KL Rahul દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનશે, રોહિતનું લેશે સ્થાન

કેએલ રાહુલને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

KL Rahul દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનશે, રોહિતનું લેશે સ્થાન
KL Rahul (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2021 | 3:16 PM

KL Rahul : ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન (Vice Captain) કોણ છે? આ સવાલનો જવાબ કેએલ રાહુલના રૂપમાં મળી ગયો છે. કેએલ રાહુલ હવે ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ (South Africa tour) માટે ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન હશે. તે આ પદ પર રોહિત શર્મા (Rohit Sharma)નું સ્થાન લેશે. રોહિત પ્રવાસ પહેલા જ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે, જેના કારણે તેને આ શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. રોહિત શર્માના બહાર થયા બાદ ભારત સામે સૌથી મોટો પ્રશ્ન વાઇસ કેપ્ટનશિપનો આગામી વિકલ્પ હતો. અનેક નામોની અટકળો ચાલી રહી હતી. પરંતુ અંતે કેએલ રાહુલ (KL Rahul)ના નામ પર મહોર લાગી હતી.

અજિંક્ય રહાણે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા લાંબા સમય સુધી ભારતીય ટેસ્ટ ટીમ (Indian Test team)નો વાઇસ કેપ્ટન હતો. પરંતુ છેલ્લા 12 મહિનામાં તેની ખરાબ રમતને કારણે તેની વાઇસ-કેપ્ટન્સી પર પણ અસર પડી હતી. પરિણામ એ આવ્યું કે BCCIએ તેને હટાવીને ટેસ્ટ ટીમનું વાઇસ કેપ્ટન રોહિત શર્માને સોંપી દીધું, જે આ વર્ષે ટેસ્ટમાં ભારતના સૌથી સફળ બેટ્સમેન રહી ચૂક્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે વાઇસ કેપ્ટન હશે

કેએલ રાહુલને હાલમાં જ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. BCCIના સૂત્રોએ સમાચાર એજન્સીએ કેએલ રાહુલની ઉપ-કેપ્ટન તરીકે નિમણૂક વિશે માહિતી આપી હતી. સૂત્રોએ જણાવ્યું કે, રોહિત ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળીને પણ ખુશ છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.

રાહુલ ઉપ-કપ્તાનીનો પ્રબળ દાવેદાર હતો

રોહિત શર્માની ગેરહાજરીમાં, કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ટીમની વાઇસ-કેપ્ટન્સી સંભાળવાનો સૌથી પ્રબળ દાવેદાર હતો. તેનું એક મોટું કારણ ટીમમાં તેનું સ્થાન છે. ટેસ્ટ શ્રેણીમાં ભારતને સારી શરૂઆત કરાવવા માટે કેએલ રાહુલ જવાબદાર હશે. તેનું વર્તમાન ફોર્મ શાનદાર છે, જે તે દક્ષિણ આફ્રિકામાં પણ જાળવી રાખવા માંગે છે.

મયંક અગ્રવાલ કેએલ રાહુલનો ઓપનિંગ પાર્ટનર બની શકે છે. જો કે, આ દરમિયાન, રોહિત શર્મા, જે હેમસ્ટ્રિંગ સામે લડી રહ્યો છે, તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રોહિત 19 જાન્યુઆરી, 2022 થી શરૂ થનારી ODI શ્રેણી પહેલા દક્ષિણ આફ્રિકા પહોંચશે.

આ પણ વાંચો : Urvashi Rautelaનો નવો લૂક જોઈ ફેન્સ પણ ચોંકી ગયા, કહ્યું ‘એક સેકન્ડ માટે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">