AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL : આ ખેલાડીઓ સૌથી વધુ IPL ટીમો સાથે રમ્યા છે, 8 ટીમો સાથે રમવાનો રેકોર્ડ ધરાવે છે

Aaron Finchને IPL 2021માં કોઈએ ખરીદ્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતે ફરી તેમની માંગમાં વધારો કર્યો છે.

IPL : આ ખેલાડીઓ સૌથી વધુ IPL ટીમો સાથે રમ્યા છે, 8 ટીમો સાથે રમવાનો રેકોર્ડ ધરાવે છે
IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:18 PM
Share

IPL 2022 (Indian Premier League)ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટીમ ક્યા ખેલાડી (Player)ને રિટેન કરવા માંગે છે અને કઇ ટીમને છોડવા માંગે છે, આ તમામની યાદી બનાવવામાં આવી છે. ધીમે ધીમે તમામ ખેલાડીઓના નામ બહાર આવી રહ્યા છે. શું છે આખી યાદી, તે 30 નવેમ્બર સુધીમાં બધું જ ખબર પડી જશે. આજે અમે તમને તે 3 ખેલાડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ IPL (Indian Premier League)ના ઈતિહાસમાં સૌથી અલગ-અલગ ટીમો સાથે રમ્યા છે. જેમ તમે જાણો છો કે, કેટલાક ખેલાડીઓ શરૂઆતથી એક જ ટીમ સાથે જોડાયેલા છે,

જેમ કે આપણે ધોની અથવા રૈના વિશે વાત કરીએ છીએ. જ્યારે CSK (Chennai Super Kings)પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે જ આ બંને અલગ-અલગ ટીમ સાથે જોડાયેલા હતા. વિરાટ કોહલી પણ આરસીબી સાથે શરૂઆતથી જોડાયેલો છે. અને કેટલાક એવા ખેલાડીઓ છે જેઓ 1 નહી પરંતુ 2 થી વધુ ટીમો માટે રમ્યા છે.

Aaron Finch

સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચનું નામ આવે છે. ફિન્ચ કદાચ 2021માં કોઈ ટીમ સાથે નહીં હોય. પરંતુ તે પહેલા તે 8 ટીમનો ભાગ રહી ચૂક્યો છે. 8 ટીમ જેમાં દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન, પુણે, હૈદરાબાદ, મુંબઈ, ગુજરાત અને પંજાબની ટીમો આરસીબી સાથે સામેલ છે. તમને જણાવી દઈએ કે, IPL 2021માં ફિન્ચને કોઈએ ખરીદ્યો નથી. પરંતુ ઓસ્ટ્રેલિયાની જીતે ફરી તેમની માંગ ઉભી કરી છે.

Parthiv Patel

Aaron Finch પછી પાર્થિવ પટેલનું નામ આવે છે. પાર્થિવ (Parthiv Patel)IPLમાં તેની આખી કારકિર્દીમાં 6 નવી ટીમો સાથે રમ્યો છે. ટીમોના નામની વાત કરીએ તો તેમાં CSK, કોચી, દિલ્હી, RCB, હૈદરાબાદ અને મુંબઈના નામ સામેલ છે. તેના IPL કરિયરની વાત કરીએ તો પાર્થિવે 139 મેચમાં 2848 રન બનાવ્યા છે. જેમાં તેના બેટમાંથી 13 અડધી સદી નીકળી છે. પાર્થિવે આઈપીએલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

Dinesh Karthik

પાર્થિવ પછી દિનેશ કાર્તિકનું નામ આવે છે જે 6 અલગ-અલગ IPL ટીમો સાથે પણ રમી ચૂક્યો છે. કાર્તિક દિલ્હી, પંજાબ, મુંબઈ, RCB અને ગુજરાત માટે રમ્યો છે. દિનેશ કાર્તિક પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આવી સ્થિતિમાં કાર્તિક પર કઈ ટીમ દાવ લગાવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો 1 લીટર ઇંધણની કિંમત શું છે?

g clip-path="url(#clip0_868_265)">