IPL Auction 2021: કેદાર જાદવ, હનુમા વિહારી અને કરુણ નાયર પર ના લાગી શકી બોલી

|

Feb 18, 2021 | 4:33 PM

ચેન્નાઇમાં આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝન માટે મીની ઓકશન યોજાઈ રહી છે. એક તરફ ક્રિસ મોરીસ (Chris Morris), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને મોઈન અલી (Moin Ali) જેવા વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ વરસ્યો છે.

IPL Auction 2021: કેદાર જાદવ, હનુમા વિહારી અને કરુણ નાયર પર ના લાગી શકી બોલી

Follow us on

ચેન્નાઇમાં આઈપીએલ (IPL Auction)ની આગામી સિઝન માટે મીની ઓકશન યોજાઈ રહી છે. એક તરફ ક્રિસ મોરીસ (Chris Morris), ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) અને મોઈન અલી (Moin Ali) જેવા વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ વરસ્યો છે. આ દરમ્યાન ભારતીય ખેલાડીઓ હનુમા વિહારી (Hanuma Vihari), કેદાર જાદવ (Kedar Jadav) અને કરુણ નાયર (Karun Nair)ને નિરાશા સાંપડી છે. ઓકશનની શરુઆતમાં જ તેઓના નામ બોલી માટે સામે આવ્યા હતા, પરંતુ તેમના નામ પર કોઈ જ ફેન્ચાઈઝીએ ઈચ્છા ના દર્શાવી. પરિણામે તેઓ અનસોલ્ડ યાદીમાં સામેલ થયા હતા.

 

કેદાર જાદવ ઓલરાઉન્ડર પ્લેયર છે, જે ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો હિસ્સો હતો. જે 2010થી આઈપીએલ સાથે જોડાયેલો છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે શરુઆત કરી હતી. જ્યારે હનુમા વિહારી અને કરુણ નાયર બંને બેટ્સમેન છે. કેદાર એ બે કરોડ રુપિયા પોતાની બેઝ પ્રાઈઝ રાખી હતી. જ્યારે હનુમા વિહારી પંજાબ તરફથી 2019માં છેલ્લી મેચ આઇપીએલ તરફ થી રમ્યો હતો. તેની એક કરોડ રુપિયા બેઝ પ્રાઇઝ હતી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

કરુણ નાયર 50 લાખની બેઝ પ્રાઈઝ ધરાવતો હતો. પરંતુ તેમના નામ સામે કોઈ ફેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહોતો. નાયર છેલ્લી સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સનો હિસ્સો હતો. તેણે 2013માં મુંબઈ સાથે જોડાઈને આઈપીએલની શરુઆત કરી હતી. તેના નામે આઇપીએલમાં 10 અર્ધ શતક છે અને 39 છગ્ગા નોંધાયેલા છે.

 

આ પણ વાંચો: IPL 2021 Auction Live: Chirs Morrisને Rajasthan Royalsએ 16 કરોડ 25 લાખમાં ખરીદીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો

Next Article