Kings XI Punjab: આખરે ગત સિઝનના મોંઘા નિવડેલા ફ્લોપ શો ગ્લેન મેક્સવેલને વિદાય કરાયો
કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) પણ IPL 2021 પહેલા પોતાના કેટલાક ખેલાડીઓને રીલીઝ કર્યા છે. તો તેમાં સૌથી મોટુ નામ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) નુ છે.
કિંગ્સ ઇલેવન પંજાબે (Kings XI Punjab) પણ IPL 2021 પહેલા પોતાના કેટલાક ખેલાડીઓને રીલીઝ કર્યા છે. તેમાં સૌથી મોટુ નામ ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) નુ છે. ગત સિઝન IPL 2020માં ફ્લોપ શો કર્યા બાદ તેને આલોચકોએ ખુબ જ નિશાને લીધો હતો. તેને IPL 2020 માટે પંજાબે 10.75 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તે સદંતર નિષ્ફળ રહ્યો હતો. ગ્લેન મેક્સવેલે આખી સિઝનમાં એક પણ છગ્ગો પણ લગાવ્યો નહોતો. પંજાબે આ ઉપરાંત શેલ્ડન કોટ્રેલ, મુજીબ ઉર રહેમાન, કે ગૌતમ, જીમી નિસ્સમ, વરુણ નાયર, જગદિશ સુચિત, તાજિંદર સિંહ અને હાર્ડુસ વિલ્યનને પણ રીલીઝ કરી દીધા છે.
પજાબે મોટે ભાગે ખૂબ જ મોંઘાદાટ ખેલાડીઓને બહારનો રસ્તો દેખાડ્યો હતો. મેક્સવેલ ઉપરાંત શેલ્ડન કોટ્રેલ 8.5 કરોડ, ગૌતમ 6.2 કરોડ, વરુણ નાયર 5.6 કરોડ અને મુજીબ ઉર રહેમાનને ચાર કરોડ સાથે ગત સિઝનમાં રમી રહ્યા હતા. જોકે તેઓ કોઇ જ કમાલ ગત સિઝનમાં દેખાડ્યો નહોતો. હવે પંજાબ પાસે ખેલાડીઓને રીલીઝ કરતા 53 કરોડનુ બજેટ થઇ ચુક્યુ છે. જે ખુબ જ મોટુ બજેટ કહી શકાય. જેનાથી હવે નવા ખેલાડીઓ ખરીદી શકાશે.
https://twitter.com/lionsdenkxip/status/1351873946803597313?s=20
પંજાબની ટીમ અત્યાર સુધીમાં એક પણ વાર આઇપીએલ વિજેતા બની શકી નથી. ટીમ એક જ વાર અત્યાર સુધીમાં ફાઇનલમાં પહોંચી શકી છે. આઇપીએલ વિજેતા બનવા માટે પંજાબ અનેકવાર પ્રયોગ કરી રહ્યુ છે. જોકે આ વખતે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વાર કોચનો બદલાવ નથી કર્યો. ટીમના કોચ હજુ પણ અનિલ કુંબલે છે, તેમજ કેએલ રાહુલ પાસે જ કેપ્ટનશીપ છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલા Mohan Bhagwat સૌરાષ્ટ્રના પ્રવાસે