IPL 2021 Auction Live: Chirs Morrisને Rajasthan Royalsએ 16 કરોડ 25 લાખમાં ખરીદીને યુવરાજનો રેકોર્ડ તોડ્યો
ક્રીસ મોરીસ (16 કરોડ 25 લાખ) IPL 2021 Auction Live: દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે chris morrisલે ખરીદવાને લઈને બારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીધ્યો હતો. 1.5 કરોડની બેઝ પ્રાઈઝ વાળા આ ખેલાડી પર 10 કરોડની બોલી લાગી […]

ક્રીસ મોરીસ (16 કરોડ 25 લાખ)
IPL 2021 Auction Live: દક્ષિણ આફ્રિકાનાં આ ઓલરાઉન્ડર ખેલાડી માટે રોયલ ચેલેન્જર બેંગલોર, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે chris morrisલે ખરીદવાને લઈને બારે રસાકસી રહી હતી. વર્ષ 2020ની સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે ખરીધ્યો હતો.

1.5 કરોડની બેઝ પ્રાઈઝ વાળા આ ખેલાડી પર 10 કરોડની બોલી લાગી હતી. એ પહેલાની સિઝનમાં તે દિલ્હી વતી રમવા માટે ઉતર્યા હતા. તેમને દિલ્હી કેપીટલ્સ સિવાય ચેન્નાઈ સુપરકિંગ્સ પણ ખરીદી ચુક્યું છે. જો કે આ વખતે તે ગ્લેન મેક્સવેલને પણ ટપી ગયો હતો અને લખાઈ રહ્યું છે ત્યારે તેની કિંમત 16 કરોડ 25 લાખ પર જતી રહી છે. આ સાથે જ તેણે યુવરાજસિંહનો રેકાર્ડ પણ તોડી નાખ્યો હતો. રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો.
