IPL Auction 2021: શ્રીસંત IPL હરાજીની યાદીમાંથી બહાર ફેંકાયો, કહ્યું નિરાશ છું પણ હારીશ નહીં

|

Feb 12, 2021 | 6:07 PM

ગયા વર્ષે કોરોનાના કારણે IPLને ગયા વર્ષે UAEમાં યોજવામાં આવી હતી. જોકે આ વર્ષે IPLનું આયોજન ભારતમાં થઈ શકે છે. 2021 IPL માટે ચેન્નાઈમાં 18 ફેબ્રુઆરીએ ઓક્શન (Auction 2021) યોજાશે.

IPL Auction 2021: શ્રીસંત IPL હરાજીની યાદીમાંથી બહાર ફેંકાયો, કહ્યું નિરાશ છું પણ હારીશ નહીં

Follow us on

ગયા વર્ષે કોરોનાના કારણે IPLને ગયા વર્ષે UAEમાં યોજવામાં આવી હતી. જોકે આ વર્ષે IPLનું આયોજન ભારતમાં થઈ શકે છે. 2021 IPL માટે ચેન્નાઈમાં 18 ફેબ્રુઆરીએ ઓક્શન (Auction 2021) યોજાશે. જે ઓક્શન લીસ્ટમાં પહેલા શ્રીસંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે તેને ફાઈનલ લીસ્ટમાં બહાર કરી દેવામાં આવ્યો છે. શ્રીસંત (Sreesanth)એ કેટલાક દિવસ પહેલા જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy)માં હિસ્સો લઈ ક્રિકેટમાં વાપસી કરી હતી.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

તેણે IPL રમવા માટે આશા વ્યક્ત કરી હતી, જોકે આ વર્ષે IPLમાં રમવુ તેના માટે શક્ય નથી. શ્રીસંત હાલ તો નિરાશ થઈ ચુક્યો છે પરંતુ, તેણે કહ્યુ છે કે તે હાર નહીં માને. IPLની 14મી સિઝન માટે ચેન્નાઈમાં 18 ફેબ્રુઆરીએ થનારા મીની ઓક્શન માટે 1,114 ખેલાડીઓ રજીસ્ટર કરવામાં આવ્યા હતા. BCCIએ આખરી યાદી તૈયાર કરી છે અને જેમાં 292 ખેલાડીઓ સામેલ છે.

 

શ્રીસંત પર 2013માં IPLમાં થયેલી ફિક્સીંગને લઈને બેન લગાવાયો હતો. આઠ વર્ષ લાંબી રાહ જોયા બાદ તે મેદાન પર પરત ફર્યો છે, પરંતુ તે IPLમાં પરત ફરી શક્યો નથી. શ્રીસંતે એક વીડિયો ક્લીપ શેર કરી હતી, જેમાં તે કારમાં બેઠેલો છે અને એક ગીત ગાઈ રહેલો નજરે ચઢે છે. જે વીડિયો ક્લીપ શેર કરતા તેણે લખ્યુ છે કે, ભગવાનનો પ્લાન, ક્રિકેટ, પરિવાર, પ્યાર. શ્રીસંતે આ વીડિયોમાં ફિલ્મ સ્વદેશનું મશહૂર ગીત યૂં હી ચલા ચલ રાહી… ગાઈ રહ્યો હતો. તેમણે વીડિયોમાં કહેવામાં આવ્યુ છે કે, IPL ઓક્શનની ફાઈનલ લીસ્ટમાં નામ નહીં આવવાથી નિરાશ છુ. પરંતુ હું લડતો રહીશ. મેં આઠ વર્ષ સુધી રાહ જોઈ છે. હજુ પણ રાહ જોવા તૈયાર છુ. હું હાર નથી માનવાવાળો છું.

 

292 શોર્ટ લિસ્ટ ખેલાડીઓમાં કુલ 164 ભારતીય ખેલાડીઓ અને 125 વિદેશી પ્લેયર છે. 3 ખેલાડીઓ એસોશિયેટ દેશોમાંથી છે. IPL 2021 માટે ઓક્શન ચેન્નાઈમાં યોજાનાર છે. જે બપોરે ત્રણ વાગ્યાથી શરુ થનાર છે. ઓકશનમાં બોલી બોલવા માટે સૌથી વધારે પૈસા કિંગ્સ ઈલેવન પંજાબની પાસે છે. ત્યારબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ પાસે જ પૈસા બચ્યા છે.

 

આ પણ વાંચો: એલોન મસ્કના ભાઈએ વેચી કાઢ્યા Teslaના શેર, જાણો કેટલા શેરમાં થઈ કેટલી કમાણી

Next Article