AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khelo India Youth Games 2021 : ખેલો ઇન્ડિયામાં આ વર્ષે 18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ, 5 ભારતીય રમતોનો સમાવેશ કરાયો

Khelo India Youth Games 2021 : હરિયાણામાં 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ચોથી સીઝન રમાશે.

Khelo India Youth Games 2021 : ખેલો ઇન્ડિયામાં આ વર્ષે 18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ, 5 ભારતીય રમતોનો સમાવેશ કરાયો
સાંકેતિક તસ્વીર
| Updated on: Jun 10, 2021 | 11:12 PM
Share

Khelo India Youth Games 2021 : હરિયાણામાં 21 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની ચોથી સીઝન રમાશે. કોરોના મહામારીને કારણે હરિયાણામાં યોજાનારી ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021’ નું શિડ્યુલ બદલાઇ ગયું છે. ટૂર્નામેન્ટને હવે ટૂંકાવીને 10 દિવસની કરવામાં આવી છે. યુથ ગેમ્સની ચોથી સીઝન 21 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી ચાલશે.

18 વર્ષ સુધીના ખેલાડીઓને પ્રવેશ Khelo India Youth Games 2021 માં પહેલીવાર 18 વર્ષ સુધીના ખેલાડીઓ પણ ભાગ લેશે. અત્યાર સુધી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં અંડર-17 ના ખેલાડીઓ જોડાતા હતા. કોરોનાને કારણે ગત વર્ષે ગેમ્સ સ્થગિત કરવામાં આવી હતી માટે અ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અત્યાર સુધીની ત્રણ સિઝનમાં બે કેટેગરી અંડર 17 અને અંડર 21 ના ખેલાડીઓ ભાગ લેતા હતા. આ વર્ષે ચોથી સીઝનમાં 18 વર્ષથી વધુના ખેલાડીઓ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં જોડાશે.

એક દિવસમાં 5 હજાર ખેલાડીઓ ભાગ લેશે Khelo India Youth Games 2021 હરિયાણાના પંચકુલા, અંબાલા, શાહબાદ સહિત ચંદીગઢ અને દિલ્હીમાં રમાશે. જેમાં દેશભરમાંથી લગભગ 10 હજારથી વધુ ખેલાડીઓ અને અધિકારી જોડાશે. ખેલો ઇન્ડિયાના ડાયરેક્ટર પંકજ નૈનેએ જણાવ્યું કે 10 દિવસ સુધી ચાલનારી આ સીઝનમાં એક દિવસમાં ઓછામાં ઓછા 5 હજાર ખેલાડીઓ અને અધિકારીઓ આવી જઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાના કારણે આ વખતે દરેક ખેલાડીઓ માટે અલગ અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. જો નવેમ્બર સુધી પરિસ્થિતિમાં સુધાર નહીં થાય તો દર્શકો વગર જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરવામાં આવશે.

5 ભારતીય રમતોનો સમાવેશ Khelo India Youth Games 2021 માં પાંચ ભારતીય પારંપરિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચમાંથી 4 માર્શલ આર્ટ છે અને એક યોગ છે.

1) થાંગ-તા: થાંગ-તા મણિપુરનું માર્શલ આર્ટ છે. તલવાર, ભાલા, ઢાલના ઉપયોગથી રમવામાં આવતું આ માર્શલ આર્ટ મણીપુર ઉપરાંત જમ્મુ-કાશ્મિર અને છત્તીસગઢમાં પણ રમવામાં આવે છે.

2) કલરિપયટ્ટુ : કેરળમાંથી શરૂ થયેલા આ માર્શલ-આર્ટને વિશ્વની સૌથી જુની માર્શલ-આર્ટ તેકનીક માનવામાં આવે છે.

3) મલખંભ : મલખંભ એ મધ્યપ્રદેશની રાજકીય રમત છે.જેમાં લાકડાના એક ખંભા કે દોરડાની ઉપર કરતબ દેખાડવામાં આવે છે.

4) ગતકા : ગતકા શીખોની પારંપરિક યુદ્ધ કલા છે. પંજાબ સરકારે તેને રમતની માન્યતા આપી છે.

5) યોગાસન: ગત વર્ષે ભારત સરકારે યોગને રમતની માન્યતા આપી છે.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">