જાણો દુનિયાના આ 10 ક્રિકેટર્સ વિશે જેઓ 2019 વલ્ડૅ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી શકે છે

|

Feb 25, 2019 | 12:34 PM

2019 ક્રિકેટ વલ્ડૅ કપને શરૂ થવામાં હવે થોડા દિવસોની વાર છે. 2019નો આ વલ્ડૅ કપ દુનિયાના ઘણાં મોટા ક્રિકેટરો માટે છેલ્લો વલ્ડૅ કપ હશે. આ વખતે આ 10 ખેલાડીઓ પર નજર રહેશે કારણ કે આ ક્રિકેટરો હવે પછી રમતના મેદાનમાં ફરી ના પણ જોવા મળે. 1.ક્રિસ ગેઈલ વેસ્ટઈન્ડીઝના ક્રિસ ગેઈલે જાહેર કરી દીધું છે કે […]

જાણો દુનિયાના આ 10 ક્રિકેટર્સ વિશે જેઓ 2019 વલ્ડૅ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરી શકે છે

Follow us on

2019 ક્રિકેટ વલ્ડૅ કપને શરૂ થવામાં હવે થોડા દિવસોની વાર છે. 2019નો આ વલ્ડૅ કપ દુનિયાના ઘણાં મોટા ક્રિકેટરો માટે છેલ્લો વલ્ડૅ કપ હશે. આ વખતે આ 10 ખેલાડીઓ પર નજર રહેશે કારણ કે આ ક્રિકેટરો હવે પછી રમતના મેદાનમાં ફરી ના પણ જોવા મળે.

1.ક્રિસ ગેઈલ
વેસ્ટઈન્ડીઝના ક્રિસ ગેઈલે જાહેર કરી દીધું છે કે વલ્ડૅ કપ પછી તે વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃતી લેશે. જો વિન્ડીઝ ટીમમાં ગેઈલને જગ્યા મળશે તો તેમનો આ પાંચમો વલ્ડૅ કપ હશે. 39 વર્ષીય ક્રિસ ગેઈલે અત્યાર સુધી 284 મેચ રમ્યા છે. જેમાં 9727 રન બનાવ્યા છે. 2015 વલ્ડૅ કપમાં ઝિમ્બાબ્વેની સામે ક્રિસ ગેઈલની 215 રનની ઈનિંગ ખુબ મજેદાર હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2.મહેન્દ્ર સિંહ ધોની
આ લિસ્ટમાં બીજુ નામ ધોનીનું છે. 37 વર્ષીય ધોનીએ આવી કોઈ જાહેરાત નથી કરી કે તે 2019 વલ્ડૅ કપ પછી વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃતી લેશે. પણ 338 વન-ડે મેચમાં 10415 રન બનાવી ચૂકેલા ધોની માટે આ છેલ્લો વલ્ડૅ કપ હશે તેવી અટકળો સેવાઈ રહી છે. ધોનીની કપ્તાનીમાં 2007 વલ્ડૅ કપ, 2011 વલ્ડૅકપ, અને 2013 ચેમ્પિયન ટ્રોફી ઈન્ડિયા જીતી ચૂકયુ છે.

3. ડેલ સ્ટેન
35 વર્ષીય સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેને 124 વન-ડે મેચ રમી છે અને 195 વિકેટ લીધી છે. સ્ટેનની બોલિંગ દેખવાની આ છેલ્લી તક છે. કારણ કે વધતી ઉંમરની સાથે ફિટનેસની મુશ્કેલીના કારણે આ ક્રિકેટર વલ્ડૅ કપ બાદ નિવૃતી જાહેર કરી શકે છે.

4.હાશિમ અમલા
આ લિસ્ટમાં ચોથું સાઉથ આફ્રિકાના આ ક્રિકટરનું નામ છે. હાશિમ અમલા પણ આ વલ્ડૅ કપ બાદ નિવૃતી જાહેર કરી શકે છે. અત્યાર સુધી 174 વન-ડે મેચમાં 7910 રન બનાવ્યા છે. તેની સાથે 27 સદી અને 37 અડધી સદી કરી ચૂકયા છે.

5.શોએબ મલિક
પાકિસ્તાનના પૂર્વ કૅપ્ટન શોએબ મલિકનો પણ આ વલ્ડૅ કપ આખરી હોય શકે છે. 1999માં વન-ડે ક્રિકેટની શરૂઆત કરનારા આ ક્રિકેટરે અત્યાર સુધી 279 વન-ડે મેચમાં 7379 રન બનાવ્યા છે. આ તેમનો ચોથો વલ્ડૅ કપ છે.

6.લસિત મલિંગા
છેલ્લો વલ્ડૅ કપ રમનારા નામમાં આગળનું નામ શ્રીલંકાથી છે. 35 વર્ષીય મલિંગાનો પણ આ ચોથો વલ્ડૅ કપ છે. મલિંગા 213 વન-ડેમાં 318 વિકેટ લઈ ચૂકયા છે. મલિંગાના યોર્કર માટે દુનિયા તેમને આ વલ્ડૅ કપમાં જોવા માંગશે. આ વલ્ડૅ કપ બાદ મલિંગા વન-ડે મેચમાંથી નિવૃતી જાહેર કરી શકે છે.

7.રોસ ટેલર
ન્યૂઝીલેન્ડના બેટસમેન રોસ ટેલરનો પણ આ આખરી વલ્ડૅ કપ હોય શકે છે. રોસ ટેલર ન્યૂઝીલેન્ડ માટે 13 વર્ષથી ક્રિકેટ રમી રહ્યાં છે. તે અત્યાર સુધી 217 વન-ડેમાં 20 સદી અને 46 અડધી સદી કરી ચૂકયા છે. બધી જ સદી કર્યા પછી રોસ ટેલર જીભ દેખાડીને દર્શકોનો આભાર માને છે.

8.મશરફ મોર્ટાઝા
બાંગ્લાદેશથી પણ એક ખેલાડી આ લિસ્ટમાં છે. 35 વર્ષીય મશરફ મોર્ટાઝાએ તેમના 18 વર્ષીય ક્રિકેટ કરીયરમાં 204 વન-ડે મેચમાં 258 વિકેટ લીધી છે. તેમના ક્રિકેટ કરીયરને અલવિદા કરે તે પહેલા તેમનો આ આખરી વલ્ડૅ કપ હોય શકે છે.

9.જેમ્સ અંડરસન
ઈંગ્લેન્ડના જેમ્સ અંડરસન પણ 2019ના વલ્ડૅ કપ પછી વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી લઈ શકે છે. તેમને 194 વન-ડે મેચમાં 269 વિકેટ લીધી છે. ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં આ બોલરે જે સ્થાન હાંસલ કર્યુ છે, તે દુનિયામાં કોઈ નથી કરી શકયુ. અંડરસને 148 ટેસ્ટ મેચમાં 575 વિકેટ લીધી છે. આ વલ્ડૅ કપ ઈંગ્લેન્ડમાં છે તો અંડરસન પર ખાસ નજર રહેશે.

TV9 Gujarati

 

10.ડેરેન સામી
આ લિસ્ટમાં છેલ્લુ નામ છે વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર ડેરેન સામીનું છે. 15 વર્ષના ક્રિકેટ કરીયરમાં ડેરેન સામીએ 126 વન-ડે મેચમાં 81 વિકેટ લીધી છે અને 1871 રન બનાવ્યા છે.

આમ દુનિયાના આ ક્રિકેટરો કદાચ છેલ્લીવાર મેચમાં રમશે તેવી અટકળો છે. જેમાં ભારતીય ટીમના મહેન્દ્રસિંહ ધોનીનો પણ સમાવેશ થાય છે. જોઈએ કે 2019ના વલ્ડૅ કપ પછી કોણ રહે છે અને કોણ ક્રિકેટની દુનિયામાંથી અલવિદા કહી જાય છે.

[yop_poll id=1802]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article