કપિલદેવની 175 રનની ધુંઆધાર બેટીંગ, એ યાદગાર દિવસનો ના વીડિયો છે કે ના તો ઓડિયો, જાણો કારણ

|

Jan 06, 2021 | 10:20 PM

કપિલ દેવ (Kapil Dev)ના જન્મ દિવસે આજે એક કહાની યાદ જરુર કરવી પડે. કપિલ દેવની એ ધુઆંધાર રમત 1983માં ના રમાઈ હોત તો કદાચ ઈતિહાસના પાને ભારતીય ક્રિકેટ (Indian Cricke)નું નામ સુવર્ણ અક્ષરે લખવામાં ચુકાઈ ગયુ હોત.

કપિલદેવની 175 રનની ધુંઆધાર બેટીંગ, એ યાદગાર દિવસનો ના વીડિયો છે કે ના તો ઓડિયો, જાણો કારણ
Kapil Dev

Follow us on

કપિલ દેવ (Kapil Dev)ના જન્મ દિવસે આજે એક કહાની યાદ જરુર કરવી પડે. કપિલ દેવની એ ધુઆંધાર રમત 1983માં ના રમાઈ હોત તો કદાચ ઈતિહાસના પાને ભારતીય ક્રિકેટ (Indian Cricke)નું નામ સુવર્ણ અક્ષરે લખવામાં ચુકાઈ ગયુ હોત. 1983ના વિશ્વકપ (World Cup 1983)માં કપિલની એ રમત કપિલને યાદ કરવા સાથે જરુર યાદ કરવી પડે. કારણ કે તે રમત વગર ભારત વિશ્વકપની ફાઈનલ ના રમી શક્યુ હોત. જોકે તે યાદગાર પળો આજે માત્ર યાદ જ કરી શકાય એમ છે. ના તા તેનો વીડિયો (Video ) છે કે, ના તો તેનો કોઈ ઓડીયો (Audio). જેથી તે યાદોને માત્ર આંકડાઓ જોઈને જ સંતોષી લેવી પડે છે. તમને પણ આશ્ચર્ય થશે કે આમ કેમ, પરંતુ તેનુ કારણ પણ કંઈક વિચિત્ર હતુ.

 

18 જૂન 1983નો એ દિવસ હતો. 1983ના વન ડે વિશ્વકપની તે 20મી મેચ ભારત ઝિમ્બાબ્વે વચ્ચે હતી. મેચ ટનબ્રિઝ વેલ્સ મેદાન પર રમાઈ રહી હતી. મેદાનમાં મેચને નિહાળવા માટે દર્શકો પણ ખીચોખીચ ભરેલા હતા. ભારતીય ટીમ પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી, લિટલ માસ્ટર સુનિલ ગાવાસ્કર અને શ્રીકાંત બંનેની ઓપનરો ઝીરો પર જ વિકેટ ગુમાવી બેઠા હતા. 17 રને 5 વિકેટ ભારતે ગુમાવી દીધી હતી. કપિલ દેવે આ મેચમાં 100 બોલમાં સદી પુરી કરી હતી, જે ભારતીય ક્રિકેટરે ફટકારેલી પ્રથમ વન ડે સદી હતી. કપિલે ચોગ્ગા અને છગ્ગા સાથે આ ઈનીંગમાં 138 બોલમાં 175 રન ફટકાર્યા હતા. ધુંઆધાર બેટીંગ કરતા કપિલે આ દરમ્યાન તેમણે 16 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. કપિલની આ શાનદાર ઈનીંગને લઈને ભારતે 60 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 266 રનનો સ્કોર ખડક્યો હતો. ભારતને 3 ઓવર બાકી રહીને 31 રને જીત મળી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

કપિલ દેવની આ એક માત્ર સદી હતી. જે તેણે વિશ્વકપ દરમ્યાન લગાવી હતી. જો કે તેમની આ શાનદાર રમતને કોઈ ટીવી પર લાઈવ ના જોઈ શક્યુ કે ના સાંભળી શક્યુ હતુ. લાઈવ જ નહી પરંતુ આ મેચનો કોઇ વીડિયો પણ ઉપલબ્ધ ના રહી શક્યો હતો. તે દિવસે મહત્વની આ મેચને રેડિયો પર સાંભળવા માટે પણ તરસી રહ્યા હતા. આવી સ્થિતી થવાનું કારણ એ હતુ કે, તે દિવસે બીબીસી હડતાળ પર ઉતર્યુ હતુ. કેમેરા ટીમ જ મેદાન પર હડતાળને પગલે આવી શકી નહીં. આમ ના તો વીડિયો કે ઓડિયો પ્રસારણની ટીમ તે દિવસે હાજર રહી અને આ યાદગાર દિવસ જાણે કે કંડારાયો જ નહીં. આ માટે કપિલે પણ અપિલ કરી કે કોઈની પાસે તેની વીડિયો ક્લીપ હોય તો પણ આપે, પરંતુ તેમની એ ઈચ્છા અધૂરી જ રહી છે. આમ તમે કપિલની આ પારીને યાદ કરીને ગર્વ કરી શકો છો, યાદ કરી શકો છો કપિલની ક્યારેય ના ભુલાઈ શકનારી આ ઈનીંગને તમે જોઈ કે સાંભળી શકશો નહીં.

 

આ પણ વાંચો: રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં નવા 665 કેસ નોંધાયા

Next Article