IPL 2021: ડેવિડ વોર્નરની આઇપીએલ કારકિર્દી ખતમ થઇ ગઇ! સનરાઇઝર્સ હૈદરાબાદમાં વર્ચસ્વની લડાઇનુ પરિણામ?
ડેવિડ વોર્નર (David Warner) હવે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની સાથે રહ્યો નથી એવુ નિશ્વિત છે. આ દરમ્યાન તે હવે મેદાનમાં આવવાના બદલે હોટલમાં રહી ચિયર કરે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદમાં મહત્વની ભૂમિકા ભજવનાર ડેવિડ વોર્નર (David Warner), IPL 2021 માં રાજસ્થાન રોયલ્સ સામે ડગઆઉટમાં પણ જોવા મળ્યો ન હતો. IPL ના ઇતિહાસમાં હૈદરાબાદ માટે સૌથી વધુ રન ફટકારીને ઇતિહાસ રચનાર ડેવિડ વોર્નરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી, એવું પહેલીવાર થયુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પોસ્ટથી તેના ફેન્સને મોટો ફટકો પડ્યો.
જ્યારે એક પ્રશંસકે ઓસ્ટ્રેલિયન ખેલાડીને સનરાઇઝર્સ હૈદરાબાદની ઇલેવનમાં પરત ફરવાની વિનંતી કરી. ત્યારે તેમણે લખ્યું, કમનસીબે હવે પરત આવી શકતા નથી, પરંતુ મહેરબાની કરીને તમારો સપોર્ટ ચાલુ રાખો. હૈદરાબાદના સમર્થકો માટે આ એક મોટો ફટકો છે, કારણ કે તેઓએ વોર્નર સાથે હ્રદયથી સંબંધો બંધાયા હતા.
શું વોર્નરની રમતનો અંત આવી ચૂક્યો છે?
આઈપીએલમાં ટીમ મુશ્કેલ લડી રહી હોય કે ટ્રોફી જીતતી હોય, લોકોનો સાથ હંમેશા ડેવિડ વોર્નર સાથે રહ્યો છે. 34 વર્ષીય વોર્નર રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર અને કેન વિલિયમ્સનની જેમ ટીમની કરોડરજ્જુ રહ્યો છે. તે ટીમ માટે રન બનાવતા હોય અથવા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે વાતચીત કરતા હોય, તેમનું પ્રદર્શન હંમેશા સારુ રહ્યુ છે.
પરંતુ એસઆરએચ, ટોમ મૂડી, ટ્રેવર બેલિસ અને બ્રેડ હેડિન જેવા ઓસ્ટ્રેલિયન સ્ટાફથી ભરેલા, વોર્નરને સ્પષ્ટ રીતે સાઇડલાઇન કરી દીધો છે. વોર્નર, જે એક સમયે ટીમની ઓળખ હતો, તેને ચીયર લીડર જેવો બનાવવામાં આવ્યો છે. જે ફક્ત તેના હોટલના રૂમમાંથી અથવા સોશિયલ મીડિયા પર ટીમને પ્રોત્સાહિત કરે છે.
શુ ફરી એકવાર વોર્નર ઓરેન્જ જર્સીમાં રમતો જોવા મળશે ?
સંભાવનાઓ બહુ સારી દેખાતી નથી. વોર્નર આ સિઝનમાં ખરાબ રીતે આઉટ ઓફ ફોર્મ રહ્યો છે. તેણે 8 મેચમાં 24.37 ની સરેરાશથી માત્ર 181 રન બનાવ્યા હતા. તેમનો 107.73 નો સ્ટ્રાઇક રેટ આજ સુધીનો સૌથી ખરાબ પ્રદર્શન રહ્યો છે. ટી-20 ની 14 મી આવૃત્તિ તેના માટે સૌથી ખરાબ સાબિત થઈ છે.
ખેલાડીના જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે અને વોર્નર પણ તેનો અપવાદ નથી. જ્યારે ફોર્મ ખરાબ હોય ત્યારે ખેલાડીઓને તક ન આપવી તે એકદમ વાજબી છે. પરંતુ વોર્નર સાથે જે પ્રકારની વર્તણૂક કરવામાં આવી છે તેનાથી તેના ચાહકો ગુસ્સે થયા છે.
વોર્નરનુ IPLમાં હજુ ગણુ યોગદાન બાકી
જ્યારે કોચ બેલિસને સીધું જ પૂછવામાં આવ્યું કે શું SRH માં વોર્નરની રમત સમાપ્ત થઈ ગઈ છે. ત્યારે તેણે ભારપૂર્વર્ક જવાબ આપ્યો, તેની ચર્ચા થઈ નથી. મેજર ફાઇનલ (મેગા ઓક્શન) પહેલા આ છેલ્લું વર્ષ છે, આવા નિર્ણયો પછીથી લેવામાં આવશે. વોર્નરે સનરાઇઝર્સમાં વર્ષોથી મહાન યોગદાન આપ્યું છે. તે ખૂબ જ આદરણીય ખેલાડી છે. તેણે જે રીતે રન બનાવ્યા છે, મને ખાતરી છે કે આઈપીએલમાં હજુ ઘણું યોગદાન બાકી છે. IPL ની મેગા હરાજી જાન્યુઆરી 2022 માં યોજાનાર છે.
આ બધું વોર્નરે IPL 2021 ના પહેલા ચરણમાં દિલ્હી કેપિટલ્સ સામે પ્લેઇંગ ઇલેવનમાંથી મનીષ પાંડેના બાકાત કરવા પર નારાજગી વ્યક્ત કરવાનુ શરૂ કર્યું હતુ. આ પછી, સાત મેચમાં માત્ર એક જીતથી વોર્નરની ટીમમાં સ્થિતિ ખરાબ થઈ ગઇ હતી. કેન વિલિયમસનને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં SRH એ બાકીની ત્રણ મેચમાંથી માત્ર એક જ મેચ જીતી હતી.
આઇપીએલ સાથે વોર્નરને જોડાઇ રહેવા આ છે તક
જો 2016 ની આઇપીએલ ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ આઇપીએલની 15 મી સિઝનમાંથી વોર્નરને હટાવવા માંગે છે. તો તે નવી આવેલી બે આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓ માટે સારા સમાચાર હશે. તે વોર્નરને તેની ટીમમાં સમાવવા ઈચ્છશે. હજુ પણ, ડેવિડ વોર્નરમાં એટલું ક્રિકેટ બાકી છે, કે જે તેને IPL ની હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરે તેને માટે સ્પર્ધા કરી શકે છે.
T20 માં દસ હજારથી વધુ રન બનાવનાર ખેલાડી, ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ, ચોક્કસપણે વધુ સારી સારવારને પાત્ર છે. ભવિષ્યમાં વોર્નર સાથે જે પણ થશે, તેની સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની રમત સુવર્ણ અક્ષરોમાં લખાશે. કહેવાય છે કે સાચા સોનાને ક્યારેય કાટ લાગતો નથી.