એલોન મસ્કના ભાઈએ વેચી કાઢ્યા Teslaના શેર, જાણો કેટલા શેરમાં થઈ કેટલી કમાણી

એલોન મસ્કના ભાઈએ વેચી કાઢ્યા Teslaના શેર, જાણો કેટલા શેરમાં થઈ કેટલી કમાણી
એલોન મસ્ક - CEO, TESLA

એલોન મસ્ક અત્યારે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છે. 2020માં તેની કંપની ટેસ્લાના શેરમાં આશરે 750 ટકાનો વધારો આવ્યો હતો. જેના કારણે તેની સંપત્તિમાં ખુબ વધારો થયો.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Feb 12, 2021 | 5:47 PM

એલોન મસ્ક અત્યારે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ છે. 2020માં તેની કંપની ટેસ્લાના શેરમાં આશરે 750 ટકાનો વધારો આવ્યો હતો. જેના કારણે તેની સંપત્તિમાં ખુબ વધારો થયો. એલોન મસ્ક કોઈના કોઈ ઘટનાના કારણે રોજ ચર્ચામાં રહે છે. પરંતુ આજે તેમના ભાઈ કિમ્બલ મસ્ક ચર્ચામાં આવ્યા છે. અહેવાલ મુજબ તેના ભાઈ કિમ્બલ મસ્કે ટેસ્લામાં પોતાના શેરને વેચ્યા છે. તેણે કંપનીના 30,000 શેર વેચ્યા. જેના માટે તેને 25.6 મિલિયન ડોલર (લગભગ 190 કરોડ રૂપિયા)ની રકમ મળી છે. 48 વર્ષીય કિમ્બલ મસ્ક પણ ટેસ્લા ઈન્કના બોર્ડમાં છે. કંપની દ્વારા આ માહિતી અમેરિકન સિક્યુરિટી એક્સચેન્જ કમિશનને આપવામાં આવી.

આ સમાચાર બાદ આજે ટેસ્લાના શેરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. NASDAQ પર સાંજે 6.30 વાગ્યે, ટેસ્લાનો શેર 5.30 ટકા નીચે રહ્યો અને 805 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. કિમ્બલ મસ્કે શેર 852 ડોલરના દરે વેચ્યા હતા. આ સોદા બાદ હવે તેની પાસે 5, 99,740 શેર વધ્યા છે. જેની કિંમત હાલમાં લગભગ 483 મિલિયન ડોલર છે. જણાવી દઈએ કે આ વર્ષે અત્યાર સુધી ટેસ્લાના શેરમાં 14 ટકાનો વિકાસ નોંધાયો છે.

Elon Musk's brother Kimbal musk sells Tesla shares (1)

Kimbal Musk

1.5 બિલિયન ડોલરનું બિટકોઈનમાં રોકાણ

ટેસ્લાએ તાજેતરમાં ક્રિપ્ટોકરન્સીમાં ભારે રોકાણ કર્યું છે. જે ત્યારથી ચર્ચામાં છે. ટેસ્લા ઈન્કે તાજેતરમાં જ સિક્યુરિટી એક્સચેન્જ કમિશનને કહ્યું હતું કે તેણે બિટકોઈનમાં 1.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે તે આગામી દિવસોમાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ પણ લેશે.

આ પણ વાંચો: Shehnaaz Gillનો Bhumro વીડિયો સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ, લોકોએ કહ્યું આંખો માટે કેન્સર!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati