આ બે દિગ્ગજ ક્રિકેટરોએ પણ હવે ક્રિકેટને કહ્યુ અલવિદા
પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક, પછી ઈમરાન તાહિર અને હવે જેપી ડ્યૂમિની અને લસિત મલિંગાએ પણ આંતરારાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી લીધી છે. સાઉથ આફ્રિકાના અનુભવી બોલર ઈમરાન તાહિરે એક દિવસ પહેલા જ તેમની નિવૃતીની જાહેરાત કરી દીધી હતી કે વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી લીગ મેચ તેમના કરિયરની પણ છેલ્લી મેચ હશે. ત્યારે સાઉથ આફ્રીકાના ક્રિકેટર […]

પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિક, પછી ઈમરાન તાહિર અને હવે જેપી ડ્યૂમિની અને લસિત મલિંગાએ પણ આંતરારાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃતી લીધી છે. સાઉથ આફ્રિકાના અનુભવી બોલર ઈમરાન તાહિરે એક દિવસ પહેલા જ તેમની નિવૃતીની જાહેરાત કરી દીધી હતી કે વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી લીગ મેચ તેમના કરિયરની પણ છેલ્લી મેચ હશે.

ત્યારે સાઉથ આફ્રીકાના ક્રિકેટર ડ્યૂમિનીએ પણ નિવૃતીની જાહેરાત પહેલા કરી દીધી હતી અને આ મેચમાં મેદાનને અલવિદા કરી દીધુ. તે સિવાય શ્રીલંકાના અનુભવી બોલર લસિથ મલિંગાએ પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બંને ટીમોના આ 3 અનુભવી ખેલાડીઓ માટે આ વિશ્વ કપ ખુબ નિરાશાજનક રહ્યો. સાઉથ આફ્રિકા અને શ્રીલંકા બંને ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ચૂકી છે પણ સાઉથ આફ્રિકાની ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમ સામે તેમના અભિયાનમાં જીત મેળવી હતી.
જ્યારે શ્રીલંકાને ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ડ્યૂમિનીએ સાઉથ આફ્રિકા તરફથી 199 વન-ડે મેચ રમી છે. જેમાં તેમને 4 સદી અને 27 અડધી સદી ફટકારીને કુલ 6052 રન બનાવ્યા છે સાથે જ 69 વિકેટ પણ લીધી છે.

[yop_poll id=”1″]
ત્યારે શ્રીલંકા માટે આ વિશ્વ કપ ખાસ રહ્યો નહતો. લસિત મલિંગાએ આ વિશ્વ કપમાં 7 મેચમાં 13 વિકેટ લીધી હતી પણ ઈંગ્લેન્ડની સામે તેમની બોલિંગ યાદગારી બની ગઈ હતી. ઈંગ્લેન્ડની સામે મલિંગાએ 43 રન આપીને 4 વિકેટ લીધી હતી. વિશ્વ કપમાં મલિંગાએ 29 મેચમાં 28 ઈનિંગમાં કુલ 56 વિકેટ લીધી, મલિંગાથી વધારે ગ્લેન મૈક્ગ્રાએ 71 વિકેટ અને મુથૈયા મુરલીધરને 69 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: જાણો ગુજરાતના 9 પાકોના બધી જ APMCના ભાવ
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

