IPL Auction 2021: આદિલ રાશિદ અને મુઝીબ ઉર રહમાન સહિતના સ્પિનરોને પણ કોઈ ખરીદનાર ના મળ્યો

|

Feb 18, 2021 | 6:34 PM

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝનને લઈને ચેન્નાઈમાં મીની ઓક્શન હાલમાં ચાલી રહ્યુ છે. જ્યાં આઠેય ફેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે.

IPL Auction 2021: આદિલ રાશિદ અને મુઝીબ ઉર રહમાન સહિતના સ્પિનરોને પણ કોઈ ખરીદનાર ના મળ્યો

Follow us on

આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝનને લઈને ચેન્નાઈમાં મીની ઓક્શન હાલમાં ચાલી રહ્યુ છે. જ્યાં આઠેય ફેન્ચાઈઝીઓ દ્વારા ખેલાડીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ફેન્ચાઈઝીઓ પોતાની ટીમને તગડી કરવાના મૂડ સાથે જબરદસ્ત ઉત્સાહ દર્શાવતી હરાજી બોલી રહ્યા છે. આ દરમ્યાન બોલર અને સ્પિનરોમાં જોઊએ તો ઈંગ્લેન્ડના સ્પિનર આદિલ રશિદ (Adil Rashid), અફઘાનિસ્તાનના સ્પિનર મુઝીબ ઉર રહેમાન (Mujeeb Ur Rehman), સંદિપ લાછીમન, રાહુલ શર્મા સહિતના અનેક સ્પિનરોને આઈપીએલથી આ વખતે નિરાશ રહેવુ પડ્યુ છે.

 

ઈંગ્લેન્ડના મોઈન અલીને ઉંચા ભાવે ઓકશનમાં ખરીદી લેવામાં આવ્યો છે. પરંતુ ઈંગ્લેન્ડના બીજા સ્પિનર આદિલ રાશિદને નિરાશ થવુ પડ્યુ છે. તે એક લેગ બ્રેક બોલર છે. ઈંગ્લેન્ડ વતી તે 52 જેટલી T20 ક્રિકેટ રમી ચુક્યો છે. જેમાં તેણે 51 વિકેટ ઝડપી છે. તેને આ વખતની સિઝનમાં આઈપીએલ ડેબ્યુ કરવાની આશા હતી. અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન પંજાબ સાથે 2018થી જોડાયેલો હતો. પરંતુ તે ખાસ પ્રભાવ નહીં છોડી શકતા આખરે તેને રિલીઝ કરી દેવાયો હતો. પરંતુ આઈપીએલથી હવે તેણે દુર રહેવુ પડશે. તેણે 11 મેચમાં 14 વિકેટ પંજાબ વતી રમતા ઝડપી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

આ પણ વાંચો: IPL Auction 2021: બાંગ્લાદેશના ખેલાડી Mustafizur Rahmanને રાજસ્થાન રોયલ્સે 1 કરોડમાં ખરીદ્યો

Next Article