IPL 2022 Mumbai Indians માટે સફેદ હાથી બન્યો ઈશાન કિશન?

લખનૌ સુપરજાયન્ટ્સ સામે ઈશાન કિશન (Ishan Kishan) 20 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો, મુંબઈ ઈન્ડિયન્સને લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા 36 રનથી હરાવ્યું હતું, રોહિત શર્માની ટીમ સતત 8 મેચ હારી હતી.

IPL 2022 Mumbai Indians માટે સફેદ હાથી બન્યો ઈશાન કિશન?
Mumbai Indians ટીમનો ઓપનર ઈશાન કિશન IPL 2022 સંપૂર્ણ ફ્લોપImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2022 | 3:24 PM

IPL (IPL 2022)માં મુંબઈ ઈન્ડિયન્સની હારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રવિવારે રાત્રે રમાયેલી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને 36 રનથી હરાવ્યું હતું. મુંબઈ આ ટૂર્નામેન્ટમાં સતત 8 મેચ હારી ચૂક્યું છે અને હજુ સુધી તેને એક પણ જીત મળી નથી. આ હાર સાથે મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય બની ગયું છે. હાર બાદ કોઈપણ ટીમમાં ખળભળાટ મચી જાય તે સ્વાભાવિક છે અને એવું જ કંઈક મુંબઈ ઈન્ડિયન્સમાં પણ દેખાવા લાગ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ જયવર્દને (Mahela Jayawardena)એ ટીમના સૌથી મોંઘા ખેલાડી ઈશાન કિશન પર એક વાત કહી છે,

લખનૌ સુપરજાયન્ટ્સ સામે ઈશાન કિશનનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. આ ડાબોડી બેટ્સમેન 20 બોલમાં 8 રન બનાવી શક્યો હતો અને આ પછી હેડ કોચ જયવર્દને (Mahela Jayawardena)એ પ્રેસ કોન્ફરન્સમાં ઈશાન કિશન વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. જયવર્દનેએ કહ્યું કે તે જવાબદારી નિભાવી શક્યો નથી, જે ઈશાન કિશનને સોંપવામાં આવી હતી.

ઈશાન કિશન પર ઉઠ્યા પ્રશ્નો

મહેલા જયવર્દનેએ સતત 8મી હાર બાદ કહ્યું, ‘અમે ઈશાન કિશનને તેની રમત રમવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, પરંતુ તે સારું પ્રદર્શન કરી શક્યો નહીં. અમને તેની પાસેથી આવી અપેક્ષા નહોતી.આપને જણાવી દઈએ કે આ પહેલીવાર છે, જ્યારે મહેલા જયવર્દને મુંબઈ ઈન્ડિયન્સના કોઈ ખેલાડી પર સવાલ ઉઠાવ્યા હોય. છેલ્લી 7 મેચ સુધી તે દરેક ખેલાડીની સાથે ઉભો રહ્યો, પરંતુ હવે કદાચ તેની ધીરજનો બંધ તૂટી ગયો છે. ઈશાન કિશનનું પરફોર્મન્સ પણ ઘણું ખરાબ છે. કિશને આ સિઝનની પ્રથમ મેચમાં ચોક્કસપણે અણનમ 81 રન બનાવ્યા હતા, પરંતુ તે પછી તે સતત 7 મેચમાં ફ્લોપ સાબિત થયો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

કિશનનું ખરાબ પ્રદર્શન

છેલ્લી 7 ઈનિંગ્સમાં ઈશાન કિશન માત્ર 118 રન બનાવી શક્યો છે. ઈશાન કિશનનો સ્ટ્રાઈક રેટ પણ માત્ર 108 છે. મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડી પર 15.25 કરોડનો ખર્ચ કર્યો હતો, પરંતુ ઈશાન સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયો હતો. માત્ર ઈશાન જ નહીં, રોહિત શર્મા, કિરોન પોલાર્ડનું બેટ પણ રંગમાં નથી. માત્ર તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવે જ કેટલીક સારી ઈનિંગ્સ રમી છે. બોલિંગમાં જસપ્રિત બુમરાહ સિવાય કોઈ બોલર અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી, જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સને આ સિઝનમાં અત્યાર સુધી એક પણ જીત મળી નથી.

આ પણ વાંચો :

Kutch: કંડલા નજીક CFSમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં DRIએ ઉત્તરાખંડના ઇમ્પોર્ટરની પંજાબથી ધરપકડ કરી

g clip-path="url(#clip0_868_265)">