Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricketer Love Story: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને એકબીજાને ઘમંડી સમજી રાખ્યા હતા, અબોલા પછી ફુટ્યા પ્રેમના અંકુર !

સંજના ગણેશન અને જસપ્રિત બુમરાહે આ વર્ષે માર્ચ મહિનામાં ગોવામાં ખાસ લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

Cricketer Love Story: જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશને એકબીજાને ઘમંડી સમજી રાખ્યા હતા, અબોલા પછી ફુટ્યા પ્રેમના અંકુર !
Jasprit Bumrah - Sanjana Ganeshan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 10:36 AM

Jasprit Bumrah: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે (Jasprit Burah) આ વર્ષે 15 માર્ચે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર સંજના ગણેશન (Sanjana Ganeshan) સાથે લગ્ન કર્યા હતા. આ બંનેની લવ સ્ટોરી વિશે કોઈને જાણ પણ નહોતી. જ્યારે બુમરાહ (Jasprit Burah)ના લગ્નના સમાચાર સામે આવ્યા ત્યારે મોટાભાગના લોકોને ખબર પણ નહોતી કે તે કોની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

જોકે સંજના (Sanjana Ganeshan) નું નામ પણ અફવાઓના બજારમાં હતું. બંનેએ ગોવામાં લગ્ન કર્યા જેમાં બહુ ઓછા લોકો સામેલ થયા હતા. હાલમાં બુમરાહ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝમાં ભાગ લઈ રહ્યો છે. તેણે તાજેતરમાં સ્કાય સ્પોર્ટ્સ પર ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિક સાથે વાત કરી હતી અને આ દરમિયાન તેની લવ સ્ટોરી વિશે જણાવી હતી.

બુમરાહે કહ્યું કે તે અને સંજના (Sanjana Ganeshan) બંને એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા, પરંતુ સામેની વ્યક્તિ ઘમંડી છે એવું વિચારીને એકબીજા સાથે વાત કરી ન હતી. પરંતુ વર્લ્ડ કપ 2019 દરમિયાન બંનેએ વાત કરી અને ત્યારથી બંનેના સંબંધો ખીલી ઉઠ્યા.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

બુમરાહે (Jasprit Burah) કહ્યું કે 2019 માં, જ્યારે બંને વિશે વાત કરવામાં આવી, ત્યારે બંને સતત સંપર્કમાં રહેવા લાગ્યા. બુમરાહે કહ્યું, “મેં તેને ઘણી વખત જોય હતી, પરંતુ અમારા બંનેને એક જ સમસ્યા હતી. તેણીએ વિચાર્યું કે હું ઘમંડી છું અને મને લાગ્યું કે તે ઘમંડી છે. તેથી જ અમે ક્યારેય વાત કરી ન હતી. મેં 2019 વર્લ્ડ કપ (World Cup) દરમિયાન પ્રથમ વખત તેની સાથે વાત કરી હતી, જ્યારે તે ટુર્નામેન્ટને કવર કરી રહી હતી. અમે ફરીથી મિત્રો બન્યા અને ઘણી વાતો કરવાનું શરૂ કર્યું. અમારા લગ્ન થયાને પાંચ મહિના થયા છે. અમે ખુશ છીએ.”

બુમરાહ આ સમયે ખૂબ જ ખુશ છે અને તે આનો શ્રેય પણ સંજના (Sanjana Ganeshan)ને આપે છે. જીવનમાં અત્યાર સુધી જે રીતે વસ્તુઓ આવી છે તે જોઈને તે ખુશ છે. તેણે કહ્યું કે, તેની પત્ની સાથે રહેવાથી તેને રમતમાંથી બહાર નીકળવામાં મદદ મળે છે. બુમરાહે કહ્યું કે, સંજના રમતને સમજે છે તે બાબતથી પણ તેને ફાયદો થાય છે.

તેણે કહ્યું, “તે રમતને સમજે છે. તે જાણે છે કે ખેલાડીઓ કયા તબક્કામાંથી પસાર થાય છે. તેથી જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલે છે કે નહીં, અમારી પાસે વાત કરવા માટે રસપ્રદ વસ્તુઓ છે. તે મને મદદ કરે છે. ક્રિકેટ (Cricket) રમવું અને દરેક સમયે મુસાફરી કરવી, તમારી સાથે તમારી પત્ની છે, જેથી તમે અન્ય વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો. તમે મેચ બાદ તેમાંથી બહાર નીકળી શકો છો. આ બધી વસ્તુઓ ખૂબ મદદરૂપ છે. અમારા સંબંધો જે રીતે આગળ વધ્યા છે તેનાથી હું ખૂબ જ ખુશ છું.”

આ પણ વાંચો : Pakistani cricketer પણ છે MS ધોનીના ચાહક ઘરમાં જોવા મળ્યો ફોટો, ભારતીય ફેન્સ ખુશ થયા

g clip-path="url(#clip0_868_265)">