IPL: ઘરે ડોગ સાથેના વિડીયોમાં ધોનીની આછી ઝલકમાં પણ ફેંન્સે ગોતી કાઢ્યુ કે, જર્સી ટીમ સીએસકેની છે !

|

May 20, 2021 | 9:09 AM

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આઇપીએલ માં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં ધોની IPL સ્થગીત થવા બાદ થી પોતાના ઘરે રાંચી છે.

IPL: ઘરે ડોગ સાથેના વિડીયોમાં ધોનીની આછી ઝલકમાં પણ ફેંન્સે ગોતી કાઢ્યુ કે, જર્સી ટીમ સીએસકેની છે !
MS Dhoni

Follow us on

ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) આઇપીએલ માં ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટનશીપ નિભાવી રહ્યો છે. હાલમાં ધોની IPL સ્થગીત થવા બાદ થી પોતાના ઘરે રાંચી છે. જ્યાં તે પોતાના ગાર્ડનમાં પરિવાર સાથે મસ્તી ભર્યા દિવસોને પસાર કરી રહ્યો છે. ધોનીની પત્નિ સાક્ષી (Sakshi Dhoni) એ ધોનીના આનંદિત સમય ગાળવાની પળોનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે વિડીયોમાં આમતો ધોની ઝલક પૂરતો જ દૂર થી જોવા મળે છે. તે પોતાના ડોગને બોલ સાથએ રમાડી રહ્યો છે. જોકે આ દરમ્યાન ધોની ચેન્નાઇ સુપર કિંગ્સની જર્સી પહેરી ને ઘરના ગાર્ડનમાં હોવાનુ લાગતા ફેંન્સ પણ કોમેન્ટ કરવા લાગ્યા છે.

સામાન્ય રીતે ધોની ટીમની જર્સીનો ઉપયોગ મેદાનમાં જ કરતો હોય છે. પરંતુ ફેંસની નજર પણ તેજ રહેતી હોય છે. ધોની પોતાના ઘરના ગાર્ડનમાં ડોગ સાથે મસ્તી ભર્યો સમય પસાર કરી રહ્યો છે, તેમાં ધોનીની આછેરી ઝલકમાં પણ ધોનીની જર્સીને ઓળખી નિકાળી છે ! ફેન્સ પણ હવે ધોનીના આ વિડીયો પર મસ્તી ભરી કોમેન્ટ કરવા લાગ્યા છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપમાં તેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે 2021 ની ટુર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કર્યુ છે. જોકે કોરોના સંક્રમણને લઇને ટુર્નામેન્ટ અધવચ્ચે થી જ સ્થગીત થઇ જતા ખેલાડીઓએ પરત પોતાના ઘરે ફરવુ પડ્યુ છે. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે 2020 ના વર્ષની ટુર્નામેન્ટ ખૂબ જ નિરાશાજનક રહી હતી. જોકે આ વર્ષની સિઝનમાં ધમાકે દાર વાપસી કરીને ટુર્નામેન્ટ પર તેની ટીમ પકડ જમાવતી જોવા મળી રહી હતી.

Next Article