Khelo India University Games : ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સિઝનનો આજથી પ્રારંભ, 4529 એથ્લેટ ભાગ લેશે

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સિઝનનો આજથી પ્રારંભ થશે. જેમાં દેશની 189 યુનિવર્સિટીના 4529 એથ્લેટ ભાગ લેશે. બેંગાલૂરૂમાં પાંચ સ્થળે તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, કુસ્તી, કરાટે, યોગાસન, મલખંમ, બોક્સિંગ, ફૂટબોલ સહિતની 20 રમતોનું આયોજન કરાયું છે. આ 20 રમતોમાં 257 ગોલ્ડ મેડલ જીતવા માટે એથ્લેટ વચ્ચે જંગ જામશે.

Khelo India University Games : ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સિઝનનો આજથી પ્રારંભ, 4529 એથ્લેટ ભાગ લેશે
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની બીજી સિઝનનો આજથી પ્રારંભ,4529 એથ્લેટ ભાગ લેશેImage Credit source: khelo india university games twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 9:17 AM

Khelo India University Games: દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય કાર્યક્રમ ખેલો ઈન્ડિયા હેઠળ, રવિવારે બેંગલુરુમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ  (Khelo India University Games)શરૂ થવા જઈ રહી છે. આ ગેમ્સનું ઉદ્ઘાટન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ બેંગલુરુના કાંતિરવા સ્ટેડિયમમાં કરશે. રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Anurag Thakur)શનિવારે જણાવ્યું હતું કે દેશભરની 189 યુનિવર્સિટીઓના લગભગ 3900 પુરુષ અને મહિલા ખેલાડીઓ આ રમતોમાં તેમની પ્રતિભાને ચમકાવશે. દેશ માટે ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા મોટા ખેલાડીઓ પણ આ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા છે, જે યુવા અને ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે.

આ ગેમ્સનું આયોજન 52 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે, જેમાંથી 35 કરોડ રૂપિયા રમત-ગમત મંત્રાલયે ફાળવ્યા છે, દેશભરમાંથી આવનારા એથ્લેટ માટે 3500 રૂમ અને 1500 જેટલા આર્ટ ઓફ લિવિંગ રૂમ નક્કી કરવામાં આવ્યા છે, આ પૂર્વે યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ સિઝનમાં પંજાબ યુનિવર્સિટી ટોચ પર રહી હતી, પંજાબ યુનિવર્સિટીના એથ્લેટે 17 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝ સાથે 46 મેડલ જીત્યા હતા, તો સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પૂણે બીજા સ્થાને રહી હતી

આ 5 સ્ટેડિયમમાં આયોજન

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

જૈન ગ્લોબલ યુનિવર્સિટી કેમ્પસ

જૈન સ્પોર્ટસ સ્કૂલ

કાંતિરવા સ્ટેડિયમ

ફિલ્ડ માર્શલ કરિઅપ્પા હોકી સ્ટેડિયમ

SAI નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ

મનુ, દુતી, શ્રીહરિ જેવા ઓલિમ્પિયન ભાગ લેશે

શૂટર મનુ ભાકર, દિવ્યાંશ સિંહ પંવાર, ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, દોડવીર દુતી ચંદ, સ્વિમર શ્રીહરિ નટરાજ જેવા ઓલિમ્પિયન ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આ ગેમ્સમાં કુલ 275 ગોલ્ડ મેડલ દાવ પર હશે. 3 મેના રોજ સમાપન સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. અહીં યોજાનારી 20 રમતોમાં મલખંભ અને યોગાસન જેવી દેશી રમતોનું પણ આયોજન કરવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

g clip-path="url(#clip0_868_265)">