમ્પી (Koneru Humpy) ને સ્પેનમાં આયોજિત યુરોપિયન ક્લબ કપ અને મહિલા વિશ્વ ટીમ ચેસ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી નથી.

Koneru Humpy કોરોના વેક્સીન કોનેરુ હમ્પી માટે બની ચિંતાજનક, એક પછી એક ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી રહી છે
Koneru Humpy

Follow us on

Koneru Humpy : ભારતની નંબર વન મહિલા ચેસ ખેલાડી કોનેરુ હમ્પી (Koneru Humpy) આ દિવસોમાં ઘરે સમય પસાર કરી રહી છે. તે સ્પેનમાં આયોજિત મહિલા વર્લ્ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપનો ભાગ નથી

જ્યાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. એવું નથી કે હમ્પીને ટીમમાંથી પડતી મૂકવામાં આવી હતી અથવા તે પોતે બ્રેક માંગે છે. આ મહત્વની ચેમ્પિયનશિપમાં હમ્પી(Koneru Humpy)ની ગેરહાજરીનું કારણ કોવેક્સીન (COVAXIN)છે. વિશ્વભરના દેશોમાં રસીને લગતા વિવિધ નિયમો છે. આ નિયમોને કારણે હમ્પીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવાની તક મળી ન હતી.

હમ્પી(Koneru Humpy)એ છેલ્લે ફેબ્રુઆરી 2020 માં એક ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ પછી કોરોનાને કારણે ઘણી ટુર્નામેન્ટનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, હવે જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલી રહી છે, ત્યારે હમ્પીને ઘરે બેસવાની ફરજ પડી છે. તે એક મહિનામાં બે મહત્વની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, યુરોપિયન ક્લબ કપ અને સ્પેનમાં યોજાઈ રહેલી વિમેન્સ વર્લ્ડ ટીમ  (Women’s World Team)ચેસ ચેમ્પિયનશિપ. હમ્પીનો દોષ માત્ર એટલો જ છે કે તેણે કોવાસીન લીધી હતી. આ રસી સ્પેન સહિતના ઘણા દેશોમાં માન્ય નથી. આ જ કારણ છે કે હમ્પી(Koneru Humpy)ને વિઝા મળી રહ્યા નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રસીને કારણે હમ્પીને તક મળી ન હતી

હમ્પીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે જે રસીને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું તેના કારણે હું મુસાફરી કરી શકતી નથી. જ્યારે મેં આ રસી લીધી ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. મારે આ વર્ષે જિબ્રાલ્ટરમાં ગ્રાન્ડ પ્રિકસમાં ભાગ લેવાનો હતો, તેથી જ મને સરકારી હોસ્પિટલ (Government Hospital)માં પસંદગી આપવામાં આવી હતી.

બાકીના ખેલાડીઓએ મારા પછી રસી લીધી અને કદાચ તેમાંથી કોઈએ કોવેક્સીન રસી લીધી નહીં કારણ કે ત્યાં સુધી તેની મુસાફરી પર અસર વિશે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. તે ખૂબ જ વિચિત્ર છે કે, મને મુસાફરી માટે રસી આપવામાં આવી અને હવે હું તેના કારણે તે મુસાફરી કરી રહી નથી.

હમ્પીને બદલે મારિયા એનને તક મળી

સ્પેનમાં કોવેક્સીન (COVAXIN) મંજૂર નથી. જોકે તેણે કોવિશિલ્ડને માન્યતા આપી છે. હમ્પીની યોજના હતી કે તે ઉત્તર મેસેડોનિયાથી સ્પેન જશે પરંતુ તેને બંને સ્થળો માટે વિઝા મળ્યા નથી. હમ્પીની જગ્યાએ પદ્મિની રાઉતને બેકઅપ તરીકે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ તેણીને પણ આ જ કારણોસર વિઝા મળ્યો ન હતો. આખરે, મેરિઆને હમ્પીની જગ્યાએ વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મોકલવામાં આવી. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે.

આ પણ વાંચો : IPL 2021: ડેવિડ વોર્નરની આઇપીએલ કારકિર્દી ખતમ થઇ ગઇ! સનરાઇઝર્સ હૈદરાબાદમાં વર્ચસ્વની લડાઇનુ પરિણામ?

Next Article